નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં દારૂબંધીની પોકળ વાતો વચ્ચે લાખો કરોડો રૂપિયાનો દારૂ પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યો છે. બુટલેગરો યેન કેન પ્રકારે ગુજરાતમાં દારૂ સપ્લાય કરી રહ્યા છે તથા એટલું જ નહીં ગુજરાતમાં દારૂ બનાવી પણ રહ્યા છે. ત્યારે મોરબીમાં (Morbi) ફિનાઈલ બનાવવાની આડમાં દારૂ (Liquor) બનાવવાની વાત સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન LCBને દારૂ અંગેની બાતમી મળી હતી. બાતમીને આધારે LCBએ મોરબીના જાંબુડિયા ગામની સીમમાં આવેલા રફાળેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે બાલાજી એન્ટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં પહોંચ્યા હતા. બાલાજી એંટરપ્રાઈઝ નામના ગોડાઉનમાં પહોંચીને LCB ટીમ પણ ચોંકી ગઈ હતી. ગોડાઉનમાં પહોંચતા LCBને પ્લાસ્ટિકની ફિનાઈલમાં વપરાતી ખાલી બોટલના કાર્ટુન અને ત્રણ પ્લાસ્ટિક મોટી ટાંકીઓ બ્લુ કલરના ૨૦૦ લીટર ક્ષમતા વાળી જોવા મળી હતી અને એક જગ્યાએ મેકડોવેલ્સ કલેક્શન વ્હીસ્કી ફોર સેલ ઇન પંજાબ લખેલી બોટલો જોવા મળી હતી. ટેપ લગાવેલા બોકસને ખોલીને ચેક કરતા વ્હીસ્કી 750 MLની સીલપેક બોટલો અને બેરલમાં પાણીની બોટલ વોશ કરવાનું પાણી અને બોટલ સીલ કરવાનું મશીન મળી આવ્યા હતા.
LCBએ તપાસ કરતાં સુરેશ કુડીયા નામનો આરોપી જે મૂળ હરિયાણા બાજુથી આવે છે તે તેના માણસો દ્વારા ફિનાઈલ બનાવવાની આડમાં અંગ્રેજી દારૂ બનાવવાની અને દારૂને બોટલોમાં પેકીંગ કરાવવાની પ્રવૃત્તિ કરતો હતો. પોલીસે આરોપી સુરેશ સહિત 11 આરોપીને ઝડપી પાડી આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








