નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ જામનગરમાં રહેતા શ્રીવાસ્ત પરિવારના મોભી સોનુલાલ પ્રેમ ,વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ તેમની દીકરી નીધીના લગ્ન નક્કી કરવા વારાણસી ગયા હતા. નાનપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે મોટી થયેલી નીધી હવે પારકા ઘરમાં બીજાના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી. જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નીધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની પુરેપુરી તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇથી લઇ કપડાની ખરીદી, ધામધુમથી લગ્નની તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે. આ તમામ વચ્ચે અચાનક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પપ્પા કહેનારી દીકરી તેમનાથી દુર થઈ ગઈ.
જામનગરમાં રહેતા અને મૂળ વારાણસીના વતની શ્રીવાસ્તવ પરિવારની નીધીને માથાના ભાગમાં ઇજા થતાં સારવાર અર્થે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર વખતે થોડીવાર પણ વિચાર કર્યો ન હતો કે નીધી જીદંગીની રેસ હારી જશે. પરંતુ વિધાતાએ નીધીના લેખ કંઇક અલગ જ સ્યાહીથી લખ્યા હતા. ૪ દિવસની સારવારના અંતે નીધીને તબીબે બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી હતી.
બ્રેઇનડેડ થયા બાદ નીધીના પિતાએ પોતાની દીકરીને અન્યોમાં જીવંત રાખવા માટે અંગદાનનો નિર્ણય કર્યો.
નીધી પરિવારથી અલગ તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ.
નીધીનું કોમળ હ્યદય, તેની બે કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન કરવામાં આવ્યું. નીધી તો પરિવારથી છૂટી પડી પરંતુ અન્ય ૫ વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત ૨૫ને નવજીવન આપી ગઇ.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











