Tuesday, June 23, 2026
HomeGujaratAhmedabadઅડધો ડઝન ખેડૂત દંપતીને માર મારી લૂંટી લેનારી ટોળકીનો પર્દાફાશ, સોના-ચાંદીના દાગીના...

અડધો ડઝન ખેડૂત દંપતીને માર મારી લૂંટી લેનારી ટોળકીનો પર્દાફાશ, સોના-ચાંદીના દાગીના Ahmedabad LCB એ કબજે લીધા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદના સાણંદ તેમજ બાવળા તાલુકા વિસ્તારમાં બની રહેલી લૂંટ અને હુમલાની ઘટનાઓએ છેલ્લાં 8 મહિનાથી પોલીસને દોડતી કરી દીધી હતી. ખેતરમાં એકલાં રહેતાં નિંદ્રાધીન દંપતીને નિશાન બનાવી તેમના સોના-ચાંદીના દાગીના લૂંટી લઈ તેમજ માર મારવાની અડધો ડઝન ઘટનાનો અમદાવાદ એલસીબી (Ahmedabad LCB) એ ભેદ ઉકેલ્યો છે. Team LCB એ લૂંટારૂ ટોળકીના બે સાગરિતોને પકડી પાડી સોનાની વાળી, કાપ, પેન્ડલ તેમજ ચાંદીના દાગીના કિંમત રૂપિયા 6.69 લાખનો મુદ્દામાલ કબજે લીધો છે.

લૂંટનો સિલસિલો ચાલ્યો, પોલીસ લાચાર બની

- Advertisement -

અમદાવાદ જિલ્લામાં આઠ મહિના અગાઉ ખેતરમાં રહેતા નિંદ્રાધીન દંપતીને લૂંટી લેવાની ઘટના બનતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ લૂંટારૂઓ સુધી પહોંચે ત્યાં સુધીમાં આઠ મહિનામાં અડધો ડઝન ઘટના સાણંદ અને બાવળા તાલુકા વિસ્તારમાં બની ચૂકી હતી. આ ગુનાઓનો ભેદ ઉકેલવા Ahmedabad LCB દિવસ-રાત એક કરી રહી હતી. ગામના છેવાડે તેમજ ખેતરોમાં બનતી ઘટનાઓના કારણે સીસીટીવી ફૂટેજ મળવા પણ સંભવ ન હતા. મોબાઈલ ટાવરના ડેટામાં પણ કોઈ કડી મળતી ન હતી. એક તબક્કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ લાચાર બની ગઈ.

ગાય-ભેંસ ખરીદવા આવતા શખસો શંકાના પરિઘમાં

અમદાવાદ જિલ્લામાં મહિને આંતરે બનતી લૂંટની ઘટનાઓએ પોલીસની હાલત કફોડી કરી નાંખી હતી. આઠ મહિનામાં સાણંદ શહેર, કેરાળા જીઆઈડીસી (Kerala GIDC), સાણંદ જીઆઈડીસી (Sanand GIDC), તેમજ ચાંગોદર પોલીસ સ્ટેશનમાં અડધો ડઝન ગુના નોંધાઈ ચૂક્યા હતા. લૂંટની ઘટનામાં ચાલી રહેલી તપાસમાં એક કોમન માહિતી સામે આવી કે, ખેતરમાં ગાય-ભેંસ ખરીદવાના બહાને આવતા શખસો ઔપચારિક વાતચીતમાં દંપતીઓ એકલાં રહે છે તેવી વિગતો જાણી લેતા હતા. બીજી તરફ અમદાવાદ એલસીબીના હેડ કૉન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડાને બાતમીદાર થકી એક ઠોસ માહિતી મળે છે અને વાત પીઆઈ આર. કે. કરમટીયા (PI R K Karmatiya) સુધી પહોંચે છે. આ માહિતી પર પીએસઆઈ વી. એ. હરકટ (PSI V A Harkat) અને સ્ટાફ કામગીરી શરૂ કરે છે.

- Advertisement -

બાતમી પર કામ શરૂ થયું અને ટોળકીનો પર્દાફાશ

લૂંટારૂઓ નજીકના વિસ્તારના તેમજ ચોક્કસ એક સમાજના તેવી માહિતીના આધારે એક પછી એક એમ પચાસેક શંકાસ્પદ શખસોની દિવસો સુધી પૂછપરછ કરી. આમ છતાં કોઈ વિગતો મળી ન હતી. એલસીબીના હેડ કૉન્સ્ટેબલ જયદીપસિંહ ચાવડા (HC Jaydeepsinh Chavda)ને મળેલી માહિતી આધારે ઘટના સ્થળના રૂટ પર કઈ ગાડીઓ ફરતી હતી તેની વિગતો એકઠી કરી કામ શરૂ કર્યું. ચોક્કસ બાઈક અને રિક્ષાનો ઉપયોગ લૂંટના કેસમાં થયો હોવાની વિગતો સામે આવતા Team LCB એ કામ શરૂ કર્યું અને પોલીસ સફળતા મળી. સંજય દશરથભાઈ ઝીલીયા (રહે. કોદારીયા, તા.સાણંદ) અને દશરથ ઉર્ફે દશો માવજીભાઈ દેવીપૂજક (રહે. જુડા, તા.સાણંદ) ની ધરપકડ કરી લૂંટમાં ગયેલા સોના-ચાંદીના દાગીના કબજે કર્યા છે. ભૂતકાળમાં અપહરણ, ઘરફોડ અને દારૂના કેસમાં ઝડપાઈ ચૂકેલો પ્રકાશ રતિલાલ દેવીપૂજક (રહે. મટોડા, તા.સાણંદ) આ કેસમાં ફરાર છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular