Monday, December 29, 2025
HomeGujaratGandhinagarલિંકરકિંગનો મેનેજર ફાર્મ હાઉમમાં આરામમાં હતો ને સ્ટેટ મોનિટરીંગની સેલ આવી રીતે...

લિંકરકિંગનો મેનેજર ફાર્મ હાઉમમાં આરામમાં હતો ને સ્ટેટ મોનિટરીંગની સેલ આવી રીતે ગુજરાત ઉપાડી લાવી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gandhinagar News: ગુજરાતમાં દારૂબંધીના ઘજાગરા ઊડાવતા બુટલેગર્સ સામે સ્ટેટ મોનિટરીંગ ટીમ દ્વારા સતત નજર રાખીને ગુજરાતમાં ઠેર-ઠેર દરોડો (SMC Raid) પાડવામાં આવતો હોય છે. ગુજરાતમાં મોટા ભાગે પાડોશી રાજ્યમાંથી દારૂનો જથ્થો આવતો હોય છે. તેમાં પણ કેટલાક લિસ્ટેડ બુટલેગરો આ કામને અંજામ આપતા હોય છે. સ્ટેટ મોનિટરીંગ સેલની (State Monitoring Cell) કાર્યવાહીના કારણે ગુજરાતના લિકરકિંગ ગણાતો બુટલેગર વિનોદ સિંઘી પણ ધરપકડની બીકે દુબઈ ભાગી ગયો હતો. છતાં પણ IPS નિર્લિપ્ત રાયની (Nirlipt Rai) ટીમને વિનોદ સિંધીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ત્યારે આજે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વિનોદ સિંધીના મેનેજર કમ બુટલેગર (Bootlegger) આનંદરપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે.

ગુજરાતમાં કોરોડો રૂપિયાના દારૂનો વેપાર (Liquor Smuggling) કરનારા લિકરકિંગ વિજય ઉદવાણી ઉર્ફે વિનોદ સિંધીના દારૂની ટ્રકો પર સ્ટેટ મોનિટરીંગ સેલ નિશાનો રાખીને ઝડપી પડતાં વિનોદ સિંધી ધરપકડની બીકે દુબઈ ભાગી ગયો હતો. જોકે પોલીસ દ્વારા ટ્રાન્સફર વોરન્ટના આધારે તેને ભારત લાવવામાં સફળ થઈ હતી. ત્યારે આજે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા વિનોદ સિંધીના મેનેજર તરીકે કામ કરતાં આનંદપાલસિંહ દેવડાની ધરપકડ કરી છે. આંનદપાલસિંહ ગુજરાતમાં વર્ષ 2016થી 17 ગુનામાં વોન્ટેન્ડ હતો.

- Advertisement -

આંનદપાલસિંહને ઝડપી પાડવા માટે સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ સબ ઈન્સપેક્ટર આર. જી. ખાંટ તેમની ટીમ સાથે રાજસ્થાનના શિહાર ખાતે આવેલા એક ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. ફાર્મ હાઉસ મોજ-મસ્તી કરતો આંનદપાલસિંહ પોલીસને મળી આવતા તેને ખાનગી કારમાં બેસાડીને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ગુજરાત આવવા માટે રવાના થઈ હતી. જોકે આ વાતની જાણ આંનદપાલસિંહના સાથીઓને થઈ જતાં રસ્તામાં પોલીસની કારને બે-ત્રણ કાર આવીને આંતરી લીધી હતી અને આંનદપાલસિંહ દેવડા ઉર્ફે દિક્ષા મારવાડીને છોડાવવા કારને ટક્કર પણ મારી હતી. તેમ છતાં પણ સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ દિલધડક ઓપરેશન પાર પાડીને દિક્ષા મારવાડીને ગુજરાતમાં લાવવામાં સફળ રહી હતી.

અગાઉ વિનોદ સિંધી દુબઈ ફરાર થઈ જતાં તેના દારૂના નેટવર્કને દિક્ષા મારવાડી અને તેના અન્ય સાગરીત લક્ષ્મણ મારવાડી, બાદલસિંહ મળીને સંભાળતા હતા. સ્ટેટ મોનિટરિંગસેલ દ્વારા છેલ્લા 7 મહિનામાં ઝડપેલા 5 દારૂના મોટા કેસમાં દિક્ષા મારવાડીનું ક્નેકશન સામે આવ્યું હતું. દિક્ષા મારવાડી પાસેથી પોલીસને એક મોબાઈલ, બે ડોંગલ મળી આવ્યા છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા જો દિક્ષા મારવાડીનો મોબાઈલ ચેક કરવામાં આવે તો અનેક પોલીસ અધિકારીઓની ઉંધ હરામ થઈ શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular