નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં આવેલી સાબરમતી નદી દિવસેને દિવસે પ્રદુષિત થઈ રહી છે. નદીની નજીક આવેલા ઔદ્યોગિક એકમો મોટી સંખ્યામાં કચરો અને કેમિકલ વેસ્ટ નદીમાં ઠાલવે છે, જેના કારણે છેલ્લા કેટલાક સમયથી હાઇકોર્ટના હુકમ બાદ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન કાર્યવાહી કરી રહી છે. ત્યારે વધુ 11 ઔદ્યોગિક એકમોને ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરતાં ઔદ્યોગિક એકમોને નોટિસ આપવામાં આવી હતી અને જણાવ્યુ હતું કે, “જ્યાં સુધી નદી ચોખ્ખી નહીં થાય ત્યાં સુધી નદીમાં કોઈ પણ ડ્રેનેજ કનેક્શન કરી શકશે નહીં.” હાઇકોર્ટના હુકમ બાદ અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા પણ નદીમાં પ્રદૂષણ ફેલાવતા અલગ-અલગ ઔદ્યોગિક એકમો પર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે ઔદ્યોગિક એકમો સામે AMC દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે ઔદ્યોગિક એકમો AMCની કાર્યવાહી સામે કોર્ટમાં અરજી કરી શકશે નહીં. પર્યાવરણને ખરાબ કરનારા કોઈને બક્ષવામાં નહીં આવે. હાઇકોર્ટના આદેશ બાદ AMC દ્વારા કેટલાક ઔદ્યોગિક એકમો સામે ડ્રેનેજ કટની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાર બાદ તેમણે આ કાર્યવાહી સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી જે હાઈકોર્ટે ફગાવી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સાબરમતી નદીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું છે જેના જવાબદાર નદીની આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો છે. સાબરમતી નદી અને રિવરફ્રન્ટ અમદાવાદના શહેરીજનો અને અમદાવાદ આવતા પ્રવાશીઓ માટે એક પર્યટન સ્થળ પણ છે. જેના કારણે હાઇકોર્ટ દ્વારા સતત આ અંગે AMCનું ધ્યાન દોરવામાં આવી રહ્યું છે અને નદીને ફરીથી સાફ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.