નવજીવન ન્યૂઝ: સંસદનું બજેટ સત્ર LIVE: સંસદનું બજેટ સત્ર પણ શિયાળુ સત્રની જેમ તોફાની બને તેવી શક્યતા છે અને વિપક્ષ પૂર્વ પેગાસસ જાસુસી કેસ અને લદ્દાખમાં ચીનની ‘ઘૂસણખોરી’ જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. બજેટ સત્રની શરૂઆત 31 જાન્યુઆરીથી થઈ હતી, પહેલા દિવસે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2021-22 માટે આર્થિક સર્વે રજૂ કર્યો હતો જ્યારે 1 ફેબ્રુઆરી, મંગળવારે તેમણે નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.
કોવિડની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને, કોવિડ સંબંધિત ગાઈડલાઈનનું પાલન કરવા માટે સત્રના પ્રથમ તબક્કા દરમિયાન લોકસભા અને રાજ્યસભા દિવસમાં જુદા જુદા સમયે બેઠક કરી રહી છે. લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા બુધવારથી શરૂ થશે, સંભવ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ફેબ્રુઆરીએ ચર્ચાનો જવાબ આપે. લોકસભા સચિવાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા માટે ચાર દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો છે. સંસદના બજેટ સત્રનો પ્રથમ તબક્કો 31 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી વિવિધ વિભાગોની બજેટ ફાળવણી અંગે વિચારણા કરવા માટે રજા રહેશે. બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલ સુધી ચાલશે.
રાજ્યસભાના ત્રણ સાંસદો ફૌઝિયા ખાન, સુશીલ કુમાર મોદી અને સંજય સિંહે રેલવે ભરતી બોર્ડ (આરઆરબી) પરીક્ષા પ્રક્રિયામાં અનિયમિતતાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે ગ્રુપ ડી માટે માત્ર એક જ પરીક્ષા હોવી જોઈએ. રેલવે ભરતી બોર્ડે હવે બે પરીક્ષા લેવાનું કેમ નક્કી કર્યું છે?
કોવિડને ધ્યાનમાં રાખીને, રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તમામ સાંસદો અને મંત્રીઓને સામાજિક અંતર જાળવવા વિનંતી કરી હતી. તેમણે તમામ સભ્યોને પોતાને ફાળવવામાં આવેલી બેઠક પર જ રહેવા વિનંતી કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.