Monday, May 11, 2026
HomeNationalવડાપ્રધાન મોદીએ ખર્ચમાં કરકસર કરવાની દેશવાસીઓને કરેલી અપીલ પર રાહુલ ગાંધીના આકરા...

વડાપ્રધાન મોદીએ ખર્ચમાં કરકસર કરવાની દેશવાસીઓને કરેલી અપીલ પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના હૈદરાબાદમાં યોજાયેલી જાહેર સભામાં (Narendra Modi’s rally in Hyderabad Telangana) દેશવાસીઓને કરકસર કરવાના અનેક ઉપાયો બતાવી તેને અનુસરવાર અપીલ કરી હતી. પેટ્રોલ-ડીઝલનો મર્યાદીત ઉપયોગ, વિદેશ પ્રવાસ મુલતવી રાખવા, વર્ક ફ્રોમ હોમ તેમજ સોનાની ખરીદી ટાળવા જેવી અનેક કરકસર કરવા અપીલ કરી હતી. મોદીની કરકસરની અપીલ બાદ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ નરેન્દ્ર મોદીને Compromised PM (લાચાર વડાપ્રધાન) ગણાવ્યા છે.

વડાપ્રધાન Narendra Modi એ જાહેર સભામાં જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે પેટ્રોલ અને ખાતરના ભાવમાં ધરખમ વધારો થયો છે. વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે તેમણે અનેક સૂચન કર્યા હતા. પરિવહન ક્ષેત્રે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવો, મેટ્રો રેલનો ઉપયોગ કરવો, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રાધાન્ય આપવું. કોરોનાકાળની જેમ ફરીથી વર્ક ફ્રોમ હોમ, વર્ચ્યુઅલ મીટિંગ્સ અને વીડિયો કોન્ફરન્સિંગ અપનાવવું. એક વર્ષ માટે સોનાની ખરીદી અને વિદેશ પ્રવાસ મુલતવી રાખવો. ખાદ્ય તેલ અને રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી કુદરતી ખેતી અને ‘સ્વદેશી’ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું.

- Advertisement -

વડાપ્રધાનની આ અપીલને કોંગ્રેસે સરકારની આર્થિક નિષ્ફળતા ગણાવી છે. રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરીને કહ્યું કે, મોદીજીએ જનતા પાસે બલિદાન માગ્યું – સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ વપરાશ ઓછો કરો. ખાતર અને ખાદ્ય તેલ ઓછું વાપરો આ સલાહ નથી, પણ સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. 12 વર્ષમાં દેશને એવા સ્થાને લાવી દીધો છે કે હવે જનતાને જણાવવું પડે છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું, ક્યાં જવું અને ન જવું. દરેક વખતે વડાપ્રધાન જવાબ આપવાથી બચી જવા જવાબદારી જનતા પર નાંખી દે છે. દેશ ચલાવવો હવે ‘Compromised PM‘ના ગજા બહારની વાત છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular