નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં અવાર નવાર છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઠગો લોકોને વિશ્વાસમાં લઈને અલગ અલગ પ્રકારે ઠગાઇ કરતાં હોય છે, આવી જ રીતે અમદાવાદનાં (Ahmedabad) સેટેલાઈટ વિસ્તારમાં એક ડૉકટરને એક દંપતીએ લાખો રૂપિયાનો ચૂનો (Fraud) લગાવ્યો છે. આ દંપતી સોનાના વેપાર સાથે સંકળાયેલા હોવાના કારણે ડોકટરે તેમની પાસેથી 59 લાખના સોનાના બિસ્કિટ ખરીદ્યા હતા, પરંતુ આ દંપતીએ હોલમાર્ક (Hallmark) વગરના નકલી સોનાના બિસ્કિટ (Fake Gold biscuits)વેચીને ડોક્ટર સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી છે. આ અંગે ડોક્ટરે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ સેટેલાઈટમાં રહેતા ડૉ. બંસીલાલ સેટેલાઈટ વિસ્તારમાં ક્લિનિક ચલાવે છે. 18 એપ્રિલના રોજ તેમના ક્લિનિકની પાછળ કંચનદીપ એપાર્ટમેન્ટમાં રહેતા ભરત સોની અને તેની પત્ની મનીષા સોની ડૉ બંસીલાલના ક્લિનિક પર ગયા હતા. જ્યાં ભરત સોનીના પિતાની સારવાર ડૉ બંસીલાલના કિલિનિક ચલાતી હોવાથી બંને વચ્ચે સારી ઓળખ થઈ હતી. આ દંપતીને અમદાવાદમાં જ્વેલર્સની દુકાન હોવાના કારણે ડૉ બંસીલાલે સોનું લેવાની વાત ભરત સોનીને કરી હતી. સોની દંપતીએ ક્લિનિક આવી એક કિલોનું એક એવા 10 સોનાના બિસ્કટ આપ્યા હતા અને પૈસા લઈ તરત નીકળી ગયા હતા. જોકે બિસ્કિટ જોતા હોલમાર્ક ન હતા, ત્યારે ડોક્ટરે ભરત સોનીને ફોન કરતા તેણે જણાવ્યું હતું કે, હું તમને હોલમાર્ક કરી આપીશ તેમ કહીને સોનું લઈ ગયો હતો અને પરત આપવા માટે રોજ અલગ અલગ બહાના કરતો હતો.
ફરિયાદી તબીબે ફોન કરતા ભરતસોનીએ કહ્યુ કે હું વિરમગામ આવી ગયો છું તમારું સોનું કિર્તિ ભાઈના ત્યાં હોલમાર્ક માટે આપેલો છે.ત્યારબાદ ફરિયાદી ફરી ફોન કરતા ફોન બંધ આવતુ હતું. કિર્તિભાઈએ જણાવ્યુ હતુ કે ચિંતા ન કરો ભરત પરત આવી જશે અને તમારું સોનું મળી જશે. બે ત્રણ દિવસ બાદ ફરિયાદી કિર્તિભાઈ ફોન કરતા કિર્તિભાઈ યોગ્ય જવાબ આપ્યુ ન હતું અને ત્યારબાદ ભરતસોનીની પત્ની મનીષાબેનને ફોન કરતા તેમણે પણ યોગ્ય જવાબ ન આપ્યુ ન હતું ફરી ફરિયાદીએ થોડા દિવસ પછી ભરત સોનીને વોટ્સ એપ કોલ કરતા ફોન ઉપાડ્યો ન હતો અને મેસેજ લખી થોડી વાર પછી કોલ કરીશ હાલ હું દુબઈમાં હોવાનું જણાવ્યુ હતું. ત્યારબાદ ભરત સોનીનું ફોન બંધ થઈ ગયુ હતું. જે બાબતે ફરિયાદીએ કર્તિભાઈને ફોન કરી કહ્યુ કે તમે સુરતનું કહેતા હતા ને તમારો ભાઈ દુબઈ છે. જેને લઈ કિર્તિ ભાઈ ઉશ્કેરાઈને જેમ તેમ બોલવા લાગ્યા હતા અને કહ્યુ કે તમારાથી જે થાય એ કરી લો હવે મને ફોન ન કરતા નહીંતર તમારા વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરી દઈશ.
બાદમાં જ્યારે ડોક્ટરે ભારત સોનીના પત્ની મનીષા સોનીને ફોન કરીને પૂછ્યું તો તે ઉશ્કેરાઈ ગઈ હતી અને ડોક્ટરને બદનામ કરવાની અને ક્લિનિક બંધ કરવી દેવાની ધમકી આપી હતી. જેના કારણે ડૉ. બંસીલાલે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ભારત સોની અને તેના પત્ની મનીષા સોની સામે 59 લાખ રૂપિયાની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796