Tuesday, March 17, 2026
HomeSeriesDeewal Seriesગેટ ઉપર રહેલા સુબેદારે વોકીટોકી ઉપર વાહન નંબરની જાણકારી જેલ અધિકારીને આપી

ગેટ ઉપર રહેલા સુબેદારે વોકીટોકી ઉપર વાહન નંબરની જાણકારી જેલ અધિકારીને આપી

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-11 દીવાલ) : સાબરમતી સેન્ટ્રલ જેલ Sabarmati Central Jail માં દાખલ થાવ તેની સાથે અંગ્રેજોના સમયના મોટા દરવાજામાંથી પસાર થઈ તમારે જેલ Jail માં જવુ પડે. જેલ Jail ના મુખ્ય દરવાજાની અંદર જેલ Jail સિપાઈનો જાપ્તો રહે છે. આ દરવાજામાંથી અંદર આવવા માટે દરવાજા ઉપર બેઠેલા સુબેદાર મંજુરી આપે તો જ અંદર આવી શકાય છે. જો કે જેલ Jail માં દાખલ થનાર તમામના નામની સુબેદાર નોંધ કરે છે. જો અંદર આવનાર પાસે ફોન Phone અથવા પૈસાનું પર્સ Purse હોય તો અહિંયા જમા કરાવ્યા વગર એન્ટ્રી થતી નથી. જેલ Jail માં ફરજ ઉપરના અધિકારીઓની પણ એક કર્મચારી નોંધ કરતા હોય છે, તેઓ પણ ફોન અને પૈસા સાથે જેલ Jail માં પ્રવેશ કરી શકતા નથી. જેલ Jail અધિકારીઓ આ દરવાજામાં અંદર દાખલ થાય પછી બીજા લોંખડી દરવાજાને પાર કરી સીધા જેલ Jail ના અંદરના ભાગમાં જઈ શકે છે, પણ સિપાઈ, કેદી Prisoner ઓ અને બહારની કોઈ વ્યક્તિને પ્રવેશ કરવા માટે જમણી તરફના નાના દરવાજાનો ઉપયોગ કરવો પડે છે.



ત્યાં હાજર SRP જવાન હાથનો સ્પર્શ કરી પગથી માથા સુધી શરીરની જડતી કરી પ્રવેશ આપે છે. મુખ્ય દરવાજો પસાર કરી તમે જેવા અંદર જાવ તેની સાથે એક રસ્તો સીધો જાય છે. જેલ Jail ની અંદર પણ પાકા રસ્તા છે, સીધો જતો રસ્તો ઓપનએર થીયેટર Open theater અને 200 ખોલી તરફ જતો હતો. સીધા જતા રસ્તાની જમણી તરફ તિલક બેરેક Barracks આવેલી છે જ્યાં લોકમાન્ય તિલકને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની લડાઈ દરમિયાન રાખવામાં આવ્યા હતા. તિલક બેરેકની બરાબર સામે મહિલા Women યાર્ડ છે. જેની ઉપર લોંખડનો મોટો દરવાજો લગાવવામાં આવ્યો છે તે દરવાજામાંથી અંદર જોઈ પણ શકાય નહીં તેવા પ્રકારનો દરવાજો છે. બહારથી પસાર થતાં જેલ Jail અધિકારી અને કેદી Prisoner ઓ મહિલા બેરેક Women’s Barracks માં રાખવામાં આવેલી મહિલા કેદી Women Prisoner ઓને ક્યારેય જોઈ શકતા નથી. મહિલા બેરેક Women’s Barracks ની અંદર સુરક્ષા માટે મહિલા પોલીસ Women police જ તૈનાત હોય છે. મહિલા બેરેક Women Barracks અને તિલક યાર્ડની આગળ જતાં તિલક યાર્ડને અડી એક ખુલ્લી બેરેક Barracks છે. જો કે ત્યાં કોઈ કેદી Prisoner ને રાખવામાં આવતા નથી. ક્યારેય જેલ Jail અધિકારીઓ કેદી Prisoner ઓને કોઈ સૂચના આપવા માગતા હોય તો આ યાર્ડના ખુલ્લા મેદાનમાં કેદી Prisoner ઓને લાવવામાં આવે છે.

જ્યારે જેલ Jail માં દાખલ થયા પછી પાકો રસ્તો જે જમણી તરફ જાય છે તે રસ્તા ઉપર જેલ Jail ની અંદર પ્રવેશ કરતા માત્ર મોટા વાહનોને ચેકિંગ Checking of vehicles દ્વારા પ્રવેશ આપવામાં આવે છે. વાહનોના પ્રવેશ માટે મોટો ગેટ છે. આ ગેટ ઉપર કોઈ વાહન પ્રવેશ કરવા આવે ત્યારે ગેટ ઉપર રહેલો સુબેદાર વોકીટોકી Walkie-talkie દ્વારા જેલ Jail ના કંટ્રોલરૂમ Controlroom ને વાહનના નંબર અને વાહન ક્યા કારણે પ્રવેશ કરવા માગે છે તેની જાણકારી આપી. વાહનના પ્રવેશ માટે મંજુરી માંગે છે, મંજુરી મળે તેની સાથે જેલ Jail સિપાઈ ડ્રાઈવર સહિત આખા વાહનનું ચેકિંગ કરી તેને ગેટમાં પ્રવેશ આપે છે. જો કે જેવું તે વાહન જેલ Jail માં પ્રવેશ કરે તેની સામે બીજો મોટો ગેટ આવે છે, જે બંધ હોય છે. પહેલો ગેટ બંધ કરી દીધા બાદ વાહન બે ગેટ વચ્ચે રોકાય છે. આ જેલ Jail નો આંતરીક ભાગ છે, ત્યાં ફરી જેલ Jail સિપાઈ બીજી વખત વાહન અને ડ્રાઈવરનું ચેકિંગ કરે છે, તેને સંતોષ થાય તો કંટ્રોલરૂમને Controlroom વોકીટોકી Walkie-talkie ઉપર મંજુરી માંગી વાહનને પ્રવેશ આપે છે. વાહન પરત નિકળે ત્યારે પણ આવું જ ચેકિંગ થાય છે કારણ આ વાહનમાં સંતાઈ કોઈ કેદી Prisoner ભાગવાનો પ્રયત્ન પણ કરી શકે છે.



જેલ Jail ના મુખ્ય દરવાજાથી ડાબી તરફ જવાનું બધા જ કેદી Prisoner ઓને પસંદ છે કારણ ડાબી તરફ 25 મીટર ચાલો એટલે પાકા રોડની જમણી તરફ કૌશલ્ય કેન્દ્ર Skill Center છે. જ્યાં જેલ Jail દ્વારા વિવિધ પ્રકારના અભ્યાસક્રમો Courses ચલાવવામાં આવે છે. પાકા રોડની જમણી તરફ બેરેક Barracks છે જ્યારે ડાબી તરફ જેલ Jail ની તોંતિંગ દિવાલ છે. કૌશલ્ય કેન્દ્ર Skill Center પછી તરત સરદાર યાર્ડ Sardar Yard આવે છે. જ્યાં સરદાર વલ્લભભાઇ પટેલ Sardar Vallabhbhai Patel ને રાખવામાં આવ્યા હતા. સરદાર યાર્ડ Sardar Yard પછી તરત ગાંધી યાર્ડ Gandhi Yard આવે છે જ્યાં મહાત્મા ગાંધી Mahatma Gandhi ને રાખવામાં આવ્યા હતા અને તેનાથી આગળ વધો એટલે જેલ Jail ઉદ્યોગની શરૂઆત થાય છે જેમાં કેદી Prisoner ઓ દ્વારા વિવિધ પ્રકારના ઉદ્યોગો ચલાવવામાં આવે છે. આજથી ઈન્દીરા ગાંધી ઓપન યુનિવર્સિટી Indira Gandhi Open University ના કોર્સ શરૂ થતાં હતા જેના કારણે ઓપનએર થીયેટર Open theater તરફથી કેદી Prisoner ઓ પોતાની મેળે કૌશલ્યવર્ધન કેન્દ્ર Skill Development Center માં આવી રહ્યા હતા.

- Advertisement -

કેદી Prisoner ઓના ચહેરા ઉપર ભણવા મળશે તેની ખુશી હતી. જેલ Jail ના નિયમ પ્રમાણે જેલ Jail ની અંદર ફરજ બજવતા જેલ Jail સિપાઈ હથિયારમાં વધુમાં વધુ લાકડી સિવાય કોઈ હથિયાર રાખી શકતા નથી. મહંમદ Muhammad સહિતના તેના 8 સાથીઓને લઈ 4 જેલ Jail સિપાઈ કૌશલ્ય કેન્દ્ર Skill Center માં આવી રહ્યા હતા. બીજા કેદી Prisoner ઓ બંદી ખુલી હોય ત્યારે એકલા નિકળી શકતા હતા પણ મહંમદ Muhammad અને તેના સાથીઓને જેલ Jail સિપાઈ અથવા વોર્ડન વગર વોર્ડ છોડવાની મંજુરી ન્હોતી. મહંમદ Muhammad અને તેના સાથીઓ ધીમા પગલે જેલ Jail ના મુખ્ય દરવાજા તરફ ચાલી રહ્યા હતા. જો કે એક સાથે બધા બહાર નિકળ્યા હોય તેવું લાંબા સમય પછી થયું હતું. આમ પણ તેમને ઘણા વર્ષોથી કોર્ટમાં લઈ જવામાં આવતા ન્હોતા મહિનામાં એકાદ વખત જજ Judge સાહેબ જ જેલ Jail માં આવી જતા હતા. તેમના માટે કોર્ટ પણ જેલ Jail માં જ શરૂ કરવામાં આવી હતી. પોલીસને ડર હતો કે આ કેદી Prisoner ઓને કોર્ટમાં લઈ જવામાં આવશે તો તેઓ ભાગી જશે, જેના કારણે કોર્ટ પણ જેલ Jail માં આવતી હતી. જજ Judge દરેક વખતે પુછતાં હતા કે બોલો જેલ Jail અધિકારીઓ સામે તમારી કોઈ ફરિયાદ છે? તો બધા મહંમદ Muhammad સામે જોતા હતા અને મહંમદ Muhammad કાયમ જવાબમાં ના જ કહેતો હતો.



આજે મહંમદ Muhammad ના ચહેરા ઉપર એક પ્રકારની ખુશી હતી, તેણે જોયું કે બીજા કેદી Prisoner ઓ તેમની તરફ શંકા અથવા કોઈ વિચિત્ર નજરે જોઈ રહ્યા હતા, પણ તેને તેમની નજરની પડી ન્હોતી. તે જેલ Jail નો એક એક ખુણો ધ્યાનથી જોવા માગતો હતો, તેણે તિલક બેરેક Tilak Barracks નું બોર્ડ પણ જોયું, તેણે સાંભળ્યું હતું કે હવે તિલક બેરેક Tilak Barracks માં હિરા ઘસવાની તાલીમ આપવામાં આવે છે, તેનું વાંચન તેના સાથીઓ કરતા સારૂ હતું તિલક બેરેક Tilak Barracks પાસેથી પસાર થયો ત્યારે જાણે મંદિર પાસેથી પસાર થયો હોય તેમ તેણે તિલક બેરેક Tilak Barracks તરફ સહેજ માથુ નમાવી પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. જો કે બીજી જ ક્ષણે તે તેને પોતાની જાત ઉપર ગુસ્સો પણ આવ્યો કારણ આ બેરેક Barracks માં તિલક રહ્યા હતા, ત્યાર બાદ કોઈ કેદી Prisoner ને અહિંયા રાખતા ન્હોતા, પણ હત્યા કેસ Murder case માં પકડાયેલા મંત્રી અમર ઠાકોર Minister Amar Thakor ને આ તિલક બેરેક Tilak Barracks માં રાખ્યા હતા.

ક્યાં લોકમાન્ય તિલક Lokmanya Tilak અને ક્યાં મંત્રી અમર ઠાકોર Minister Amar Thakor .. જો કે મંત્રીને જેલ Jail માં VIP સગવડ મળી રહે તે માટે તેમને તિલક યાર્ડ Tilak Yard માં બધા કરતા અલગ રાખવામાં આવ્યા હતા. મહંમદે Muhammad પોતાના મનમાં આવેલી ધૃણાના ભાવ ખંખેરી નાખી હવે ભણવું છે તે વિષય ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું. તિલક યાર્ડ Tilak Yard વટાવી તેઓ જમણી તરફ વળ્યા જ્યાં હવે તેમની સ્કૂલ School શરૂ થવાની હતી, તે જોવા ન્હોતો માંગતો છતાં તેનું ધ્યાન ડાબી તરફની તોતિંગ દીવાલો Deewal તરફ ગયું, તેને લાગ્યું કે ખુબ ઉંચી દીવાલો Deewal છે અને તેની ઉપર જીવતા ઈલેક્ટ્રોક કરંટ Electric current ના વાયરો પણ પસાર થાય છે. અહિંયા સુધી પહોંચવું અશકય જ છે, છતાં હારવાનું નથી તેવું તેણે પોતાની જાતને કહ્યું.

(ક્રમશ:)

- Advertisement -

PART – 10 | આવુ ક્યારેય થયુ ન્હોતું મહંમદને એક વિચાર આવ્યો તેની સાથે તેના હ્રદયના ધબકાર વધી ગયા



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular