નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં ખૂંખાર જંગલી પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે જેમાં ખૂંખાર દીપડાઓ શીકાર અને પાણીની શોધમાં માનવ વસવાટ તરફ ધસી આવતા હોવાની સાથે પશુઓનું મારણ કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે ત્યારે ભિલોડા તાલુકાના વાંકાનેર અને મઉં ગામના જંગલ વિસ્તારમાં ખુંખાર દીપડાની બેલડી વિહરતી હોવાના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સ્થાનીક લોકોમાં ફફડાટ ફેલાયો છે. વાંકાનેર ગામના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં ખુંખાર દિપડાએ ગાય અને બકરાનો શિકાર કરતા પશુપાલકો અને લોકોમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. વનવિભાગ તંત્ર હરકતમાં આવ્યું છે અને દીપડાની જોડીની શોધખોળ આદરી દીધી છે.
ભિલોડા તાલુકાના વાંકાનેર અને મઉં ગામના અંતરિયાળ જંગલ વિસ્તારમાં ખુંખાર દિપડાની જોડીના આંટા ફેરા વધતા વિડીયો સોશિયલ મિડિયામાં વાઈરલ થતા પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે.વાંકાનેર ગામના ઝાંઝરી વિસ્તારમાં ઝાંઝરી માતા અને શિવજીના મંદિર પાસે ખુંખાર દિપડો ફરતો જોવા મળે છે.ગાય અને બકરાનું મારણ કરતા પશુ પાલકો ભયભીત બન્યા છે.પશુ પાલકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.અંતરિયાળ ડુંગરાળ ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ધણા વર્ષોથી ખુંખાર દિપડાના અવિરતપણે આંટા ફેરા શરૂ રહેતા વન્ય હિંસક પ્રાણી વારંવાર પશુઓનું મારણ કરતા ખેડુતો , પશુ પાલકો અને શ્રમજીવીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પશુ પાલકોને રાત્રી દરમ્યાન ઉજાગરા કરવાનો વારો આવ્યો છે.
પશુ પાલકો દિપડાને ભગાવવા માટે રાત્રે ફટાકડાની આતશબાજી કરવાનો વારો આવ્યો છે.ભિલોડા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં સત્વરે પાંજરૂ મુકીને ખુંખાર દિપડાને ઝડપી લેવા માટે વાંકાનેર ગ્રામ પંચાયત સરપંચ વિનોદભાઈ એ. બરંડાએ વન વિભાગના આર.એફ.ઓ , આર.વી.પટેલ ને લેખિતમાં જાણ કરી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગ અધિકારીઓએ જંગલ વિસ્તારમાં સ્થળ તપાસ હાથ ધરી હતી.
અરવલ્લી: ભિલોડા વાંકાનેર-મઉંના જંગલમાં ખૂંખાર દીપડાની જોડી આંટાફેરા મારતો Video વાયરલ થતા લોકોમાં ભય, જુઓ pic.twitter.com/ZCZGwcXGU9
— Navajivan News (@NavajivanNews) February 15, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.