નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાત વિધાનસભા 2022ના પરિણામમાં ભાજપે રેકોર્ડ બ્રેક જીત મેળવી છે. ગુજરાતના ઈતિહાસમાં પહેલી વાર કોઈ રાજકીય પક્ષને 156 સીટ મળી છે. ભાજપની આ જીત માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સુંદર મામા ઉર્ફે મયુર વાકાણીએ માનતા રાખી હતી. જોકે પરિણામ બાદ આજે વહેલી સવારે તેમણે ચાલતા માનતા પુરી કરવા માટે નિકળી પડ્યા છે.
તારક મહેતા સિરિયલના સુંદર મામાએ ભાજપની જીત માટે ચાંચરી માતાની માનતા રાખી હતી. જોકે પરિણામ જાહેર થયા બાદ તેમણે અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શન કરવા માટે નિકળી પડ્યા હતા. જેનું અંતર 75 કિલોમીટર જેટલુ થાય છે. તેમનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મયુર વાકાણી ચાલતા જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શૉના બધા પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક અલગ જગ્યા બનાવી દીધી છે.
તેમણે જણાવ્યું હતુ કે, આજની ધડી રળિયામણી રે લોલ, આ માનવમાં ન આવી શકે તેવી વાત છે, આ માનવમાં ન આવે તેવી જીત છે. ન ભૂતો ન ભવિષ્યતી. ગુજરાતની જનતાએ બતાવી દીધું છે કે, ગુજરાતની જનતા હંમેશા સત્યની સાથે છે, વિકાસની સાથે છે. PM મોદીએ જે વિકાસની રૂપરેખા તૈયાર કરી છે, તેમના સ્વપ્નનું ગુજરાત બનાવ્યું છે, ગુજરાત વધુ સુંદર બને તે માટે સૌ ગુજરાતીઓ આજે કટિબદ્ધ થયા અને આટલા બધા કમળ એકસાથે ભાજપની ઝોળીમાં મૂકી દીધા છે. ભાજપની આ રેકોર્ડબ્રેક જીત બાદ અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિલોમીટરની પગપાળા એક લાગણીઓના ભાગ રૂપે યાત્રા શરૂ કરી છે. મને ખૂબ આનંદ છે કે હું એવા ગુજરાતીઓમાંથી એક છું જે હંમેશા ગુજરાતના વિકાસની રૂપરેખા માટે તત્પર છે. માતાજીના ચરણોમાં શિશ ઝુકાવીશ અને ગુજરાત વધુને વધુ મજબૂત થઈને બહાર આવે એવા હું આશિષ માગીશ.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








