નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદ (Ahmedabad)માં રખડતાં ઢોર બાદ રખડતાં કુતરાઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. શહેરના જુહાપુરા (Juhapura) વિસ્તારમાં ઘોડિયામાં સુઈ રહેલા શ્રમિકના બાળકને કુતરાઓ ખેચીને લઈને લઈ ગયા હતા. ત્યાર બાદ કુતરાઓએ તેને રહેસી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. સાથે જ એક કૂતરું તો બાળકને મોઢામાં લઈને દોડ્યું હતું. આ દરમિયાન સ્થાનિકોએ કુતરાઓના મોઢામાંથી બાળકને બચાવી લીધું હતું.
આ પણ વાંચો: નકલી માર્કશીટ કૌભાંડ ઝડપાયું, 60 માર્કશીટ સાથે ખેડા LCBએ આરોપીની કરી ધરપકડ
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સોનલ સિનેમા રોડ પર આવેલી એક સોસાયટીમાં મકાનના બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે મજૂરી કરતાં પરિવારના સભ્યો બાંધકામનું કામ કરી રહ્યા હતા અને તેમનું બાળક ઘોડિયામાં સુઈ રહ્યું હતું. ઘોડિયાની આસપાસ કોઈ હતું નહીં ત્યારે પાંચ જેટલા કુતરા ઘોડિયાની નજીક આવી પહોંચ્યા હતા અને બાળકને ઘોડિયામાંથી ખેંચી ગયા હતા. બાળકને ઘોડિયાની બહાર કાઢીને તેને રહેસી નાખવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
આ દરમિયાન સ્થાનિકોની નજર પડતાં તેમના દ્વારા બાળકને બચાવવાનો પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કુતરાઓ બાળકને મોઢામાં લઈને દોડ્યાં હતા. કુતરા બાળકને મોઢામાં લઈને જઈ રહ્યા હતા ત્યારે એક યુવકે બાળકને બચાવ્યો હતો. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. કુતરાઓએ જે બાળક પર હુમલો કર્યો હતો તે ત્રણ મહિનાનું જ હોવાનું સામે આવ્યું હતું. કુતરાઓના હુમલાથી બાળકને પગ અને કમરના ભાગે બચકાં ભરતાં ઈજાગ્રસ્ત થયું હતું. ઈજાગ્રસ્ત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: યુવરાજસિંહના સણસણતા આરોપ, પૂર્વ શિક્ષણ મંત્રી સહિતના મંત્રીઓના પણ નિવેદન નોંધો તો ખબર પડે
આ બનાવ અંગે બાળકના પિતાએ જણાવ્યું હતું કે,” કુતરાઓએ અમારા બાળક પર હુમલો કર્યો ત્યારે અમે ત્યાં હાજર ન હતા. અમે કામ કરી રહ્યા હતા ત્યારે ચા પીવા માટે થોડીવાર કામ રોક્યું હતું. તે દરમિયાન કુતરાઓએ હુમલો કર્યો હતો. એક વ્યક્તિએ બુમ પાડતાં અમને તેની જાણ થઈ હતી અને અમે કુતરાની પાછળ દોડ્યા હતા અને કુતરાઓ રસ્તામાં જ બાળકને છોડીને ભાગી ગયા હતા.”
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796