Sunday, November 9, 2025
HomeGeneralગુજરાતીઓ ચેતજો, વડોદરામાં નોંધાયો XE વેરિયન્ટનો કેસ

ગુજરાતીઓ ચેતજો, વડોદરામાં નોંધાયો XE વેરિયન્ટનો કેસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ગુજરાતમાં કોરોના નવા વેરિયન્ટની એન્ટ્રી થતા તંત્રમાં દોડઘામ મચી છે. ભારતમાં સૌ પ્રથમ XE વેરિયન્ટની એન્ટ્રી તાજેતરમાં જ મુંબઈમાં થઈ હતી. ત્યારે આજે વડોદરામાં XE વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. દર્દીને XE વેરિયન્ટ પોઝિટિવ આવતા તેની ટ્રાવેલ હિસ્ટ્રીની તપાસ હાથ ઘરવામાં આવી છે. જો કે આ દર્દી મળી આવ્યો નથી.



સમગ્ર વિશ્વમાં કોરોનાની ગતી ધીમી પડયા બાદ કોરોનાના નવા વેરિયન્ટથી ખળભળાટ મચ્યો છે. યુરોપિયન દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાતા કોરોનાના XE વેરિયન્ટની દહેશત મચી ગઈ છે. તેવામાં ભારતમાં પ્રથમ કેમ મુંબઈમાં નોંધાયાના ગણતરીના દિવસમાં જ ગુજરાતમાં પ્રથમ કેસ વડોદરામાં સામે આવ્યો છે. ત્રણ દિવસ અગાઉ મહારાષ્ટ્રથી આવેલા યુવકને તાવના લક્ષણો લાગતા તેણે ખાનગી લેબમાં રિપોર્ટ કરાવ્યો હતો. આ રીપોર્ટમાં XE વેરિયન્ટ પોઝિટિવ આવ્યો હતો. મહારાષ્ટ્રથી આવેલા યુવકમાં XE વેરિયન્ટની પુષ્ટી થતા તેની સાથે સંપર્કમાં આવેલા 2 લોકોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને તે નેગેટિવ આવ્યા હતા.વડોદરા મહાનગર પાલિકાની હેલ્થ કમિટીના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું કે, વડોદરામાં રહેતા પરિવારની મુલાકાતે આવેલા મુંબઇના 67 વર્ષિય આધેડમાં કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેઓએ પરિજનના આધાર કાર્ડ વડે પોતાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવ્યો હતો. આ રિપોર્ટમાં કોરોનાનો XE વેરીયન્ટ હોવાની પુષ્ટિ થઇ હતી. આધેડ વડોદરાની મુલાકાત લઇને પરત મુંબઇ ફરી ગયા હતા.

સૂત્ર અનુસાર, ત્રણ દિવસ અગાઉ આ યુવક મુંબઈથી વડોદરા આવ્યો હતો ત્યારે હોટલમાં રોકાયો હતો. તે દરમિયાન તેને તાવના લક્ષણ લાગતા તેણે રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ રિપોર્ટ કરાવવા માટે ખોટું આધાર કાર્ડ આપ્યું હતું. જો કે પોઝિટિવ આવેલા યુવકના આધાર કાર્ડ અનુસાર તંત્રએ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખોટું આધાર કાર્ડ આપીને રિપોર્ટ કરાવ્યો હતો. જેનું આધાર કાર્ડ છે તે તો દર્દી જ નથી. હવે તંત્ર માટે દર્દીને શોધવો માથાનો દુખાવો બન્યો છે. તે પણ એવા સમયે કે આ દર્દી વઘુ લોકોને સંક્રમીત કરી શકે તેમ છે.

- Advertisement -

જો કે સરકારી માહિતી અનુસાર, ગુજરાતમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ વાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે. ઉક્ત દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે. દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું જણાઇ આવેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular