નવજીવન ન્યૂઝ.બેંગાલુરુઃ આઈપીએલ ક્રિકેટ મેચમાં આ સીઝન જીતનારી RCBની જીત બાદ ખેલાડીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીથી લઈ રાજ્યપાલ પણ જોડાયા અને ક્રિકેટ ફેન્સ પણ દોડી આવ્યા. આવા કાર્યક્રમના મેનેજમેન્ટની મોટી બેદરકારી પણ સામે આવી. ભીડ ધક્કામુક્કી અને ભાગદોડ કરવા લાગી. પોલીસે સ્થિતિને કાબુ કરવા હળવો લાઠીચાર્જ પણ કર્યો પરંતુ આખરે મેચના ચક્કરમાં 10 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના દરમિયાન એક બાળક બેભાન પણ થઈ ગયું હતું. તેને તુરંત પોલીસની મદદથી સારવાર માટે ખભે લઈને દોટ લગાવવી પડી હતી.
રોયલ ચેલેંજર્સ બેંગલુરુની જીત પરેડ દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. ભીડમાં દોડાદોડ થઈ જતા 10 વ્યક્તિના મૃત્યુના અહેવાલ મળી રહ્યા છે. તેમાં એક મહિલા પણ શામેલ છે. ત્યાં જ 50થી વધારે લોકો ઘાયલ થઈ ગયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
સ્થિતિ ખુબ ગંભીર બની ગઈ છે, ઘણા લોકો બેભાન થયા છે, ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ છે. લોકો પણ એક બીજાની મદદ કરી રહ્યા છે. પરંતુ મેચના ફિવરમાં 7 પરિવારોમાં હવે શોકનું મોજું ફરી વળશે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








