નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ લગ્ન પછી જોડું સુખેથી જીવન વિતાવે તે માટે પરિવાર હંમેશા પ્રાથના કરતો હોય છે. જોકે ઘણી વખત કુટુંબના મોભીઓએ કરેલા કાવાદાવામાં આ બંનેની જીંદગીના સુખ શાંતિ છીનવાઈ જતા હોય છે. આખરે અહમની ખેંચતાણ થાય છે અને બાબત કોર્ટ સુધી પહોંચીને લાંબો સમય પછી સંસાર લગભગ સાવ ભાંગી પડતો હોય છે. પોલીસ તરીકે આવી ઘણી ઘટનાઓના સીધા કે આડકતરી રીતે સાક્ષી રહેલા જુનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને તે પરિવારોની પીડાની પણ સારી એવી સમજ હતી. આવા જ એક પરિવારની તેમણે અને જુનાગઢ પોલીસે કેવી રીતે મદદ કરી અને એક પરિવારને સમજાવટથી બાળકોનો કિંમતી સમય બગાડ્યા કરતાં હાલ જ સુખેથી છુટા પડે તે વધુ જરૂરી હોવાનું સમજાવ્યું.
જુનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરીમાંથી નિવૃત્ત જીવન ગુજારતા 62 વર્ષીય વૃદ્ધ પિતા પોતાની પત્ની, દીકરી અને વકીલ સાથે જુનાગઢ ડિવિઝનના ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળ્યા અને દીકરીને થોડા સમયથી સાસરિયા હેરાન કરી રહ્યા છે અને તેમનો ત્રાસ અત્યંત વધી ગયો હોવાનું કહ્યું. એક વર્ષથી દીકરી પિયર લાવ્યા છે હજુ તેડવા આવ્યા નથી. પહેરેલા કપડે કાઢી મુકી હતી. હવે અમે દીકરીને મોકલી શકીએ તેમ નથી. તેનું સ્ત્રીધન, ખર્ચ વગેરે પાછું આપવાનું કહ્યું પરંતુ અપશબ્દો બોલ્યા હતા.
હવે જુનાગઢના રેન્જ ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર અને જુનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પોલીસ પ્રજાનો મિત્ર છે તેવા સુત્ર સાથે પ્રજા કલ્યાણના કાર્યો કરવાની પોલીસને તાકીદ કરી હતી. જેને પગલે પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરણબેન કરમટા, હે.કો. ગીતાબેન અને તેમની ટીમ અરજદારની રજૂઆત પ્રમાણે બંને પક્ષોને પોલીસની ભાષામાં સમજાવ્યા. જેમાં બંને પરિવારોને સમજ પડી કે રૂપિયા કરતા બંને સંતાનોની જીંદગીની કિંમત વધુ છે. તેમનો આ બધામાં અમૂલ્ય સમય વેડફાઈ રહ્યો છે.
આખરે પરિવારોએ બાંધછોડો કરી અને જુનાગઢ પોલીસની મધ્યસ્થિ પછી અરજદાર વૃદ્ધ પરિવારની દીકરીના સ્ત્રીધનને પાછું અપાવ્યું અને ખર્ચ પેટે બંને પક્ષોએ રકમ નક્કી કરી. છૂટાછેડા આપવા બાબતે બંને પક્ષો તૈયાર થયા અને રાજીખુશીથી છૂટા પડ્યા. જે સ્થિતિ ઘણા વર્ષો પછી પીડા સાથે ઉકેલાવાની હતી તે આખરે આ ગાંઠ ઉકેલાતા પરિવારે જુનાગઢ પોલીસનો આભાર માનવામાં આવ્યો અને પોલીસે પણ બંને દિકરા દીકરી એક બીજાના જીવનમાં સુખી રહે તેવા આશિષ આપ્યા હતા. આ દરમિયાન જ્યારે પરિવારે તેમને કહ્યું કે જુનાગઢ પોલીસની મદદથી પોતાને પોતાના હકનું મળ્યું તમારો આભાર છે ત્યારે ડીવાયએસપીએ કહ્યું તમારી દીકરી સુખી થાય એટલે ઉપરવાળો અમને અમારા હકનું આપી દેશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











