Thursday, April 30, 2026
HomeBusiness૧૮ મહિનાના તળિયે ૭૫.૮૨ સેંટ રૂ: ભાવ ૭૦ સેંટટ નીચે જવાની સંભાવના

૧૮ મહિનાના તળિયે ૭૫.૮૨ સેંટ રૂ: ભાવ ૭૦ સેંટટ નીચે જવાની સંભાવના

- Advertisement -

ભાવ હજુ ઘટવા તરફી તેથી ટેક્સટાઇલ મિલોએ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી

આગામી દિવસોમાં ભાવ ૭૦ સેંટટ નીચે જવાની સંભાવના

- Advertisement -

તેજીવાળા કોટન ટ્રેડરોએ હાથ પરના તેજીના ઓળીયા સળગતા કોલસાની જેમ પડતાં મૂક્યા

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આંતરરાષ્ટ્રીય કપસા સેક્ટર તીવ્ર મંદીનો સામનો કરી રહ્યું છે, તેને પગલે પાછલા સતત છમાંથી પાંચ સપ્તાહમાં ઘટવા તરફી વલણ રહ્યા બાદ ગત સપ્તાહે રૂના ભાવ ઊંધેકાંધ પડ્યા હતા. વર્ષ દરમિયાન ભાવ અત્યાર સુધીમાં ૨૭ ટકા ઘટયા, અને શક્ય છે કે સતત ત્રીજું નબળું, વર્તમાન રૂ વર્ષ રહે. મંદીના આ વર્ષમાં ટીંબર (લૂંબર) ૫૪ ટકા અને ઓટ્સ ૪૨ ટકાના ઘટાડા પછી, રૂ સૌથી વધુ ઘટ્યું છે. વર્તમાન રૂ વર્ષ પૂર્ણ થાય તે અગાઉ, એપ્રિલ ૨૦૨૦ અને મે ૨૦૨૨ વચ્ચે ૫૦ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) ના સર્વાધિક ઉછાળે ૧.૪૮ સેંટ ક્વોટ થયા હતા.

કેટલાંક એનાલિસ્ટો માને છે કે ભાવ હજુ ઘટવા તરફી રહેશે, તેથી ટેક્સટાઇલ મિલો પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી બેઠા છે. તેઓ કહે છે કે સૌથી મોટા રૂ વપરાશકાર ચીનમાં મંદીનો ભય, કોરોના લોકડાઉન, અને ભારત, અમેરિકાનું મબલખ ઉત્પાદન બજાર માટે ચિંતાનો વિષય છે. આટલુંજ નહીં કોરોના મહામારીમાં અસંખ્ય દેશમાંથી રૂની આયાતી માંગ ઘટશે, તેમજ પશ્ચિમના દેશોમાં નબળા અર્થતંત્રો આખા જગતના રૂ માંગનો સીનારિયો અધ્ધરતાલ કરી નાંખશે. ગત સપ્તાહે આઇસીઇ યુએસ રૂ વાયદો ૧૮ મહિનાના તળિયે ૭૫.૮૨ સેંટ મુકાયો, આગામી દિવસોમાં આ ભાવ ૭૦ સેંટટ નીચે જવાની પૂરી સંભાવના છે.

- Advertisement -

છેલ્લા બે વર્ષથી રૂ બજાર ઊંટ સવારી કરતી થઈ ગઇ છે. ગતવર્ષે આ સમયે, સાપ્તાહિક સરેરાશ ભાવ વધઘટ ૧૦૪.૬૪ સેન્ટની હતી, પરંતુ ગત સપ્તાહે તે ઘટીને આ સરેરાશ ૮૭.૦૬ સેંટ રહી હતી. કોટલૂક એ ઇંડેક્સ ગત શુક્રવારે ૦.૮૦ ટકા ઘટીને ૯૫ સેંટ મુકાયો હતો. અમેરિકન કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશનનો સીઓટી (કમિટમેન્ટ ઓફ ટ્રેડ) અહેવાલ કહે છે કે તેજીવાળા સ્પેલયુલેટિવ કોટન ટ્રેડરોએ ૧૮ ઓક્ટોબરના સપ્તાહન્તે એક તરફ હાથ પરના તેજીના ૨૮,૦૦૦ કોન્ટ્રેક્ટ સળગતા કોલસાની જેમ પડતાં મૂક્યા.

બીજી તરફ તેમણે ૨૦૦૦ કોન્ટ્રેક્ટ મંદીના ઓળીયા ઊભા કર્યા હતા. આ ઘટનાને પગલે તેજીવાળાના ગ્રુપ સોદા જુલાઇ ૨૦૨૦ પછીના નવા તળિયે જતાં રહ્યા છે. અમેરિકન રૂ લણણીનો ૨૦૨૨નો વિસ્તાર ૨૬ લાખ એકર અંદાજવામાં આવ્યો છે. દક્ષિણના રાજ્યોમાં ૨૦૨૨નો રૂ ઉતારો (યીલ્ડ ઊપજ) એકર દીઠ ૮૮૬ પાઉન્ડ આવી છે, આની સામે પાંચ વર્ષની યીલ્ડ સરેરાશ ૮૬૮ પાઉન્ડ છે.

ગત રૂ મોસમમાં ભારતીય રૂ ઉત્પાદન ૧૪ વર્ષના તળિયે ગયા પછી, કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૧ ઓકટોબરથી શરૂ થયેલી વર્તમાન મોસમમાં માટે તેનો પ્રથમ ઉત્પાદન અંદાજ ૩૪૪ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) મૂક્યો છે, જે ગતવર્ષની તુલનાએ ૨૬.૯૫ લાખ ગાંસડી વધુ હશે. આવો ઉત્કૃષ્ઠ વરતારો એવા સમયે આવ્યો છે, જ્યારે ભારતમાં ક્વિન્ટલ દીઠ ભાવ રૂ. ૯૦૦૦ અને ૨૯ મિલિમિટર તારના જિનિંગ કરેલા રો કોટનના સ્પોટ ભાવ રૂ. ૬૮,૭૦૦ આસપાસ બોલાય છે.

- Advertisement -

ઓગસ્ટથી શરૂ થયેલી બ્રાઝિલની નવી રૂ મોસમમાં નિકાસ, ઓગસ્ટ કરતાં ૬૫૦.૪૦ લાખ કિલો વધીને સપ્ટેમ્બરમાં ૩.૮૩ અબજ ડોલર અથવા ૧.૮૯૭ અબજ કિલોની થઈ હતી. રૂ ઉત્પાદન ક્ષેત્રે બ્રાઝિલ વિશ્વમાં ચોથા નંબરે છે. વ્યાપક વરસાદ અને તેને લીધે સર્જાયેલી પુરની સ્થિતીએ, પાકિસ્તાનનો ૩૩ ટકા રૂ પાક ધોઈ નાખ્યો હતો. પરિણામે ટુવાલ અને ચાદરો બનાવતી ફેકટરીઓ બંધ પડી ગઈ છે. પાકિસ્તાનની કૂલ નિકાસમાં કપડા નીકાસનો હિસ્સો પચાસ ટકા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular