Thursday, October 16, 2025
HomeGujaratAhmedabadબે પગવાળા આખલા શોધવાની લડત સાથે માલધારીઓએ ગૌચર ફાળવવા માટે શરૂ કર્યું...

બે પગવાળા આખલા શોધવાની લડત સાથે માલધારીઓએ ગૌચર ફાળવવા માટે શરૂ કર્યું આંદોલન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ શહેરમાં રખડતાં ઢોર (Stray Cattle) મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટમાં (Gujarat High Court) કરવામાં આવેલી જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને ઢોર નિયંત્રણ પોલિસી ઘડી તેનો ચુસ્તપણે અમલ કરવા માટે નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટના આકરા વલણથી તંત્ર પણ સક્રિય થયું હતું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પશુત્રાસ અટકાવ અને નિયંત્રણ પોલીસી-2023 જાહેર કરવામાં આવી હતી.

પશુત્રાસ અટકાવ પોલીસી અંતર્ગત માલદારીઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે, 1 ડિસેમ્બર સુધીમાં માલધારીએ પોતાના ઢોરનું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તથા ઢોર રાખવા પોતાના ભોગવટાની એટલે કે માલીકીની જમીન હોવી આવશ્યક છે. જે માલધારી પાસે માલીકીની જમીન ન હોય તેઓએ શહેરની હદ છોડી જવાની અંતિમ નોટીસ પણ ગઈકાલે આપવામાં આવતા માલધારીઓ સરકાર પાસે ગૌચર ફાળવવાની માગ કરી રહ્યા છે. તેમજ માલધારીઓ દ્વારા આજે ગૌચર ફાળવવાની માગ સાથે બાપુનગરમાં આવેલા ભીડભંજન મંદિરથી આંદોલન કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે ઢોર નિયંત્રણ પોલીસી માટે અંતિમ નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. સાથે જ આગામી સપ્તાહથી એટલે કે, 1 ડિસેમ્બરથી રજીસ્ટ્રેશન વગરના પશુઓને પકડીને પશુમાલિક સામે કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. જેના પ્રતિસાદરૂપે માલધારી સમાજ પણ તંત્ર સામે લડી લેવાના મૂડમાં છે. માલધારી એકતા સમાજના પ્રમુખ નાગજી રબારીએ વિડીયો શેર કરીને જાહેરાત કરી હતી કે, હવે માલધારી સમાજની લડત ચાલુ થવાની છે. આ લડત અકસ્માતમાં નિર્દોષ લોકોનો જીવ જાય કે રસ્તામાં પશુઓ આડે આવી જાય તેની નથી પણ આ લડત બે પગવાળા આખલા શોધવાની છે. જેઓ ગૌચરની જમીન ગળી ગયા છે તેમને ડબ્બામાં પૂરવાની જરૂર છે.

આ સાથે જ માલધારી એકતા સમાજના પ્રમુખ નાગાજી રબારીએ તંત્ર સામે આંદોલન કરવાની જાહેરાત કરી હતી કે, માલધારી સમાજ બાપુનગરમાં આવેલા ભીડભંજન મંદિરથી આંદોલન કરશે. તેમજ આ આંદોલનમાં અસંખ્ય લોકો ભાગ લેશે. માલધારી સમાજમાં ઢોર નિયંત્રણ પોલીસીને લઈ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે માલધારીઓનું આ આંદોલન કેવા પ્રકારના પરિણામ આપે છે તે જેવાનું રહેશે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular