નિકુંજ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી કારનું પગેરું શોધી મુંબઈ પોલીસે સૌ પ્રથમ અફઝલ ઉસ્માની અને બાદમાં સપ્ટેમ્બર ૨૦૦૮માં મોહંમદ સાદિક ઇસરાર અહમદ શેખને તાબામાં લીધો હતો. મોહંમદ સાદીક શેખની પૂછપરછ દરમિયાન અમદાવાદ અને દિલ્હી સહિત દેશભરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ સાથે ઇન્ડિયન મુજાહીદ્દીન મોડ્યુલનો પર્દાફાશ થયો હતો.
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં સાદીકે તેના કેટલાક સાગરિતો બાટલા હાઉસમાં છુપાયા હોવાની ચોંકાવનારી માહિતી આપી હતી. જેને પગલે મુંબઈ પોલીસની એક ટીમ તાત્કાલિક દિલ્હી રવાના થઈ ગઈ હતી. કોઈને અણસાર ન આવે તે રીતે પોલીસે બાટલા હાઉસને ઘેરી લીધું હતું. પોલીસ સાઉથની ટીમનું નેતૃત્વ સંભાળતા રિયાઝ ભટકલ સુધી પહોંચવા માગતી હતી. જેને પગલે તેમણે બાટલા હાઉસ ઓપરેશન સ્થગિત રાખ્યું હતું.
બીજી તરફ મુંબઈ પોલીસની આ માહિતી કોઈક રીતે દિલ્હી પોલીસ પાસે પહોંચી ગઈ. મુંબઈ પોલીસ બાટલા હાઉસની આસપાસ જ ક્યાંક હાજર હોવાની જાણ થયા બાદ અચાનક દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે ઓપરેશન હાથ ધર્યું. જેમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ મોહનચંદ્ર શર્માનું આતંકવાદીઓની ગોળીઓથી મોત નીપજ્યું. આ એન્કાઉન્ટરમાં આતિફ અમીન અને મોહમ્મદ સાજીદ નામના આતંકવાદીઓ માર્યા ગયા હતા. જ્યારે આરીફ ખાન અને સૈફ મોહમ્મદ ભાગવામાં સફળ રહ્યા હતા. જોકે જીશાન ઝડપાઇ ગયો હતો.

દિલ્હી પોલીસે ઉતાવળ ન કરી હોત તો રિયાઝ ભટકલ પકડાઈ જાત
મુંબઈ પોલીસે રિયાઝ ભટકલને પકડવાના ભાગરૂપે જ એક ટીમ બાટલા હાઉસ નજીક ગોઠવી હતી. જ્યારે અન્ય ટીમ આઝમગઢ મેંગ્લોર વગેરે ઠેકાણે પહોંચી હતી. રિયાઝ પાસે કર્ણાટકનું સિમકાર્ડ ધરાવતો મોબાઈલ ચાલુ હતો. મુંબઈ પોલીસ તેનું લોકેશન શોધી રહી હતી. જોકે શંકા જતા તેણે મોબાઈલ સ્વીચ ઓફ દીધો હતો અને તે સમયે પોલીસની પકડમાંથી છટકી ગયો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












