Sunday, April 26, 2026
HomeGeneralસરકારની એમ્બ્યૂલન્સ ખૂટી પડી ત્યારે પોતાની ગાડી એમ્બ્યૂલન્સ માટે આપી દેનાર ગોંડલના...

સરકારની એમ્બ્યૂલન્સ ખૂટી પડી ત્યારે પોતાની ગાડી એમ્બ્યૂલન્સ માટે આપી દેનાર ગોંડલના રાજવીનું નિધન, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

- Advertisement -

નવજીવન. ગોંડલઃ ગોંડલના મહારાજા સર ભગવતસિંહજીના પ્રપૌત્ર મહારાજા જ્યોતીન્દ્રસિંહજીની સોમવારે સવારે તબિયત વધુ લથડી પડી હતી. તેમને હૃદયમાં તીવ્ર હુમલો થતા તેમનું નિધન થયું છે. 84 વર્ષની જૈફ વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. અત્યંત કોમળ હૃદય અને સ્પષ્ટ વક્તા હોવા સાથે તેઓ એક લોકપ્રિયતા વચ્ચે જીવી ગયા જેને કારણે તેમના અંતિમ સફર વખતે તેમની સાથે ઘણી મોટી મેદની હતી. આજે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા પછી તેમના પ્રિયજનો અને સ્વજનોમાં શોકની લહેર ફરી વળી હતી. આ સમયે મહારાણી કુમુદકુમારી અને યુવરાજ હિમાંશુસિંહ સહિત ઘણા આપ્તજનો હાજર રહ્યા હતા. આ એ જ રાજવી છે જેમણે કોરોનાની બીજી લહેર વખતે પોતાની લક્ઝૂરિયસ કાર એમ્બ્યૂલન્સ માટે સોંપી દીધી હતી.



- Advertisement -

તેમના નિધનને પગલે દરવારગઢ ખાતે પરિવારે અંતિમ દર્શન રાખ્યા હતા જ્યાં ઘણી મેદની ઉમટી આવી હતી. રાજવી પરંપરાઓ મુજબ યુવરાજ દ્વારા તિલક વિધિ કરાઈ હતી. તેમને ફુલો અને વિધિવિધાન સાથે તેમની અંતિમ યાત્રા પાલખીમાં નીકળી હતી. મહારાજા જ્યોતીન્દ્રસિંહજીના નિધનના પગલે ગોંડલમાં નગરપાલિકા કચેરી, કોલેજ સહિતની ઘણી સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવાઈ હતી. ઉલ્લેખનીય છે કે આ પરિવારનું વિન્ટેજ કાર કલેક્શન વિશ્વભરમાં જાણીતું છે. અહીં સુધી કે મહારાજા જ્યોતીન્દ્રસિંહે દેશ વિદેશમાં યોજાયેલી કાર રેસનો ભાગ બનીને ટ્રોફીઓ પણ મેળવી છે. જોકે તેમના તે બધા પાસાઓથી સાવ અલગ તેમનો સ્વભાવ હતો. લોકોને પીડામાં તેઓ જોઈ શકતા ન્હોતા, થોડા જ સમય પહેલાની વાત છે જ્યારે કોરોનાની બીજી લહેરે દુનિયાભરની સરકારોના પગ ઢીલા કરી નાખ્યા હતા.

ગુજરાતમાં તે વખતે લોકોને એમ્બ્યૂલન્સ, બેડ, ઓક્સિજન વગેરે જેવી જરૂરિયાતો તાતી ઊભી થઈ અને લોકોને રીતસર પીડાવું પડ્યું હતું. લોકો ટપોટપ મૃત્યુ પામી રહ્યા હતા. આ સ્થિતિ જ્યારે ગોંડલની થઈ ત્યારે તેઓ પણ આ જોઈ શક્યા નહોતા, તેમણે તુરંત પોતાની લક્ઝુરિયસ કારને એમ્બ્યૂલન્સ બનાવવા માટે આપી દીધી અને ઉપરાંતની અન્ય સહાય પણ કરતા રહ્યા. આવા તો તેમના જીવનના ઘણા કિસ્સા છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular