નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: CBIએ 23,000 કરોડ રૂપિયાની બેંક છેતરપિંડીના મામલામાં ઋષિ અગ્રવાલ અને એબીજી શિપયાર્ડના અન્ય ડાયરેક્ટર્સ વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યો છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ આરોપીઓને વિદેશ ભાગી જતા અટકાવવા કવાયત શરૂ કરી છે. CBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તમામ આરોપીઓ ભારતમાં છે અને તેઓ દેશ છોડીને ન જાય તે માટે તેમની સામે એલઓસી ખોલવામાં આવી છે. શિપિંગ ફર્મના ડિરેક્ટર્સમાં ઋષિ અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વની કુમારનો સમાવેશ થાય છે. આ કૌભાંડને ભારતનું સૌથી મોટું બેંક કૌભાંડ માનવામાં આવી રહ્યુ છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)એ કહ્યું છે કે એબીજી શિપયાર્ડ્સે સ્ટેટ બેંક સહિત 28 બેંકોને 22,842 કરોડ રૂપિયાની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું છે અને સુરત અને દહેજની એબીજી શિપયાર્ડ એબજી ગ્રુપની અગ્રણી કંપની છે જે શિપબિલ્ડિંગ અને રિપેરિંગના કામમાં સંકળાયેલી છે. તેના શિપયાર્ડ ગુજરાતના દહેજ અને સુરતમાં આવેલા છે. એબીજી શિપયાર્ડ કેસમાં જારી કરવામાં આવેલી લુકઆઉટ સર્ક્યુલર નોટિસ દેશમાં આવા કેસોની યાદીમાં નવી છે. આ પહેલા પંજાબ નેશનલ બેંક ફ્રોડ કૌભાંડમાં નીરવ મોદી અને તેના કાકા મેહુલ ચોક્સી અને બેંક લોન ડિફોલ્ટ કેસમાં કિંગફિશર એરલાઇન્સના વિજય માલ્યા સામે પણ આવી જ નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ વિદેશમાં છે અને તેમના ભારત પ્રત્યાર્પણના પ્રયાસો ચાલી રહ્યા છે.
ગુજરાત સ્થિત કંપની એબીજી શિપયાર્ડ લિમિટેડ અને એબીજી ઈન્ટરનેશનલ લિમિટેડને 28 બેંકોના કન્સોર્ટિયમે લોન આપી હતી, SBI બેંકના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કંપનીના ખરાબ પ્રદર્શનના કારણે નવેમ્બર 2013માં તેનું એકાઉન્ટ એનપીએ થઈ ગયું હતું. કંપનીને બચાવવાના ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં સફળતા મળી નથી. આ પછી કંપનીનું ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું હતું, જેની જાણ 2019માં કરવામાં આવી હતી, જેનું નેતૃત્વ ICICI બેંક દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક હોવાને કારણે SBIએ CBIમાં ફરિયાદ નોંધાવી હતી. બેંકોને 22,842 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું, જેમાં સૌથી વધુ નુકસાન ICICI બેંકને 7,089 કરોડ રૂપિયા થયું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.