નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં આગામી વિઘાનસભાની ચૂંટણીને લઈને નેતાઓની ગતિવિધિ તેજ થઈ છે. તમામ રાજકીય પક્ષ એડી ચોડીનું જોર લગાવી પ્રજાને આકર્ષવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેવામાં કોંગ્રેસે તેમની સરકાર બનવા પર જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત ચિરંજીવી સ્વાસ્થ્વ યોજના લાગુ કરવાનું પણ વચન આપ્યું છે.
ગુજરાતની મુલાકાતે આવેલા રાજ્યસભાના સાંસદ કે.સી. વેણુગોપાલ અને રાજસ્થાનના CM અશોક ગેહલોતે પત્રકાર પરિષદમાં યોજી હતી. જેમાં આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રસ દ્વારા ચૂંટણી વચનો આપવામાં આવ્યા હતા. રાજસ્થાનના CMએ રાજસ્થાન જેવું જ આરોગ્ય મોડલ ગુજરાતમાં લાગુ કરવાનું વચન આપ્યું છે. ઉપરાંત જૂની પેન્શન યોજના, અલગથી કૃષિ બજેટ, દૂધ આપનારા ખેડૂતોને પ્રતિ લીટર 5 રૂપિયાની સબસીડી, ખેડૂતોને દિવસે વીજળી, અંગોના ટ્રાન્સપ્લાન્ટ વિનામૂલ્યે, આરોગ્યનું પ્રિમિયમ સરકાર ભરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.
જ્યારે રાજ્યસભાના સાંસદ કે.સી. વેણુગોપાલે ગુજરાત સરકાર પર આકારા પ્રહાર કર્યો હતા.તેમણે કહ્યું કે ગુજરાતમાં 9 મહિના પહેલા CM સહિત સમગ્ર કેબિનેટ બદલી નાખવામાં આવ્યું, બે દિવસ પહેલા બે મંત્રી જોડેથી ખાતુ લઈ લેવામાં આવ્યું, આનો મતલબ છે કે આ સરકાર ભ્રષ્ટાચારી છે. વધુમાં જણાવતા કહ્યું કે, કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પહેલી યાદી 15 સપ્ટેબરે પહેલા જાહેરાત કરવામાં આવશે. 5 સપ્ટેમ્બરે રાહુલ ગાંઘી ગુજરાતમાં આવશે અને ચૂંટણી કેમપેઈન શરૂ કરવામાં આવશે.








