Thursday, March 26, 2026
HomeGujaratAhmedabadગુજરાત યુનિવર્સિટીને 73 વર્ષે પ્રથમ વાર મળ્યા મહિલા કુલપતિ, ડૉ. નિરજા ગુપ્તાની...

ગુજરાત યુનિવર્સિટીને 73 વર્ષે પ્રથમ વાર મળ્યા મહિલા કુલપતિ, ડૉ. નિરજા ગુપ્તાની થઈ નિમણૂક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) કુલપતિ તરીકે હિમાંશુ પંડ્યાનો આજે છેલ્લો દિવસ હતો, ત્યારે આજે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનના 73 વર્ષ બાદ હવે ગુજરાત યુનિવર્સિટીને પહેલી વાર મહિલા કુલપતિ (chancellor) મળ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ડૉ. નિરજા ગુપ્તાની (Dr. Neerja Gupta) ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરી છે, તેઓ હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ફરજ નિભાવે છે.

ડૉ. નિરજા ગુપ્તા મૂળ અમદાવાદનાં જ રહેવાસી છે. તેમણે અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્ય પણ રાજી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે અંગ્રેજી વિષયના શિક્ષક રહી ચૂક્યા છે અને ભાવન્સ કોલેજના પ્રિન્સિપાલ પણ રહી ચૂક્યા છે. તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં એકેડમિક કાઉન્સીલના પણ સભ્ય રહી ચૂક્યા છે અને ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત અભિયાનના પણ તેમણે સભ્ય હતા.

- Advertisement -

ગુજરાત યુનિવર્સિટીમાં નવા કુલપતિની નિમણૂક કરવા માટે સર્ચ કામિતિના ત્રણ સભ્યોની નિમણૂક થઈ ગઈ હતી, પરંતુ UGCના એક સભ્યની નિમણૂક કરવાની બાકી હતી. હવે UGC દ્વારા ડૉ. રમશંકર કુરિલની ચોથા સભ્ય તરીકે નિમણૂક થતાં બાદ હવે ગુજરાત યુનિવર્સિટીને તેના પ્રથમ મહિલા કુલપતિ નિરજા ગુપ્તા મળ્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular