Thursday, April 16, 2026
HomeGujaratગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટનાઃ ભરૂચ DSPના પત્ની અને પુત્રએ નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં...

ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટનાઃ ભરૂચ DSPના પત્ની અને પુત્રએ નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ): જો ઈચ્છા હોય તો કોઈ સીમાડા અને ઉંમર નડતી નથી. તાજેતરમાં પટિયાલામાં યોજાયેલી નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ગુજરાતના વંદનાબા ચુડાસમા અને તેમના દિકરા માનવરાજ 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ગુજરાતની આ પ્રથમ ઘટના છે જેમાં માતા અને દિકરો એક સાથે વિજેતા થયા હોય.



ગુજરાત કેડરના આઈપીએસ અને ભરૂચના ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા અને તેમના પુત્ર માનવરાજને શૂટિંગનો શોખ અને તાલીમ હોવાને કારણે તેઓએ પટિયાલા ખાતે યોજાયેલી 64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. તેઓએ ડબલ ટ્રેપ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં તેઓ બંને સિલ્વર મેડલ મેળવી ચુક્યા છે. આ આખી કોમ્પિટિશનમાં 444 શૂટર્સે ભાગ લીધો હતો. જેમાં માનવરાજ ચુડાસમા સૌથી નાની વયના શૂટર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વંદનાબા ચુડાસમા રિટાયર્ડ ડીવાયએસપી પી કે જાડેજાના દીકરી છે. તેમણે નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન (શોટગન)માં ભાગ લીધો હતો. આ 22 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી સ્પર્ધા યોજાઈ હતી. નેશનલ રાઈફલ એશોશિએશન ઓફ ઈન્ડિયા દ્વારા યોજાયેલી આ સ્પર્ધામાં અન્ય શૂટર્સ સાથે ઘણું મુશ્કેલ કોમ્પિટિશન થયું હતું.

- Advertisement -





ભરૂચના ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાની કારકીર્દી પણ બહુ રોમાંચક અને પડકારદાયક રહી છે. રાજેન્દ્રસિંહએ પોતાની કારકીર્દીની શરૂઆત અમદાવાદ પોલીસમાં એક કોન્સ્ટેબલ તરીકે કરી હતી પરંતુ સફળતાને પામવાની ખેવનાને કારણે તેમણે કોન્સ્ટેબલની નોકરીની સાથે જીપીએસસીની પરીક્ષા પાસ કરી ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે જોડાયા હતા. આમ તેઓ પણ ગુજરાતના પહેલા પોલીસ અધિકારી છે જેમણે નોકરીની શરૂઆત કોન્સ્ટેબલ તરીકે કરી હોય અને હાલમાં તેઓ પોલીસ સુપ્રિટેન્ડેન્ટ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular