નવજીવન અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નોનવેજ અને ઈંડાની લારીઓ મામલે અનેક શહેરોમાં કોર્પોરેશન દ્વારા તુઘલકી નિર્ણય નિર્ણયો કરાઈ રહ્યા હતા. રાજકોટ કોર્પોરેશનથી શરૂ થયેલી આ મામલાના નિર્ણય બાદ વડોદરા, ભાવનગર, અમદાવાદ સહિત ઘણા કોર્પોરેશન્સ દ્વારા ઈંડા નોનવેજની સ્મેલ, હાઈજીન, દબાણ, વગેરે જેવા કારણો આપી લારીઓને ઢાંકી રાખવા કે લારી હટાવવાને લઈને નિર્ણયો કરાયા હતા. જે તે સમયે તેને લઈને ભારે વાદવિવાદો ચાલ્યા હતા. હાલ આ મામલે હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનનો ઉધડો લઈ નાખ્યો છે. કોર્પોરેશનના રાજકીય હોદ્દેદારોએ લીધેલા આ નિર્ણય મામલે હાઈકોર્ટે સીધો તીખો સવાલ કરતાં કહ્યું કે હવે લોકો શું ખાશે તે કોર્પોરેશન નક્કી કરશે?
ગુજરાત હાઈકોર્ટે આ મામલે એએમસીને અરજન્ટ નોટિસ ઈશ્યૂ કરી છે. જેમાં ખાવા-પીવા સત્તા પક્ષના વિચારોને આધીન નિર્ણય ન બનાવી શકાય. કોર્પોરેશને મુખ્ય માર્ગો પર તથા ધાર્મિક સ્થાનોની 100 મીટરના એરિયામાં ઈંડા નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય કર્યો હતો. જેના મામલે આ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. ટ્રાફીકના નિવારણ રૂપે નડતરરૂપ લારીઓ સામે કાર્યવાહીની પણ વિગતો જે તે સમયે સામે આવી હતી પરંતુ તે અંગે નક્કર કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. જોકે શહેરમાં ઈંડા નોનવેજની લારીઓને હટાવવાની સૂચનાઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો.
જોકે આ મામલામાં ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યૂનિસિપલ કોપ્રોરેશનનો ઉધડો લઈ નાખ્યો હતો. તેમાં દબાણના નામે લારી ઉપાડવા મામલે સાવ ઝાટકી નાખ્યા હતા. હાઈકોર્ટે આકરા શબ્દોમાં કહ્યું કે લોકો શું ખાશે તે કોર્પોરેશન નક્કી કરશે? ખાવા પીવામાં સત્તાપક્ષના વિચારોને આધીન ન બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે જ્યારે આ નિર્ણય લેવાયો ત્યારે ઘણા રાજકીય નેતાઓએ નિર્ણયને ટેકો આપ્યો હતો તો ઘણાએ તેનો વિરોધ પણ કર્યો હતો. લાંબા સમયથી ધંધા રોજકાર પર લોકડાઉનને કારણે પડેલા ફટકા બાદ આ પ્રકારનો નિર્ણય લોકોના પેટ પર પાટું મારવા સમાન હોવાનું પણ ઘણા લોકોએ કહ્યું હતું. જોકે હવે હાઈકોર્ટ જ્યારે આ મામલે આગળ શું કાર્યવાહી કરશે તેના પર સહુની નજર છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









