પ્રશાંત દયાળ (ભાગ-53 દીવાલ) : જુહાપુરા Juhapura ની મોબાઈલની દુકાન ચલાવતા પરવેઝ Pervez ની વાત સાચી નિકળી હતી, ચાંદ Chand જ તેની પાસેથી સીમકાર્ડ લઈ ગયો હતો, ડીસીપી DCP નો માર અને લોકઅપમાં ટી બનાવી ઉભો રાખવા છતાં ચાંદ Chand કઈ બોલ્યા ન્હોતો પણ અંબર ટાવર Amber Tower ની મસ્જિદની CCTV જોયા પછી તેની પાસે સાચુ બોલવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, ચાંદ Chand પોપટની જેમ બધુ બોલી ગયો હતો, ચાંદ Chand તેના બાકીના 5 સાથીઓથી અલગ હતો, તેના કારણે તેના સાથીઓને ખબર ન્હોતી કે ચાંદે Chand વટાણા વેરી નાખ્યા છે, ચાંદ Chand અલગ બેરેક Barracks માં હતો, હમણાં તેને તેના સાથીઓ સાથે મુકવાનો પણ ન્હોતો, ચાંદે Chand જ માહિતી આપી હતી કે બ્લાસ્ટ Blast કરવા માટે સાયકલોની જરૂર હતી, તે કામ દાનીશ Danish ને સોંપવામાં આવ્યુ હતું, સાયકલ ખરીદવા તો દાનીશ Danish જ ગયો હતો.
ચાંદ Chand ને આછુ પાતળુ યાદ હતું કે દરિયાપુરમાંથી તેણે સાયકલો ખરીદી હોવાનું દાનીશે Danish એક વખત કહ્યુ હતું, ચાંદ Chand ની માહિતી પ્રમાણે દરિયાપુર Dariapur માં હોય તે બધા જ સાયકલવાળાને લાવવાના હતા, કારણ કઈ દુકાનેથી સાયકલ ખરીદી તેની હજી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને ખબર ન્હોતી, પણ બ્લાસ્ટ સાઈટ ઉપર જઈ આવેલા ડીસીપી DCP ને એટલી તો ખબર હતી કે જુની સાયકલોનો ઉપયોગ થયો હતો, એટલે માત્ર સાયકલો વેંચતી દુકાન ઉપર જવાને બદલે સાયકલ રીપેરીંગ કરતી દુકાન ઉપર જવાનું નક્કી થયુ હતું જેના ભાગ રૂપે જાડેજા Jadeja યુસુફ Yusuf ને લઈ આવ્યા હતા. સાયકલ વેંચનારને બ્લાસ્ટ સાથે કોઈ નીસ્બત હોઈ શકે નહીં પણ છતાં આખી તપાસની સાયકલ પુરી થાય તે જરૂરી હતી. સિન્હા Sinha તેના સંદર્ભમાં જ યુસુફ Yusuf ની પુછપરછ કરી રહ્યા હતા.
કોઈએ તારી દુકાનમાંથી 1 સાથે વધારે સાયકલ લીધી હતી, તેવા પ્રશ્નનો ઉત્તર માટે તે વિચાર કરતો હતો, તેને કઈક યાદ આવ્યુ હોય તેમ તેણે કહ્યુ સર એક માણસ 2 મહિના પહેલા સાયકલ લેવા આવ્યો હતો, પણ ત્યારે મારી પાસે સાયકલ ન્હોતી, તેણે કહ્યુ તેને જુની સાયકલો જોઈએ છે, ગરીબ બાળકોને તે આપવા માગે છે, મેં કહ્યુ નંબર આપતા જાવ, આવશે તો તમને ફોન કરીશ, તેમણે મને નંબર તો ના આપ્યો પણ 1 હજાર રૂપિયા એડવાન્સ આપી ગયા, પછી તે છેક 1.5 મહિના પછી પાછા આવ્યા, ત્યારે મારી પાસે બાર સાયકલો ભેગી થઈ હતી, તેમણે મને કહ્યુ કુલ 20 છોકરાઓ છે, કઈ પણ કરી સાયકલની વ્યવસ્થા કરી આપ, મેં આજુબાજુવાળાની દુકાનેથી તેમને વ્યવસ્થા કરી આપી હતી, સિન્હા Sinha ના ચહેરા ઉપર ચમક આવી ગઈ, સાયકલ વેંચનારની તેમની શોધ પહેલા પ્રયત્નમાં જ ફળી હતી, પણ જે રીતે ચાંદે Chand કબુલ કર્યુ તેમ દાનીશ Danish પાસે કબુલ કરાવવાનું બાકી હતું હવે એક એક પગલુ સમજી વિચારી ભરવાનું હતું દેશીઢબની પોલીસ Police ને જેમ નહીં પણ સ્માર્ટ પોલીસને જેમ કરવાનું હતું, દેશી પોલીસની સ્ટાઈલમાં તેમણે મારઝુડ કરી લીધી હતી, પણ તેનું કોઈ પરિણામ આવ્યુ ન્હોતુ, સિન્હા Sinha એ યુસુફ Yusuf ને પુછયુ બેટા તુ વો આદમી તો પહેચાન શકતા હૈ, યુસુફે Yusuf કહ્યુ સાબ ઈતને બડે ગ્રાહકો કૈસે કોઈ દુકાનવાલા ભુલ શકતા હૈ, સિન્હા Sinha હસ્યા તેમણે પુછયુ બેટા ખાના ખાય, યુસુફે Yusuf હા પાડી, તેમણે બેલ વગાડી પોલીસવાળો અંદર આવ્યો તેમણે તેને કહ્યુ યુસુફ Yusuf ને જાડેજા Jadeja ની રૂમમાં બેસાડજો, ચ્હા પાણી અને જમાવાનું ધ્યાન રાખજો, તેના ઘરેથી કોઈ આવે તો મળવા દેજો, તેમણે યુસુફ Yusuf સામે જોતા કહ્યુ બેટા હમારી મદદ કે લીયે શુક્રીયા, લેકીન કુછ વક્ત હમારે સાથ રહેના હોગા, ચીંતા મત કરના.
યુસુફ Yusuf ગયા પછી તેમણે જાડેજા Jadeja ને બોલાવ્યા અને યુસુફ Yusuf સાથે થયેલી વાત કરી તે બહુ ખુશ થયા, સિન્હા Sinha એ દાનીશ Danish ને લઈ આવવાનુંવ કહ્યુ, દાનીશ Danish પુરા 2 દિવસ પછી લોકઅપ Lockup ની બહાર નિકળ્યો હતો તે રાતે તેને માર પડયો, ત્યાર પછી તેને બહાર કાઢયો જ ન્હોતો, જો કે મારની અસર હજી તેની ચાલ ઉપર વર્તાઈ રહી હતી, ડીસીપી DCP ની ચેમ્બરમાં આવતા તેણે હાથ જોડી નમસ્તે કહ્યુ ડીસીપી DCP એ પુછયુ દાનીશ Danish ખાના ખા લીયા, દાનીશ Danish ને બહુ આશ્ચર્ય થયુ બે દિવસ રહેલા રાક્ષસની જેમ મારી રહેલા સિન્હા Sinha આજે જમ્યો કે નહીં પુછી રહ્યા હતા, તેણે હા પાડી ડીસીપી DCP ખુરશીમાં બેઠા, તેમણે પુછયુ કયા ખાયા, દાનીશે Danish કહ્યુ સર આલુ કી શબ્જી પુડી.. ડીસીપી DCP જાણે મઝાકના મુડમાં હોય તેમ પુછયુ કૈસી અચ્છી થી, જાડેજા Jadeja ને લાગ્યુ કે સાહેબ વળી આ બધી વાતો કયા કરે છે.
સિન્હા Sinha એ પછી મુળ વાત ઉપર આવતા કહ્યુ દાનીશ Danish તુમ પહેલી બાર અમદાવાદ Ahmedabad કબ આયે થે, પ્રશ્ન સાંભળતા જ દાનીશે Danish કહ્યુ સર આપ હમે પકડકે લેકે આયે તભી આયે, ઈસકે પહેલે હમ અમદાવાદ કભી નહીં આયે, સિન્હા Sinha જાણે દાનીશ Danish ની વાત સાથે સંમત્ત હોય તેવો દેખાવ કર્યો, અચ્છા તુમ અમદાવાદ Ahmedabad કભી નહીં આયે, લેકીન કોઈ દોસ્ત રીસ્તેદાર યહા રહતા હૈ, દાનીશે Danish તરત ના પાડી, દાનીશ Danish તૈયાર થઈને આવ્યો હતો, મહંમદ Muhammad ની ટ્રેનીંગ હમણાં સુધી તો બરાબર કામ કરી રહી હતી સિન્હા Sinha ઉભા થયા અને તેમની સ્ટાઈલમાં ચાલતા ચાલતા વાત શરૂ કરી અને પુછયુ લેકીન અમદાવાદ મેં કોઈ જાનતા હૈ,, દાનીશ Danish ને કહ્યુ નહીં સર કોઈ ભી નહીં જાનતા, સિન્હા Sinha એ તેની સામે ધારી જોયુ, દાનીશ Danish સમજી ગયો તેણે કહ્યુ સચ સાબ કોઈ નહીં જાનતા, સિન્હા Sinha એ જાડેજા Jadeja સામે જોયુ તે ઉભા થઈ બહાર ગયા, ચેમ્બરમાં સિન્હા Sinha અને દાનીશ Danish બંન્ને હતા, તેમના વચ્ચે કોઈ સંવાદ ન્હોતો જેના કારણે દાનીશ Danish ને બહુ ડર લાગી રહ્યો હતો. જાડેજા Jadeja પાછા આવ્યા તેમની સાથે યુસુફ Yusuf હતો, હજી યુસુફ Yusuf ને ખબર ન્હોતી કે તેને કેમ બોલાવ્યો, તે ચેમ્બરમાં આવ્યો તો ખરો પણ દાનીશ Danish ની પાછળ ઉભો હતો.
સિન્હા Sinha એ યુસુફ Yusuf ને કહ્યુ બેટા મેરે પાસ આઓ, યુસુફ Yusuf તેમની પાસે આવ્યો એટલે ડીસીપી DCP એ તેને ખભાથી પકડી દાનીશ Danish તરફ તેનો ચહેરો કર્યો,યુસુફ Yusuf ને જોતા જ દાનીશ Danish નો ચહેરો જાણે લીલો પડી ગયો હોય તેવુ થયુ, યુસુફ Yusuf પહેલા તો દાનીશ Danish નો ચહેરો જોતો રહ્યો પછી તે એકદમ ડીસીપી DCP તરફ ફર્યો અને કહ્યુ સાબ યહી ભાઈને મેરે પાસ સાયકલ ખરીદને આયે થે, ડીસીપી DCP એ જાડેજા Jadeja સામે જોયુ પછી દાનીશ Danish સામે જોયુ, દાનીશ Danish જમીન તરફ જોવા લાગ્યો, સિન્હા Sinha એ વધુ ખાતરી કરતા કહ્યુ બેટા યહી તુમ્હારે પાસ સે સાયકલ ખરીદ કે લે ગયે થે બરાબર યાદ હૈ, યુસુફે Yusuf પોતે સાચો છે તેની ખાતરી આપતા કહ્યુ સાબ મેને પહેલેહી બતાયા કી 20 સાયકલ ખરીદને વાલે કો કોઈ ભુલ શકતા નહીં, દુસરી બાત સાબ જાને વક્ત ઈન્હોને મુઝે 500 રૂપિયે કા બક્ષીશ ભી દિયા થાં, સિન્હા Sinha ત્રાંસી નજર કરી હસ્યા, દાનીશ Danish નીચે જ જોઈ રહ્યો, સિન્હા Sinha એ યુસુફ Yusuf ના ખભે હાથ મુકતા કહ્યુ ઈન્હોને આપ કો બતાયા કી સાયકલ ગરીબ બચ્ચો કે દેની હૈ, લેકીન જાનતે હો સાયકલ ખરીદને કા બાદ ક્યા કીયા, સિન્હા Sinha યુસુફ Yusuf પાસેથી દુર જઈ દાનીશ Danish પાસે ગયા અને દાનીશ Danish ને મોંઢા ઉપર કચકચાવીને એક લાફો મારી દેતા કહ્યુ માદર… સાયકલ પે બોમ્બ રખકર ખુનકી નદીયા બહાઈ.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.