નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગાંધીનગરમાં કલોલના (Kalol ) મુલાસણામાં જમીન કૌભાંડ (Mulasana land scam) મામલે પૂર્વ જિલ્લા કલેકટર એસ. કે. લાંગા (S K Langa) સામે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ ગાંધીનગરની જમીનમાં કેટલાક રાજકીય નેતાઓ, અધિકારીઓ અને અમદાવાદના મોટા બિલ્ડરો નામ પણ સામે આવી રહ્યા છે. હવે ગાંધીનગરમાં (Gandhinagar)જમીન કૌભાંડ મામલે કોંગ્રેસે રાજ્ય સરકારે સામે પ્રહારો કર્યા છે અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Former CM Vijay Rupani) સહિત અન્ય મંત્રીઓ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમજ સમ્રગ જમીન કૌભાંડની તપાસ હાઈકોર્ટની દેખરેખ હેઠળ થાય તેવી કોંગ્રેસે માગ કરી છે.
આ અંગે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી પૂર્વ સરકાર સામે આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, “તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ તત્કાલિન મુખ્ય સચિવથી માંડી મુખ્ય અધિકારીઓ અને જાણીતા નામી બિલ્ડરોની હાજરીમાં વારંવાર મિટિંગો થઈ, ત્યાર બાદ આ જમીન બિનખેતી લાયક જમીન તબદીલ કરવા માટે હુકમો કરાયા આ બાબતની ચર્ચા-વિચારણાને મંજૂરીઓ આપવામાં આવી છે. આ જમીન પ્રકરણમાં 2013થી 2020 સુધી તમામ ગેરરિતીઓ કરવામાં આવી. એગ્રીકલ્ચર ઝોનના નિયમો નેવે મૂકી મંજૂરી આપવામાં આવી છે અને વેપાર કરવામાં આવ્યો. રૂપાણી સરકાર બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારે ભ્રષ્ટચાર રોકવાને બદલે ચાલુ જ રાખ્યો છે. વર્તમાન સરકારમાં પણ આ જમીન પર એગ્રીકલ્ચર ઝોન હોવા છતાં બિલ્ડરો દ્વારા કોર્મિશયલ બાંધકામ કરવામાં આવી રહ્યા છે. કરોડો રૂપિયાનો વેપાર થઈ રહ્યો છે અને મંજૂરી વગર કામ થઈ રહ્યું છે.”
અમિત ચાવડાએ વધુમાં કહ્યું હતું કે, “ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં રાજકીય નેતાઓ,અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતથી ગાંધીનગર જિલ્લામાં કલોલ તાલુકાના મુલસાણા ગામમાં 10 હજાર કરોડનું જમીન કૌભાંડ બહાર આવ્યુ છે. જેને જોતા સ્પષ્ટ થાય છે કે સરકારે ગાય અને હિન્દુત્વના નામે માત્ર મત મેળવ્યા છે અને ગાયના મો માંથી ચારો છીનવી લેવામાં આવ્યો છે. તેમજ હિન્દુત્વની લાગણીને ઠેસ પહોંચાડવામાં આવી છે.”
બીજી તરફ વિજય રૂપાણીએ પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, “ભ્રષ્ટચારની વાતો કોંગ્રેસના મોઢે શોભતી નથી મારા પર લગાવેલા આક્ષેપો ખોટા છે. કોંગ્રેસ રાજકીય રોટલા શેકે છે, એસ. કે. લાગાંના કથિત પત્રના અધારે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. ખોટું કરાનારા સામે મે પોતે ઇન્કવાયરી કરી હતી.” તેમણે વધુમાં કહ્યું હાતું કે, “લાગાં સામે અનેક ફરિયાદો આવતી હતી હતી. લાંગા સામે તપાસના ઓર્ડર મે જ આપ્યા હતા. આજે પણ ફાઈલ પર મારા હસ્તાક્ષર છે.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796