Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદઃ શેરબજારમાં ખોટો નફો બતાવી, ખોટી કંપની ખોલીને 9 લાખ ચાઉં કર્યા,...

અમદાવાદઃ શેરબજારમાં ખોટો નફો બતાવી, ખોટી કંપની ખોલીને 9 લાખ ચાઉં કર્યા, સાયબર ક્રાઇમે ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: લોકોને ડીમેન્ટ એકાઉન્ટ ખોલાવી શેરબજારમાં રોકાણ કરાવી ખોટો નફો બતાવીને વિશ્વાસઘાત કરતાં બે લોકોને સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ બંનેએ અમદાવાદના યુવક જોડેથી ૯,૩૯,૪૪૯નું રોકાણ કરાવીને ફોન બંધ કરી દેતા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.



અમદાવાદના ફરિયાદી પર અવાર-નવાર ડીમેન્ટ એકાઉન્ટ ખોલાવવા માટે ફોન આવતો હતો. ફરિયાદીને શેરબજારનું થોડું જ્ઞાન હોવાથી એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. ત્યાર બાદ તેમને આઈડી અને પાસવર્ડ મળી જતાં આઈકેપિટલ બ્રોકિંગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. આઈકેપિટલના વિનય દુબેએ શેરોમાં આવક થશે તેવી લાલચ આપીને અલગ-અલગ ટ્રાન્જેકશન કરાવી 9,39,449 રૂપિયાનું રોકાણ કરાવ્યુ હતું.

ત્યાર બાદ ફરિયાદીએ ડીમેન્ટ એકાઉન્ટ ચેક કરતાં તેમાં 20 લાખનો નફો બતાવતા હતા. જેથી ફોન કરીને તેમનો નફો લેવા માટે કહેતા ત્યારે ગલ્લા-તલ્લા બતાવતા હતા. અને ફોન બંધ કરી દેતા હતા. સમગ્ર બાબતે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.



સાઇબર ક્રાઇમએ ટેકનિકલ એનાલિસિસ કરી બેન્ક એકાઉન્ટ નંબર આધારે તપાસ હાથ ધરતા આરોપી સુરજ વિશ્વકર્મા રહે. મધ્યપ્રદેશ અને વિક્રમ નાગા રહે. મધ્યપ્રદેશને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી ભેગામળીને બીજા નામથી વાતચીત કરતાં હતા. આરોપીઓએ ઈન્ફો કેપીટલ બ્રોકિંગ નામની ખોટી કંપની બનાવીને ક્લાઈન્ટોને ડીમેન્ટ એકાઉન્ટ ખોલાવવા અને ઊંચા નફાની લાલચ આપી લોકો સાથે ફ્રોડ કરતાં હતા.

- Advertisement -







- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular