Tuesday, April 7, 2026
HomeGujaratદૂધ ચોરી અને ભેળસેળ અટકાવવા Amul એ લીધો નિર્ણય, મંડળીઓમાં સવારે અને...

દૂધ ચોરી અને ભેળસેળ અટકાવવા Amul એ લીધો નિર્ણય, મંડળીઓમાં સવારે અને રાતે 9 વાગ્યા પછી દૂધ નહીં લેવાય

- Advertisement -

નવજીવન ન્યૂઝ, આણંદ : AMUL દ્વારા દૂધ કલેક્શનની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવી પ્રક્રિયા મુજબ નિર્ધારિત સમય પછી સિસ્ટમ ઓટૉમેટિક લૉક થઈ જશે. દૂધ મંડળી કોઈપણ સભાસદનું દૂધ સવારના 9 અને રાત્રિના 9 કલાક પછી લઈ શકશે નહીં. આ નવી પ્રક્રિયા 10 એપ્રિલથી શરૂ કરવામાં આવશે.

ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (AMUL) દ્વારા દૂધ ચોરી અને તેમાં થતી ભેળસેળ અટકાવવા દૂધ કલેક્શન પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવશે. આ નવી પ્રક્રિયા 10 એપ્રિલથી શરૂ થશે એટલે દૂધ મંડળી સવારના 9 પછી અને રાત્રિના 9 પછી કોઈપણ સભાસદનું દૂધ લઈ શકશે નહીં. અમુલ સાથે ખેડા (Kheda), આણંદ (Anand) અને મહીસાગર જિલ્લા (Mahisagar District) ની 1200થી વધુ દૂધ મંડળીઓ જોડાયેલી છે. દૂધ મંડળીઓ પશુપાલકો પાસેથી ગાય, ભેંસ અને ઘેટા-બકરાનું દૂધ એકત્ર કરીને અમૂલમાં મોકલે છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલીક દૂધ મંડળીઓ દ્વારા ગેરરીતી આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

દૂધ મંડળીમાં કામ કરતા કર્મચારીઓની ગેરહાજરીમાં ગોલમાલ થાય છે. કર્મચારીઓ દૂધ મંડળીમાંથી ફરજ પૂર્ણ કરીને નીકળે તે પછી દૂધ ચોરી અને દૂધમાં ભેળસેળ (Adulteration in Milk) થતી હોવાનું ધ્યાને અમુલ દ્વારા દૂધ કલેકશનની પ્રક્રિયા (Milk Collection Process by AMUL) માં ફેરફાર કરાયો છે. સવારના 9 અને રાત્રિના 9 પછી કૉમ્પ્યુટર સિસ્ટમ લૉક થઈ જશે. કોઈપણ મંડળીની મેન્યુઅલ રિક્વેસ્ટ ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular