Saturday, October 4, 2025
HomeGeneralવર્ચ્યુઅલ કોર્ટમાં PI કોલ્ડડ્રિંક પી રહ્યા હતા, ગુજરાત હાઇકોર્ટે 100 કોલ્ડડ્રિંકના ટીન...

વર્ચ્યુઅલ કોર્ટમાં PI કોલ્ડડ્રિંક પી રહ્યા હતા, ગુજરાત હાઇકોર્ટે 100 કોલ્ડડ્રિંકના ટીન વહેંચવાની સજા આપી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટમાં કોરોનના કારણે એચએએલ ઓફલાઇન સુનાવણી બંધ કરીને ઓનલાઈન સુનાવણી ચાલી રહી છે. હાઇકોર્ટની એક વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસના એક અધિકારી અને બે કોન્સટેબલ વર્ચ્યુઅલ કોરટમાં હજાર હતા, તે દરમિયાન ચાલુ કોર્ટમાં ટ્રાફિક પોલીસ ઈન્સ્પેકટર કોલ્ડડ્રિંક પી રહ્યા હોવાના કારણે ન્યાયાધીસે તેમની ઝાટકણી કાઢી હતી.



હાઇકોર્ટના નિર્દેશ બાદ એક કેસ માટે અમદાવાદ એસ.જી. હાઇવે ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર અને બે કોન્સટેબલ હાઇકોર્ટની વર્ચ્યુઅલ કોરટમાં હજાર રહ્યા હતા. આ વર્ચ્યુઅલ કોર્ટ દરમિયાન પોલીસ ઈન્સ્પેકટર કોલ્ડડ્રિંક પી રહ્યા હોવાને કારણે મુખી ન્યાયાધીસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચ દ્વારા પોલીસ ઈન્સ્પેકટર સામે નારાજગી દર્શાવવામાં આવી હતી. તેમના વતી સરકારી વકીલે કોર્ટની સમક્ષ માફી પણ માગી હતી અને કહ્યું હતું કે, આમ પણ તેઓ ચિંતામાં છે.

સરકારી વકીલને જવાબ આપતા મુખ્ય ન્યાયધીસે કહ્યું હતું કે, “હવે આ અધિકારી વધુ મુશ્કેલીમાં મુકાશે, અમે અધિકારીને છોડશુ નહિ.” સુનાવણી દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ હાજર હતા, જેથી એ પણ ટકોર કરવામાં આવ્યું કે તેમના ઉપરી અધિકારીની હાજરીમાં તેઓ જાણે કેફેમાં હોય એ પ્રકારે વર્તી રહ્યા છે, જે યોગ્ય બાબત નથી.



ત્યાર બાદ કોર્ટે અધિકારીને ટકોર કરી હતી અને કહ્યું હતું કે, “અધિકારી બાર એસોસિયેશનમાં કોકો કોલા કે અમૂલ જ્યૂસ-મિલ્કનાં 100 ટિનનું વિતરણ કરે, ન હોય તો છેલ્લે સરકારી વકીલ ઓફિસમાં પહોંચાડે.” માત્ર એટલું જ નહીં, પરંતુ કોર્ટે એ પણ કહ્યું હતું કે એ ટિન વકીલ પાસે પહોંચ્યાં છે કે નહીં એ અંગે ખાતરી કરવામાં આવે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular