નવજીવન ન્યૂઝ. લખનૌ: દેશની સંસદમાં જાણે સાંસદોની હકાલપટ્ટીનું સત્ર ચાલી રહ્યું હોય તેમ સાંસદોની હકાલપટ્ટી થઈ રહી છે. પક્ષમાં આંતરિક વિખવાદ કે પછી કોઈ એવી પ્રવૃત્તિ જે અનુશાસિત ન હોય તેવી પ્રવૃત્તિ માટે સાંસદ પદ રદ થઈ રહ્યા છે, ત્યારે બહુજન સમાજ પાર્ટીના (BSP) સાંસદ દાનિશ અલીની (MP Danish Ali) BSPએ પાર્ટીમાંથી હકાલપટ્ટીના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરોહાથી સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સસ્પેન્ડ કરવામા આવ્યા છે. સાંસદ દાનિશ અલીને કોંગ્રેસ સાથે ઊભા રહેવા બદલ સસ્પેન્ડ કરવાની અટકળો છે. સોશિયલ મીડિયા X પર પોસ્ટ થયેલા પાર્ટીના પત્રમાં સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરવાની માહિતી સામે આવી છે. વધુમાં રાષ્ટ્રીય મહાસચિવ દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામા આવ્યું છે કે, સાંસદ દાનિશ અલીને અગાઉ પણ પાર્ટી વિરોધી પ્રવૃત્તિ બદલ મૌખિ સૂચનાઓ આપવામાં આવી હતી.
પત્રમાં એમ પણ કહેવામા આવ્યું કે, દાનિશ અલી દેવગૌડાની પાર્ટીમાં સક્રિય હતા. સાંસદ દાનિશ અલીને પાર્ટી વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ બહુજન સમાજ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મહુવા મોઈત્રા પર પણ કેશ ફોર ક્વેરીના આરોપસર એથિક્સ કમિટીના રિપોર્ટ બાદ સાંસદ પદેથી હાકી કાઢવામાં આવ્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796