નવજીવન ન્યૂઝ.વડોદરાઃ વડોદરાના ડેસર ખાતે બનેલી એક સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય અને હત્યાના ગુનામાં આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ શખ્સે અત્યંત ક્રુર રીતે માત્ર 8 વર્ષના બાળકની હત્યા કરી હતી. પોલીસ પકડી લેશે તેવી બીકે તેણે બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરી તેની ડોકી ત્યાં સુધી મરડી કે કટ અવાજ ન આવ્યા અને તેની હત્યા કરી દીધી હતી. એટલો નિર્દયી આરોપી કોર્ટ સમક્ષ ગુનો કબુલતો ન હતો પરંતુ પોલીસ અને વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજુ કરાયેલા પુરાવાઓ ઘણું બોલી ગયા. પુરાવાઓને આધારે આખરે તેની સામે કોર્ટે લાલ આંખ કરી અને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી હતી.
ઘટના એવી હતી કે વડોદરાના ડેસર ખાતે એક બાળક ગત 21, ઓક્ટોબર, 2016એ એક કરુણ ઘટના બની હતી. ગામના જ એક વ્યક્તિનો ફોન આવ્યો કે કાકાનો દિકરો મળતો નથી તમારા ઘરે આવ્યો છે? બાળકનો કોઈ પત્તો લાગતો ન હતો. રાત્રે દોઢ વાગ્યા સુધી કોઈ રીતે બાળક મળ્યું નહીં. બીજા દિવસે વહેલી સવારે એક મેસેજ આવ્યો કે તારો છોકરો મારા કબજામાં છે, હમણાં બરોડામાં છે અને તારો છોકરો જીવતો જોઈતો હોય તો કાલે સવારે મારો આદમી આવે તેને 10,00,001 રૂપિયા આપી દેજે અને પૈસા કાપડની થેલીમાં લાવવાના, પોલીસને ખબર કરવાની નહીં, નહીં તો મારા માણસના એક ઈશારે તારો છોકરો ખલાસ થઈ જશે, હોશીયાર રહેના ભુલના મત. આ મેસેજે પરિવારના હોશ ઉડાવી દીધા. તેમણે ચિંતામાં નજીકમાં રહેતા એક વ્યક્તિને જાણ કરી. જે પછી થોડા સમય પછી બીજો મેસેજ આવ્યો.
બીજા મેસેજમાં લખ્યું હતું કે ચલ 5,00,00 રૂપિયા આપજે. પછી પાછો થોડીવાર પછી મેસેજ આવ્યો કે 9 બજે પૈસે લેકર પહોંચ જાના, પુલીસ કેસ મત કરના યે દુસરી બાર બતા રહા હું. પૈસા હો જાએ તો મેસેજ કર. ભોગ બનનારે તે પછી મેસેજ કર્યો કે આટલી મોટી રકમ ભેગી કરવા માટે ટાઈમ આપો, દિકરાને કશું કરતા નહીં. અમે રૂપિયનો બંદોબસ્ત કરીએ છીએ. સામેથી વળતો જવાબ આવ્યો કે તું જેટલી શાંતિ રાખીશ તેટલી તારા માટે સારી છે. જોકે ગામમાં વાત વહેતી થઈ અને પોલીસને બાતમી મળી, પીએસઆઈ જે જે પટેલે આ મામલે તુરંત એક્સન લઈ કાર્યવાહી શરૂ કરી, લોકો પાસેથી ઈન્ફર્મેશન કલેક્ટ કરવાની શરૂ કરી. જોકે ગામમાં પોલીસ તેને શોધવા લાગી હોવાની શંકા જતાં તેણે બાળક સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કર્યું અને તેનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી. આરોપીએ બાળકનું ગળું ત્યાં સુધી મરડ્યું કે જ્યાં સુધી કટ અવાજ ન આવ્યો. પછી બાળકની લાશને ફ્રિજના પુંઠાના બોક્સમાં મુકી ગોદડી ઓઢાળી દીધી. તેને મોંઢામાં ડુચો પણ મારી દીધો હતો. અત્યંત નિર્દયતાથી તેણે આ હત્યા કરી હતી. તેણે દિવાળીના સમયે બાળકને ફટાકડા આપવાની લાલચ આપી ખંડણી ઉઘરાવવાના ઈરાદે તેનું અપહરણ કરી લીધું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે જે શખ્સ ભોગ બનનારને મેસેજ કરતો હતો તે મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી ચાટકાબેલીનો મૂળ વતની અને હાલ વડોદરાના ડેસર તાલુકામાં આવેલા છાલીયર ઉંડુ ફળીયુંમાં રહેતા 20 વર્ષિય ધીરેન્દ્રસિંહ ઉર્ફે પપ્પુ ખુમાનસિંહ ઠાકોર (પુવાર) હતો. પોલીસે તેની ધરપકડ કરી અને તેને કોર્ટ સામે રજૂ કર્યો. કોર્ટમાં કેસ ચાલ્યો, આરોપીએ ગુનાનો ઈન્કાર કર્યો પરંતુ કોર્ટ સમક્ષ ફોરેન્સિક પુરાવા, પંચનામું, તપાસના કાગળો, નિવેદનો, આરોપીના પુરાવાઓ, મોબાઈલનું કસ્ટમર રજિસ્ટર, કોલ ડિટેઈલ્સ, એફએસએલની રિપોર્ટ વગેરે પુરાવા રજૂ કરવામાં આવ્યા. જેની સામે આરોપીનું એક ન ચાલ્યું.
ભોગબનનાર તરફથી સરકારી વકીલ સી જે પટેલ દ્વારા આ તમામ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી અને આખરે પોલીસ અને વકીલની મહેનતે આરોપીનો ગુનો કોર્ટ સમક્ષ પુરવાર થયો અને કોર્ટે શખ્સની સામે કડક સજાનું એલાન કરતાં પોક્સો એક્ટ પ્રમાણે આજીવન અને હત્યા તેમજ ખંડણી સહિતના ગુનાઓ મામલે ફાંસીની સજા આપી. કોર્ટે નોંધ્યું કે આ અત્યંત જવલ્લે આચરાતો ગુનો છે જેમાં કોર્ટે તેને સખત સજા ફટકારી હતી. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેરની કેટેગરીમાં મુક્યો હતો. જોકે આ ઘટનાનો સૌથી ભાવનાત્મક ભાગ એ છે કે જ્યારે આ ઘટના ઘટી ત્યારે તેના પિતા જીવીત હતા પરંતુ જ્યારે દિકરાને ન્યાય મળ્યો ત્યારે તેઓ તે ન્યાય જોવા જીવીત નથી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











