Saturday, October 4, 2025
HomeGeneralઅટલબિહારી બાજપાઈએ ગાંધીનગરમાં કહ્યુ હતું આંબાને કેરી લાગે એટલે તે નમી પડે...

અટલબિહારી બાજપાઈએ ગાંધીનગરમાં કહ્યુ હતું આંબાને કેરી લાગે એટલે તે નમી પડે છે, સત્તાના ઝાડનું પણ કઈક આવુ છે.

- Advertisement -

પ્રશાંત દયાળ(નવજીવન ન્યૂઝ. અમદાવાદ): પહેલા જનસંઘ અને પછી ભાજપ પાસે અટલબિહારી બાજપાઈ જેવા એક કદાવર નેતા હતા, જેમને આખો દેશ તો ઠીક પણ વિરોધ પક્ષના લોકો માત્ર પ્રેમ કરે નહીં તેમન આદર આપવાની ફરજ પડે તેવુ વ્યકિત્વ હતું. 1995માં ગુજરાતમાં ભાજપને પહેલી વખત વિધાનસભામાં સત્તા મળી. ગાંધીનગરના ટાઉનહોલમાં એક ભવ્ય સમારંભ રાખવામાં આવ્યા હતો. જેમાં પ્રદેશના નેતા સહિત અટલબિહારી બાજપાઈ પણ આવ્યા હતા. સમારંભમાં બાજપાઈએ નોંધ્યુ કે રાજયના નાનાથી લઈ પ્રદેશ કક્ષાના તમામ લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ અને જુસ્સો છે. જયારે મંચ ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી બાજપાઈજી આપણને સંબોધીત કરશે ત્યારે ભાજપના કાર્યકરોઓએ તાળીઓ સુત્રોચ્ચારથી તેમનું અભિવાદન કર્યુ.



અટલબિહારી એક સારા વકતા હતા, તેઓ જયારે બોલવા ઉભા થાય ત્યારે શ્રોતામાં એટલી શાંતિ છવાઈ જતી કે ટાંકળી પડે તો પણ અવાજ આવે, આવી જ સ્થિતિ ગાંધીનગર ટાઉનહોલની હતી. બાજપાઈએ પહેલા તો ચુંટણી જીતવા માટે ગુજરાતના નાના મોટા તમામ નેતાઓને અભિનંદન આપ્યા અને કહ્યુ હવે જ ખરો સમય આવ્યો આપણને સત્તા મળી ગઈ પણ આપણે કેટલીક બાબતની તકેદારી રાખવાની છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યુ આંબાને ઝાડને જયાં સુધી કેરીઓ લાગતી નથી ત્યાં સુધી આંબો ટટ્ટાર ઉભો રહે છે, પણ જેવી કેરીઓ લાગવા માંડે આંબા નીચે નમવા લાગે છે, આપણે સ્થિતિ પણ આવી છે, જયાં સુધી આપણે સત્તામાં ન્હોતા, ત્યાં સુધી આપણે ટટ્ટાર ઉભા હતા પણ હવ આપણા વૃક્ષને સત્તા રૂપી કેરીઓ લાગી છે, આપણે આંબાની જેમ નમ્ર થવાની જરૂર છે.



આપણી નમ્રતાનો અહેસાસ આપણા કાર્યકરથી લઈ સામાન્ય લોકોને થવો જોઈએ કારણ સત્તામાં આપણે છકી જઈશુ તેવો મને ભય લાગે છે, બસ આજના પ્રસંગે મારે એટલુ જ કહેવુ છે, સત્તા મળ્યા પછી આપણે વધુ નમ્ર થઈએ, જો કે કદાચ બાજપાઈએ ટાઉનહોલ છોડયો પછી તરત જ તેમના નેતાઓ અને કાર્યકર બાજપાઈની સલાહ ભુલી ગયા હોય તેવુ લાગે છે, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જયારે ગુજરાતના બાળકોના અભ્યાસક્રમમાં જયારે ગીતા સામેલ કરવામાં માગે છે પરંતુ લાગે છે ગીતાનો સાર તેવો સમજયા નથી, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે જે ટીકા થઈ રહી છે તેવા પ્રસંગે તેમણે બાજપાઈની સલાહ પ્રમાણે કહેવુ જોઈએ કે અમારી ભુલ હશે તેને સુધારી વધુ સારૂ કરવાનો પ્રયાસ કરીશુ, પરંતુ તેમણે તો ટીકાકારોને ગુજરાત અને દેશ છોડી દેવાની સલાહ આપી દીધી.



ગત સરકારમાં જેઓ મંત્રી હતા તેમની વાણી અને વ્યવહાર પણ કઈક જીતુ વાઘાણી જેવો હતો, તેઓ પોતાની સત્તાને અમર સમજતા હતા, પણ એક જ ક્ષણમાં તેમના અભિમાનના વિમાન ધરતી ઉપર આવી ગયા, સત્તા આવતી જતી હતી, પ્રજા સાલસ લોકોને જ યાદ રાખે છે, સત્તાના સિહાસન ઉપર બેસવુ સહેલુ છે પણ લોકાના દીલમાં રાજ કરવુ અધરૂ છે, સમય બદલાતા વખત લાગતો નથી, શિક્ષણ મંત્રી જો નમ્રતા રાખે નહીં તો ગુજરાતના બાળકો પાસે આપણે શુ અપેક્ષા રાખીશુ, જીતુ વાઘાણી સાથે મારો વ્યકિતગત પરિચય નથી, સ્વભાવીક છે તેઓ અન્ય નેતાઓ મંત્રીની જેમ મને પસંદ કરતા નહીં હોય પણ પત્રકાર કોઈને રાજી કે દુખી કરવા લખતો નથી, રાજી અને દુખી થવુ તે સમાચારની બાય પ્રોડકટ છે.

- Advertisement -

જીતુ વાઘાણીના શબ્દોમાં તો ઠીક પણ તેમના વ્યવહાર સત્તાનો મદ છલકે છે, રોજ સવારે તમારો ચહેરો ટીવી ઉપર દેખાતો હોય ત્યારે આવી ભુલ થવાની શકયતા છે, પણ આ ટીવી વાળા પણ તમારી પાસે સત્તા છે ત્યાં સુધી આવશે સત્તા ગયા પછી ભુત ભાઈ પણ પુછવા આવતા નથી, એટલે કેમેરા, બુમ, રોલ કેમેરા સાંભળી આપણે રોલ થઈ જવુ જોઈ નહીં, આવી સમસ્યા માત્ર જીતુ વાઘાણીને છે તેવુ નથી આવી ભુલો આપના પ્રદેશ નેતા ગોપાલ ઈટાલીયા પણ કરે છે, તેમની સામે પણ કેમેરા આવી જાય છે ત્યારે પ્રમાણભાન જતુ રહે છે, પહેલા હાર્દિકે પટેલે પણ આવો જ પ્રકાર અનેક વખત કર્યો હતો પણ હવે સમયની સાથે તેમા બદલાવ જોવા મળે છે, કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથેની મુલાકાતમાં તેમણે પણ કબુલ્યુ કે જાહેર મંચ ઉપરથી કયારેક એવુ બોલાઈ જાય છે પછી લાગે છે આવુ ના થયુ હોત તો સારૂ હતું.



જયારે કોઈ જાહેર જીવનમાં છે ત્યારે કામ અને બોલવામાં ભુલ થવાની જ છે, પણ જીવનમાં એક સેલ્ફ કરેકશન પણ થવુ જોઈએ, ભાજપના નેતાઓ બાજપાઈ જેવા ચારિત્રમાં ભલે કદાવર થાય નહીં પણ બાજપાઈના પગલે થોડાક ડગલાં પણ ચાલી શકે તેવા પ્રયાસ જરૂર થવો જોઈએ.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular