નવજીવન ન્યૂઝ. કચ્છ: ગુજરાતના કચ્છ (Kutch) વિસ્તારમાં ગઇકાલે બીપોરજોય વાવાઝોડાએ લેન્ડફોલ (Cyclone Biparjoy Landfall) કર્યા બાદ હવે વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે, ત્યારે હવે વાવાઝોડું ઉત્તર ગુજરાતમાં (North Gujarat) ત્રાટકી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઇકાલે બીપોરજોય વાવાઝોડું કચ્છના જખૌ વિસ્તારની નજીક ટકરાયું હતું. ત્યાર બાદ કચ્છમાં ભારે નુકશાન થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ કચ્છમાં વીજ પુરવતો ખોરવાયો હોવાથી નુકશાનના ચોક્કસ આંકડા સામે આવી રહ્યા નથી. તેમ છતાં જે વીડિયો અને ફોટોસ સામે આવ્યા છે તે પરથી અંદાજો લગાવી શકાય છે કે વાવાઝોડું કેટલા વેગ સાથે આગળ વધી રહ્યું છે. વાવાઝોડા સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પણ વરસી રહ્યો છે. ઉપરાંત ગુજરાતનાં અન્ય જિલ્લાઓમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
બિપોરજોય વાવાઝોડાની ભયનકતાને જોતા પહેલાથી વહીવટી તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું હતું. સરકારની આ સતર્કતા અને નાગરિકોની સાવચેતીના કારણે વિશાનકારી વાવાઝોડામાં પણ જાનહાનિ ટળી છે, પણ ચીજવસ્તુઓ ભારે નુકશાન થયુ છે. ગુજરાતના કચ્છમાંથી પસાર થયેલા વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ જોવા મળી રહી છે. સવારથી જ વાદળછાયા વાતવરણ સાથે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેને લઈ સાબરમતી નદી પણ હિલોળે ચડી છે. સાબરમતી નદીના પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. ગતરોજ તંત્ર દ્વારા પ્રવાસીઓની સુરક્ષા અને સલામતીના ભાગેરૂપે રિવરફ્રન્ટના લોઅર પ્રોમીનડ, અટલ બ્રિજ સાથે કાંકરિયા લેકફન્ટ્ર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
વાવઝોડાના કારણે દ્વારકામાં મોટાભાગનો વીજ પુરવઠો ખોરવાયો છે. વાવાઝોડાની અસરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વિશાળકાય વુક્ષ પણ રસ્તાઓ પર પડી ગયા છે. તંત્રની બચાવ ટીમ દ્વારા વૃક્ષોને ક્રેન મારફતે એકબાજુ કરી રસ્તો ખુલ્લો કરવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. દ્વારકામાં 1689 જેટલા વીજપોલ પડી ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. કચ્છમાં 191 જેટલા વીજપોલ પડ્યા છે અને જામગનરમાં 776 વીજ પોલ પડ્યા છે.
માંડવીમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે. 60 થી વધુ વુક્ષ પડી ગયા છે જેના કારણે NDRFના જવાનો દ્વારા વિશાળકાય વુક્ષ રસ્તામાંથી એકબાજુ ખસેડી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો આ પ્રકારે ભારે પવન સાથે વરસાદ રહેશે તો તંત્રને પણ કામગીરી કરવામાં ભારે મુશ્કેલી સર્જાઈ શકે છે અને વીજપોલ પડતા ફરી વીજપુરવઠો પૂર્વવત કરવા ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે.
હવામાન વિભાગ દ્વારા કચ્છ, પોરબંદર, જામનગર, સોમનાથ, દ્વારકા અને વેરાવળ સહિત જે દરિયાકિનારે આવેલા જિલ્લાઓ છે, ત્યાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. દ્વારકા, માંડવી અને કચ્છમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે રસ્તાઓ નદીમાં ફેરવાયા છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. એક તરફ પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ વીજ પુરવઠો ખોરવતા લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હજુ પણ તંત્ર દ્વારા લોકોને કારણ વગર બહાર ન જવા અપીલ કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાદ્યસામ્રગી સહિતની વસ્તુઓ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796