નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ગઈકાલ મોડી રાત્રે જાહેર રસ્તા પર ખૂનીખેલ ખેલાયો હતો. જમાલપુર વિસ્તારમાં રાત્રે 2 વાગ્યાની આસપાસ એક યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી હતી. જોકે આ હત્યા એક પિતાએ તેની દિકરીને હેરાન કરનારા યુવકની કરી હતી. દિકરી જોડે અગાઉ સગાઈ બાદ તૂટી જતાં યુવક દ્વારા વારંવાર યુવતીને હેરાન પરેશાન કરવામાં આવતા દિકરીના પિતા દ્વારા તેની હત્યા કરી દેવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના જમાલપુરમાં કાચની મસ્જિદ પાસે મોડી રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. જમાલપુર વિસ્તારમાં જુના ડુંગરાપુરા ખાતે રહેતા શોહેબ અને સલીમ વોરા વોચ્ચે ઝઘોડો થયો હતો. આ દરમિયાન મામલો બીચક્તા સલીમ વોરાએ તેની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર દ્વારા પેટમાં, છાતીમાં અને પીઠમાં ઘા મારવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત શોહેબને સારવાર અર્થે તેને વીએસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શોહેબનું મોત નિપજ્યું હતું. મોડી રાત્રે આ બનાવના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.
મૃતક શોહેબની તેની માસીની દીકરી સાથે સગાઇ થયી હતી. જોકે આ સગાઈ વધુ લાંબો સમય ચાલી ન હતી અને અંગત કારણોસર સગાઈ તૂટી ગઈ હતી. તેમ છતાં પણ શોહેબ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતું દિકરીના પરિવારજને મંજૂર ન હતું. તેમ છતાં પણ શોહેબ દ્વારા તે યુવતીને હેરાનગતી કરવામાં આવતી હતી. આ યુવતીના એક અઠવાડીયા બાદ લગ્ન થવાના હતા. જેથી શોહેબ દ્વારા લગ્નમાં આવીને ભવાડો કરવાની ધમકી પણ આપી હતી
. ત્યારબાદ કાલ રાત્રે ૨ વાગ્યાની આસપાસ શોહેબ અને તેના માસા વચ્ચે ઝગડો થયો હતો. આ દરમિયાન તેના માસા દ્વારા શોહેબ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા તેનું મોત નિપજ્યું હતું.








