Thursday, April 30, 2026
HomeGujaratઆણંદ પોલીસને ચોરનો પડકાર, પોલીસ સ્ટેશનમાં બારી તોડી 8.60 લાખના ગાંજાના...

આણંદ પોલીસને ચોરનો પડકાર, પોલીસ સ્ટેશનમાં બારી તોડી 8.60 લાખના ગાંજાના જથ્થાની ચોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. આણંદઃ આણંદમાં ચોરે પોલીસને પડકાર આપી રહી હોય તે પ્રકારની ઘટના પ્રકાશમાં આવી છે. દિવાળીના તહેવારના મોટાભાગના લોકો ફરવા જતાં ઘર-દુકાનોમાં ચોરીની ઘટનામાં વધારો થતો હોય છે. પરંતું આણંદમાં તો ચોરે પોલીસ સ્ટેશનમાં જ હાથ ફેરો કરી લીધો છે. આણંદ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરવામાં આવેલા ગાંજાના જથ્થાની ચોરી કરીને ચોક ફરાર થઈ ગયા છે. રાત દિવસ પ્રજાની સલામતી રાખતી પોલીસના સ્ટેશનમાં જ ચોરી ઘટના સામે આવતા પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આણંદના બોરસદ તાલુકાના વિરસદ ગામમાં પોલીસ સ્ટેશનમાંથી ગાંજાના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે. પોલીસ દ્વારા 4 વર્ષ અગાઉ આ ગાંજાના જથ્થાને ઝડપી પાડીને પોલીસે કબ્જે લીધો હતો. પોલીસ કર્મીની હાજરીમાં જ પોલીસ સ્ટેશનમાંથી નશીલા પદાર્થની ચોરી થઈ જતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ચોરે પોલીસ સ્ટેશનના રૂમની પાછળ આવેલી બારીના સળિયા ખેંચી, ઈંટ કાઢીને પોલીસ સ્ટેશનમાં ઘુસ્યા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં રહેલો 8.60 લાખના ગાંજાના જથ્થાને લઈને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

પોલીસ સ્ટેશનમાં થયેલી ચોરી અંગે પોલીસ તપાસ શરૂ કરી છે અને અજાણ્યા વ્યક્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સ્ટેશનમાં હાથ ફેરો કરનારને શોધવા માટે એલસીબી સહિતની ટીમ કામે લાગી છે. પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં જ ચોરી થતાં હવે સામાન્ય પ્રજા પોલીસ પાસે શુ અપેક્ષા રાખશે તે એક મોટો સવાલ છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular