Sunday, November 2, 2025
HomeGeneralકોંગ્રેસે વધુ એક આક્રમક નેતા ગુમાવશેઃ જયરાજસિંહ પરમાર પંજાનો સાથ છોડી હાથમાં...

કોંગ્રેસે વધુ એક આક્રમક નેતા ગુમાવશેઃ જયરાજસિંહ પરમાર પંજાનો સાથ છોડી હાથમાં પકડશે કમળ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાત કોંગ્રેસમાં ચાલતી વરવી જુથબંધી અને જ્ઞાતિવાદી સમિકરણોથી કંટાળી ગુજરાત કોંગ્રેસના આક્રમક પ્રવક્તા જયરાજસિંહ પરમારે જીંદગીના 37 વર્ષ કોંગ્રેસમાં પસાર કર્યા પછી કોંગ્રેસ છોડી ભાજપમાં જવાનો નિર્ણય કર્યો છે. જોકે આ અંગેની સત્તાવાર જાહેરાત માટે હજુ 24 કલાક જેટલો સમય લાગશે. જયરાજસિંહને ભાજપમાં લઈ જતા ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસે એક જમીની સ્તરનો નેતા ગુમાવ્યો છે.



- Advertisement -

વિદ્યાર્થી કાળથી કોંગ્રેસમાં સક્રિય એવા જયરાજસિંહ પરમારે ગુજરાતમાં 25 વર્ષથી ભાજપની સરકાર હોવા છત્તા પોતાની આક્રમકતા જાળવી રાખી હતી. ચાર વખત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા પછી પણ છેલ્લી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં છેલ્લી ઘડીએ તેમના નામની બાદબાકી થઈ જતી હતી. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી પછી જ્યારે પરિણામ જાહેર થાય અને કોંગ્રેસ ઓફિસમાં ત્યારે કોઈ જ નેતા દેખાતો ન હોય ત્યારે પત્રકારોને જવાબ આપવા માટે હાર પછી જે બે નેતાઓ હાજર રહેતા હતા તેમાં જયરાજસિંહ પરમાર અને મનિષ દોશીનો સમાવેશ થાય છે. આમ વિપરિત પરિસ્થિતિમાં પણ પક્ષની સાથે રહેનાર જયરાજસિંહ પક્ષની ખેંચતાણમાં રૂંધાઈ રહ્યા હતા. હવે જ્યારે તેમણે ભાજમપાં જવાનો નિર્ણય કર્યો છે ત્યારે તેવું કહી શકાય કે જયરાજસિંહના આગમનથી ભાજપનું પલડું ભારે થયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સતત આ પ્રકારની લડાઈ લડનાર કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલની સ્થિતિ પણ કાંઈક આવી જ છે. તેઓ પણ લાંબા સમયથી પોતાની લડાઈ આક્રમક રીતે લડતા હોવા છત્તા તેઓ કોઈ જુથમાં નહીં હોવાને કારણે તેમના નામની કાયમ બાદબાકી થાય છે.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular