નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં સોલા સિવિલ પાછળ આવેલા શ્રીજી એનક્લેવમાં રહેતા અરુણભાઇ કનૈયાલાલ દવે સાંજના સુમારે પોતાના ઘર પાસે ચાલવા નીકળ્યા ત્યારે બેફામ ઝડપે દોડતી કારે તેમને ટક્કર મારતા અરુણ દવે ઉંમર 65 વર્ષ હવામાં ફાંગોળાઈ ગયા હતા. સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડતા તેમનું મોત નીપજ્યું હતું. સોલા ટ્રાફિક પોલીસ સ્ટેશને આ મામલે કાર ચાલક આશિષ જયરામ દેસાઈની ધરપકડ કરી છે.
અંકિત અરુણભાઈ દવેએ નોંધાવેલી પોલીસ ફરિયાદ પ્રમાણે તેમના પિતા અરુણભાઈ દવે નિવૃત્ત જીવન જીવતા હતા અને કર્મકાંડ અને જ્યોતિષનો વ્યવસાય કરતા હતા. ગુરુવારની સાંજે તેઓ ઘર પાસે ચાલવા નીકળ્યા ત્યારે એક કાર ચાલક બેફામ ઝડપે ત્યાંથી પસાર થયો અને તેણે તેમના પિતાને ટક્કર મારી હતી. જેના કારણે તેમના માથામાં ઇજા થઈ હતી. ઘટના બાદ કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સોસાયટીના લોકોએ અરુણભાઈઓ દવેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ત્યાં તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટયલમાં લઈ જવામાં આવ્યા હતા.
અરુણભાઈની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જયરામભાઈ દેસાઇ નામની વ્યક્તિ ત્યાં આવી હતી અને તેમણે જણાવ્યુ હતું કે, “આ અકસ્માત તેમના પુત્ર આશિષ દેસાઇ દ્વારા થયો છે. ઘટનાસ્થળે લોકનું ટોળું એક્ટર થઈ જતાં આશિષ ત્યાંથી રવાના થઈ ગયો હતો.” અરુણભાઈ દવેની સારવાર દરમિયાન માથામાં થયેલી ગંભીર ઇજાને કારણે તેમનું મોત નીપજ્યું હતું. સોલા ટ્રાફિક પોલીસ સ્ટેશને આ મામલે આશિષ દેસાઈની ધરપકડ કરી વધુ તપસ હાથ ધરી છે. બનાવ વખતે આશિષ દેસાઇ નશો કરેલી હાલતમાં હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











