નવજીવન ન્યૂઝ.રાજકોટ: સામાન્યતઃ ચૂંટણી ની તમામ કામગીરી ચૂંટણી પંચના દેખરેખ હેઠળ થાય છે પરંતુ હમણાં રાજકોટ ભાજપના નેતાના એક નિવેદને એટલે ચકચાર જગાવી છે કારણકે ચૂંટણી પંચનું આ ગામ પણ તેમણે કરી નાખ્યું હોય તેમ આચાર સહિતાની તારીખ તેમને જાહેર કરી હતી, આ ઉપરાંત ચૂંટણી ક્યારે આવશે તેવું પણ જણાવ્યું હતું.
રાજકોટ ભાજપની કારોબારી બેઠક આજે હેમુ ગઢવી હોલમાં મળી હતી. જેમાં કારોબારી બેઠક ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત મોગરાની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ જિલ્લાના વિવિધ વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન કાર્યકરોને સંબોધતા ભાજપ નેતા ડો. બોઘરા એ ચૂંટણીની આચાર સંહિતા 15 ઓક્ટોબરથી આવી જશે એટલે આપણી પાસે 100થી 125 દિવસ જ બાકી છે, 15 ઓક્ટોબર પછી આપણી પાસે સમય નથી રહે એટલે તૈયારીઓ શરૂ કરી દો, એવું નિવેદન કર્યું હતું.
આ નિવેદન કર્યા પછી જ્યારે મીડિયા સાથે તેમની વાતચીત થઈ ત્યારે તેમણે કહ્યું કેમ એ તો કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું કે ચૂંટણી ડિસેમ્બરમાં આવે તે નિશ્ચિત છે. એટલે 2 મહિના પહેલા ચૂંટણીની તૈયારીઓ થતી હોય છે જના અંદાજ મુજબ 15 ઓક્ટોબર પછી તમારી પાસે કામ કરવાનો સમય નથી એટલે માત્ર આટલા જ દિવસો બાકી છે અને એ પ્રમાણે પ્રચાર-પ્રસારનું કામ કરવું જોઈએ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











