Sunday, November 2, 2025
HomeGeneralગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

ગુજરાતની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર કરી છે. ચૂંટણી પંચના અધિકારી દ્વારા પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત પ્રમાણે બેલેટ પેપરથી આ ચૂંટણી યોજાશે. સાથે જ ગુજરાતમાં 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે જે 22મી જૂને યોજાશે અને 25મી જૂને પરિણામ જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે જાહેરાત સાથે જ આચારસંહિતા લાગુ થાય છે.

ગુજરાતમાં ઘણા સમયથી રાહ જોવાતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જોકે આ ચૂંટણી ચર્ચાસ્પદ એટલે પણ બની છે કે તેમાં બેલેટ પેપરથી મતદાન કરવાનું છે. આજે બપોરે રાજ્ય ચૂંટણી કમિશન દ્વારા પત્રકારો સમક્ષ આ અંગે જાહેરાત કરવામાં આવી છે. 8થી વધુ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની જાહેરાત કરતા ચૂંટણી અધિકારી કહે છે કે, આગામી 22 જૂને ગુજરાત રાજ્યમાં 8326 પંચાયતોની ચૂંટણી થશે.

- Advertisement -

તેમણે એવું પણ કહ્યું કે, આ ચૂંટણીના પરિણામો 25મી જૂને જાહેર કરવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને 2 જૂને એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે સાથે ઉમેદવારી પત્રો ભરવાનું શરુ થશે. 9 જુને ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ છે જ્યારે 11 જુન સુધીમાં ઉમેદવારને અંતિમ સમય મળશે કે તે ઉમેદવારી પાછી ખેંચી શકે.

આ ચૂંટણીમાં ઈવીએમનો ઉપયોગ કરવામાં નહીં આવે. આ ચૂંટણી બેલેટ પેપરથી થશે. ચૂંટણી પંચે જાહેરાત કરતા કહ્યું છે કે, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ મંગળવારે 10 જૂન રાખવામાં આવી છે. મતદાન સવારે 5 વાગ્યેથી સાંજે 6 વાગ્યા સુધી કરી શકાશે. ચૂંટણી પ્રક્રિયા 27 જૂન 2025 સુધી પૂર્ણ કરી દેવામાં આવશે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular