નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં પોલીસ અને બુટલેગરની જુગલબંધી સામે આવી છે. દારૂના કેસમાં પકડાયેલા બુટલેગરને સવલત આપવા અને કોર્ટમાં જલ્દી રજૂ કરવા માટે મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સટેબલે ખીસું ગરમ કરવા જતાં ACBની ચપેટમાં આવી ગયા છે. ACBના ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી.વસાવાએ લાંચનું છટકું ગોઠવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સટેબલ લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. કરાલી પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી ACBના હાથે ઝડપાઇ જતાં પોલીસ સ્ટેશનમાં ફફડાટ મચ્યો હતો.
માહિતી અનુસાર, ફરિયાદી પર ઈંગ્લીશ દારુનો કેસ નોંધાયો હોવાથી તેની અટકાયત કરી હતી. આરોપીને કોર્ટમાં જલ્દી રજુ કરવા અને સવલત આપવા માટે હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર અમૃતલાલ વસાવા ૪૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે ૩૫,૦૦૦ રૂપિયા આપવાના નક્કી થયા હતા. લાંચની રકમ ફરિયાદી પોલીસકર્મીને આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી.

ફરિયાદીની ફરિયાદના આધારે ACBના ટ્રેપીંગ અધિકારી એસ.વી.વસાવા દ્વારા પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કરાલી પાસે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, હેડ કોન્સ્ટેબલે ફરીયાદી સાથે વાતચીત કરી ૩૫ હજારની લાંચની માંગણી કરીને સ્વીકારતા પહેલા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ચોટલીયા સાથે ટેલીફોનથી હેતુલક્ષી વાત કરીને ફરીયાદી પાસેથી ૩૫ હજારની લાંચ લેતા સ્થળ ઉપર ગયા હતા. બંને પોલીસકર્મી એકબીજાના મેળાપીપણામાં લાંચની માગણી કરી લાંચ લેતા ઝડપાઇ જતાં એસીબીએ હેડ કોન્સટેબલને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તપાસ દરમ્યાન મળી આવ્યા ન હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











