Thursday, April 23, 2026
HomeGujaratઅમદાવાદઃ કાપડના વેપારીને એપ પરથી લોન લેવી પડી ભારે, સગાઓને મોકલ્યા પત્નીના...

અમદાવાદઃ કાપડના વેપારીને એપ પરથી લોન લેવી પડી ભારે, સગાઓને મોકલ્યા પત્નીના અશ્લીલ ફોટોઝ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં વેપારીને લોન લેવાનું એટલી હદે ભારે પડી ગયુ કે અંતે પોલીસની મદદ લેવાનો વારો આવ્યો હતો. વેપારીએ અલગ-અલગ એપ પરથી લોન લીધી હતી. જોકે લોનની ભરપાઈ કરી દેવા છતા અવાર-નવાર ધમકી આપવામાં આવતી હતી. હદ તો ત્યારે હટી ગઈ કે વેપારીની પત્નીના અશ્લીલ ફોટો વેપારીને મોકવવામાં આવ્યા.



પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદમાં બહેરામપુરા વિસ્તારમાં પહેતા કાપડના વેપારીને પૈસાની જરુર પડતા ગત 28 ડિસેમ્બરે મિત્રની સલાહ અનુસાર એક એપ મોબાઈલમાં ડાઉનલોડ કરીને 6000 હજારની લોન લીધી હતી. જોકે કંપનીએ ચાર્જિસ કાપીને 3480 રુપિયા આપ્યા હતા. વેપારીએ લોનની રકમ એક અઢવાડીયામાં જ ચુકવી દીધી હતી. ત્યાર બાદ ફરી પૈસાની જરુર પડતા વેપારીએ 14 જેટલી એપ પરથી 1.20 લાખની લોન લીધી હતી. વેપારીએ જાન્યુઆરીમાં 2.36 લાખ રુપિયા લોનના ચુકવ્યા તેમ છતા લોન રિકવરી એજન્ટ્સ દ્વારા તેમની પાસેથી રૂપિયાની સતત માગણી કરીને ફોન કરતા રહેતા હતા.

લોન રિકવરી એજન્ટ્સ દ્નારા માત્ર વેપારી જ નહીં પરતું તેના સંપર્કમાં રહેલા લોકોને પણ ફોન કરવાનું શરુ કરી દીઘુ હતુ અને રુપિયાની માગણી કરીને ધમકી આપતા હતા. ઉપરાંત વેપારીની પત્નીના ફોટો પાડીને તેને એડિટ કરીને અશ્લીલ તસવીર વેપારીને મોકલતા હતા. ત્યાર બાદ તેમના ફોનમાં જેમના નંબર હોય તેમને પણ અશ્લીલ ફોટો મોકલા હતા. સમગ્ર બાબતે વેપારી સાઈબર ક્રાઈમમાં ફરિયાદ કરી આરોપીઓ સામે છેતરપિંડી, અશ્લીલ તસવીરો મોકલવી અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ સહિતની કલમો નોંઘવામાં આવી છે.

- Advertisement -



પોલીસે જણાવ્યું અનુસાર, આ બનાવમાં સાઈબર ક્રાઈમ કરનારા લોકોએ સરળ રીતે લોન આપવાનું કહીને એપ દ્વારા ફરિયાદીના ફોન બુકનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યાર બાદ આરોપી દ્વારા માત્ર લોન લેનારી વ્યક્તિની સાથે તેમના ફોનમાં જેમના નંબર સેવ હોય તેમને પણ ત્રાસ આપવાનું શરુ કર્યું હતું. આ પ્રકારના બનાવમાં આરોપીઓ સામેવાળી વ્યક્તિના ફોટો અને અંગત વીડિયો મેળવી લેતા હોય છે ત્યાર બાદ બ્લેકમેઈલ કરીને રુપિયા પડાવતા હોય છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular