Saturday, April 18, 2026
HomeGeneralઅલ્યા આને કોઇક રોકો...! ફરી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આજનો નવો...

અલ્યા આને કોઇક રોકો…! ફરી વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો આજનો નવો ભાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલ ના ભાવ સામન્ય વર્ગની કમર તોડી રહી છે. છેલ્લા 8 દિવસમાં 8 દિવસમાં 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે પેટ્રોલમાં 80 પૈસા જયારે ડીઝલમાં 72 પૈસા વધ્યા છે. ત્યારે સામન્ય જનતા પર દાજયા પર ડામ જેથી સ્થિત સર્જાઈ છે.



ક્રૂડ ઓઈલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે પેટ્રોલ-ડીઝલના છેલ્લા કેટલાક દિવસોથી વધી રહ્યો છે. ગુજરાતમાં આજે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં 80 પૈસા જયારે ડીઝલમાં 72 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલનો નવો ભાવ 99.91 પતિ લિટર અને ડીઝલનો નવો ભાવ 94.48 પ્રતિ લિટર પર પહોંચ્યો છે. છેલ્લા 8 દિવસમાં પેટ્રોલમાં 4.72, ડીઝલમાં 4.93 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે રશિયા-યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ભાવવધારા થઈ રહ્યો હોવાનું ગણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા વધારાના કારણે સતત ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યસભામાં સોમવારે કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોએ પેટ્રોલના સતત વધતા ભાવના કારણે મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી.

- Advertisement -




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular