Sunday, May 24, 2026
HomeGujaratગુલાલના હાથમા રાઇફલ પકડાવી શરીફે કહ્યુ સાલો કો ઠોક દો

ગુલાલના હાથમા રાઇફલ પકડાવી શરીફે કહ્યુ સાલો કો ઠોક દો

- Advertisement -

લતીફ ભાગ-16 : માર્ચ March 1993નો સમય, 3 મહિના કોમી તોફાનો ચાલી હજી અમદાવાદ Ahmedabad શાંત જ થયું હતું. પોલીસ માંડ રાહતનો દમ લીધો હતો, પણ ખબર ન્હોતી કે કહેવાતી શાંતિ પાછળ મોટું તોફાન આવી રહ્યુ હતું. ગુજરાતમાં બધુ શાંત હતું પણ માયાનગરી મુંબઈને આતંકના કાળા પડછાયાએ ઘેરી લીધુ હતું. તા 12 માર્ચ March 1993ની સવાર રોજ પ્રમાણેની જ હતી. લોકલ ટ્રેનમાં ખીંચોખીંચ ભરેલી હતી. રોટી માટે દોડતા માણસો અને ઓફિસોમાં ડબ્બા BOX પહોચાડવા નિકળેલા ડબ્બાવાળા બધુ રોજ પ્રમાણે જ ચાલી રહ્યુ હતું. કોઈને શહેર અજુગતુ લાગતુ ન્હોતુ પણ મુંબઈ દાવાનળ ઉપર ઉભુ હતું. જાન્યુઆરી January મહિનામાં પાકિસ્તાનથી આવેલ આરડીએક્સ નામના સ્ફોટકો મુંબઈના અનેક બિલ્ડિંગ્સમા ટાઈમર સાથે લગાવી દેવામાં આવ્યા હતાં. ભારતમાં શ્રેષ્ઠ ગણાતી મુંબઈ પોલીસ Mumbai Police ના એકપણ અધિકારીને તેની ભનક સુદ્ધા આવી નહીં. બધુ અત્યંત ગુપ્ત રીતે થઈ ગયુ, કામને અંજામ આપતા પહેલા દાઉદ Dawood ને ખબર હતી કે તેના સુધી મુંબઈ પોલીસ Mumbai Police ગમે ત્યારે પહોંચી જશે અને તે ભારત છોડી પાકિસ્તાન નિકળી ગયો હતો.


બપોર થતાં મુંબઈની બહુમાળી મકાનોમાં એક પછી એક ઘડાકા થવા લાગ્યા અને અમેરીકાનું વર્લ્ડ ટ્રેડ સેન્ટર America’s World Trade Center તુટી પટ્યું તેમ મુંબઈની અનેક ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશય થવા લાગી. મુંબઈની ફાયરબ્રિગેડ Mumbai Fire Brigade ને એક પછી એક કોલ મળવા લાગ્યા. એમ્બ્યુલન્સની ચીસોએ મુંબઈને ધ્રુજાવી નાંખ્યું. પોલીસને પણ ક્યા મદદ માટે જવું તેની ખબર પડતી ન્હોતી. જો કે બોમ્બ ધડાકા એટલા પ્રચંડ હતાં કે પોલીસ અને ફાયરબ્રિગેડ Fire Brigade પાસે કાટમાળમાંથી લાશો કાઢવા સિવાય કોઈ કામ જ ન્હોતું. દાઉદ અને પાકિસ્તાનનો ઈરાદો આતંક ફેલાવવાનો જ હતો અને આતંકનો કોઈ ધર્મ નથી હતો. મુંબઈમાં કુલ 150 લોકો માર્યા હતાં જેમા મોટી સંખ્યા મુસ્લીમોની પણ હતી. બાહોશ ગણાતી મુંબઈ પોલીસે Mumbai Police કલાકોમાં બોમ્બ ધડાકાના તાર એકબીજા સાથે જોડી તેની પાછળ દાઉદ Dawood હોવાનું શોધી કાઢ્યું, પણ પોલીસ દાઉદ Dawood ના ઘરે પહોંચી તેના 2 મહિના પહેલા તે મુંબઈ છોડી ચુક્યો હતો.

Navajivan

- Advertisement -

જો કે કોઈક કારણસર મુંબઈના બોમ્બ ધડાકાની અમદાવાદમાં કોઈ અસર થઈ નહીં. કદાચ હજી હમણાં 3 મહિના તોફાન કરી અમદાવાદ Ahmedabad શાંત થયુ હતું છતાં ગુજરાત પોલીસ Gujarat Police ને આખી ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. પોરબંદરના ગોસાબારા ખાતે ઉતરેલું આરડીએક્સ rdx અને હથિયારો ગુજરાતમાં હોવાની પુરી શક્યતાઓ હતી. પણ તેનો પત્તો મળી રહ્યો ન્હોતો. અમદાવાદનું જનજીવન Public life of Ahmedabad થાળે પડતા ફરી લતીફ (Latif) ગેંગ તેના દારૂના ધંધામાં વ્યસ્ત થઈ ગઈ અને શરીફ Sharif ના મનમાં હંસરાજનો કિડો સળવળતો હતો. ઓઢવ વિસ્તારમાં રાધીકા જીમખા Radhika Gym ના નામે દારૂ અને જુગારનો અડ્ડો ચલાવતો હંસરાજ લતીફ (Latif) ની વાત માનવા તૈયાર ન્હોતો, તે લતીફ (Latif) ની વિનંતી અને ધમકી પછી પણ રાજસ્થાન Rajasthan થી દારૂ લાવી ધંધો કરતો હતો. લતીફ (Latif) ની સત્તા પડકારી હંસરાજે લતીફ (Latif) સામે જોખમ ઉભુ કર્યુ હતું. કારણ જો એક વખત બજારમાં વાત ફરતી થઈ જાય કે હંસરાજ (Hansraj) લતીફ (Latif) થી ડરતો નથી તો લતીફ (Latif) પાસેથી દારૂ ખરીદતા અન્ય બુટગેલરો પણ તેનો દારૂ લેવાનું બંધ કરે અને લતીફ (Latif) નો દારૂના બજારમાં ઉભો થયેલો ખોફ પુરો થઈ જાય. લતીફ (Latif) સાથે ચર્ચા કરી શરીફે હંસરાજની ગેઈમ કરી નાખવાની યોજના બનાવી હતી.


શરીફખાન Sharifkhan, તેનો ભાઈ જાવેદ Javed અન્ય ગેંગના 4-5 માણસો એક કાર લઈ મોડી સાંજે રાધીકા જીમખા Radhika Gym ના પહોંચ્યાં. શરીફખાન Sharifkhan નાં હાથમાં એ. કે. 56 રાઇફલ હતી. શરીફ Sharif શાર્પશુટર હોવા છતાં પહેલી વખત એ. કે. 56 રાઇફલનો ઉપયોગ કરવાનો હતો. તેને આ રાઇફલની કરામતની ખબર જ ન્હોતી. જો કે એક મુશ્કેલી એવી હતી કે રાધીકા જીમખા Radhika Gym ના પહોંચેલી લતીફ (Latif) ગેંગમાંથી કોઈ ક્યારેય હંસરાજ (Hansraj) ને જોયો જ ન્હોતો. સાંજનો સુર્ય આથમી ગયો હતો અને અંધારૂ થઈ ગયું હતું. રાધીકા જીમખાના Radhika Gym માં રોજની જેમ જુગાર રમવા આવતા જુગારીઓ પોતાના ટેબલ ઉપર ગોઠવાઈ ગયા હતાં. દરેક જણ માની રહ્યો હતો કે આજે બાજી તેમને જ લાગશે પણ તેમને અંદાજ ન્હોતો કે આ તેમની જીંદગીની આખરી બાજી પણ હોઈ શકે છે. હથિયારબંધ લતીફ (Latif) ગેંગના માણસો રાધીકા જીમખાના Radhika Gym ના પહેલા માળે પહોંચ્યા ત્યારે બધા પત્તા રમી રહ્યા હતાં. તેમાં હંસરાજ કોણ હતો તેની ખબર ન્હોતી.

ગોરા અને પડછંદ શરીફખા Sharifkhan ને ત્રાડ પાડી પુછ્યું હંસરાજ Hansraj કોન હૈ, બધાના પત્તા ટેબલ ઉપર પાછા મુકાઈ ગયા. શરીફખાન Sharifkhan નાં હાથમાં રાઇફલ જોઈ હ્રદયના ધબકારા વધી ગયા, શરીફે ફરી બુમ પાડી હંસરાજ Hansraj… બધા એકબીજા સામે જોવા લાગ્યા કોઈ કશું જ બોલી શક્યુ નહીં. કદાચ ડરને કારણે બધાનો અવાજ બંધ થઈ ગયો. જીમખાના Gymkhana માં બધા એકબીજા સામે જોતા હતાં પણ તેમાંથી હંસરાજ Hansraj કોણ તેની શરીફ Sharifkhan ને ખબર પડી નહીં. મુળ યોજના પ્રમાણે શરીફે જ રાઇફલ ચલાવી હંસરાજ Hansrajને મારવાનો હતો. પણ કોણ જાણે છેલ્લી ઘડીએ શરીફે પોતાની સાથે આવેલા લબરમુછીયા ગુલાલ Labarmuchiya Gulal ને પુછ્યું કભી રાઇફલ ચલાઈ હે? ગુલાલે ડરતાં ડરતાં ના પાડી, શરીફે પોતાના હાથમાં રહેલી રાઇફલ ગુલાલને પકડાવી કહ્યુ, સાલો કો ઠોક દે.


- Advertisement -

ગુલાલ હજી ગેંગમાં આવેલો નવો જ છોકરો હતો. શરીફે તેને રાઇફલ પકડાવી દીધી. તેને તો ખબર પણ ન્હોતી કે રાઇફલ કેવી રીતે ચલાવવી પણ શરીફ Sharif નો આદેશ હતો અને પોતાને બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. એ. કે. 56 અને એ.કે. 47 રાઇફલ બે રીતે ફાયર કરી શકે છે. જો કોઈ એકને મારવો હોય તો સિંગલ ફાયર પણ થાય અને સામે બહુ બધી વ્યક્તિ હોય તો ઓટોમેટિક ફાયર પણ થઈ શકે. રાઇફલમાં કારતુસ ભરેલી મૅગઝીન ફિટ હતી. શરીફ Sharif અને ગુલાલ Gulal બંન્ને જાણતા ન્હોતા કે તેમની રાઇફલ ઓટોમોડ ઉપર છે. ગુલાલે રાઇફલની ટ્રીગર ઉપર આંગળી દબાવી તેની સાથે ફટાકડાની લૂમ ફૂટતી હોય તેમ ફટફટ ગોળી છૂટવા લાગી અને ગુલાલનો હાથ ટેબલ ઉપર બેઠલા ખેલીઓ તરફ ફરવા લાગ્યો. બધુ જ ક્ષણમાં થઈ ગયું. કદાચ લતીફ (Latif) અને શરીફની કલ્પના કરતાં વધારે થઈ ગયું હતું.

પોલીસ કંટ્રોલરૂમને સંદેશો મળતા પોલીસ Police દોડી આવી. માણસો લોહીનાં ખાબોચીયામાં પડ્યા હતાં. જેમાં હંસરાજ Hansraj પણ હતો. સમગ્ર હત્યાકાંડ બાદ બધાને સિવિલ હોસ્પિટલ Civil Hospital લઇ જવાયા ત્યારે ડૉકટરે તેમા હંસરાજ Hansraj સહિત નવ લોકોને મૃત જાહેર કર્યા હતાં. લતીફ (Latif) ગેંગનો આ સૌથી મોટો હત્યાકાંડ હતો. લતીફ (Latif) ફરાર હતો પણ શહેરમાં રહેલો તેનો ખોફ તેની ગેરહાજરીમાં તેના કરતાં વધુ મોટો થઈ ગયો હતો.


(ક્રમશ:)

- Advertisement -

PART – 15 | લતીફ પાસે ટ્રક ભરી હથિયાર આવી ગયા હતા અને અમદાવાદ લોહિયાળ થઈ ગયુ હતુ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular