Thursday, October 2, 2025
HomeGeneralબાયડ: ડી.જે ના માલિક અને તેના મળતીયાઓએ આદિવાસી મહિલાને થપ્પડ ઝીંકી, FIR

બાયડ: ડી.જે ના માલિક અને તેના મળતીયાઓએ આદિવાસી મહિલાને થપ્પડ ઝીંકી, FIR

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અરવલ્લી: સમગ્ર દેશમાં આઝાદીના ૭ દાયકા પછી પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજના લોકોનો અશ્પ્રુષ્યતા પીછો છોડતી નથી અરવલ્લી જીલ્લાના બાયડ શહેરમાં આદિવાસી સમાજના લોકોએ તેમના ફળિયામાં રામદેવપીર મંદિરના પાટોત્સવમાં વરઘોડા ડી.જે સાથે કાઢ્યો હતો એક આદિવાસી યુવક ઉત્સાહમાં ડી.જે પર નાચવા ચઢી જતા તેને ડી.જે.ના સંચાલક અને તેના મળતિયાઓએ નીચે ઉતારી દેતા સામાન્ય ઝગડો થયો હતો. તેની અદાવત રાખી જાતિગત માનસિકતાથી પીડાતા ડી.જે.સંચાલક અને તેના મળતીયાઓએ નવા નગરી વિસ્તારમાં પહોંચી બેફામ ગાળો બોલી ભયનો માહોલ સર્જી આદિવાસી સમાજ પ્રત્યે અપમાનજક શબ્દનો પ્રયોગ કરી હાથપગ તોડી નાખવાની અને જોઈ લેવાની ધમકી આપી, તે પછી ફફડી ઉઠેલી મહિલાએ બાયડ પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 



- Advertisement -

બાયડ શહેરમાં ડી.જેના સંચાલક તુષાર ઉર્ફે ચેચીયો ઠાકોર અને રણજિત ઠાકોરનું ડી.જે બાયડ શહેરના નવાનગરી વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારોએ મહાબીજના પાટોત્સવમાં બોલાવ્યું હતું અને શહેરમાં વરઘોડો કાઢ્યો હતો વરઘોડામાં વિજય વસાવા ડી.જે પર ચઢી જતા બંનેએ નીચે ઉતરી જવા યુવક સાથે ઝગડો કરતા ડી.જે સંચાલકના સમર્થનમાં અજય ઠાકોર અને નાથીયો ઠાકોર પહોંચી ઝગડો કરી યુવકને નીચે ઉતારી દીધો હતો આ ઝગડાની અદાવત રાખી ચારેય શખ્સો આદિવાસી પરિવારો રહેતા નવાનગરી વિસ્તારમાં રહેતા પહોંચી દેકારો મચાવી આદિવાસી સમાજ પ્રત્યે બેફામ અપમાનજક શબ્દો બોલી અને બહાર નીકળો તમને છોડવાના નથી કહી ભયનો માહોલ સર્જી ત્યાંથી પસાર થતી આદિવાસી મહિલા કાશીબેન વસાવા થપ્પડ મારી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી.

કાશીબેન પીરાભાઈ વસાવાએ બાયડ પોલીસ સ્ટેશનમાં ૧) નાથીયા ઠાકોર,૨) અજય ચીમનભાઈ ઠાકોર,૩) રણજીતભાઇ ધુળાભાઈ ઠાકોર અને ૪) તુષાર ઉર્ફે ચેચીયો ધુળાભાઈ ઠાકોર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાવતા બાયડ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular