Thursday, July 2, 2026
HomeGujaratસાબરકાંઠા : LCBનો સપાટો, ગાંભોઇ નજીક કન્ટેનરમાંથી 47.79 લાખના દારૂ સાથે 1...

સાબરકાંઠા : LCBનો સપાટો, ગાંભોઇ નજીક કન્ટેનરમાંથી 47.79 લાખના દારૂ સાથે 1 ને દબોચ્યો, હિંમતનગરમાંથી 2 જુગારી ઝડપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠા : અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ બુટલેગરો માટે સિલ્કરૂટ તરીકે જાણીતો છે. બુટલેગરો રાજસ્થાન થી રતનપુર ચેકપોસ્ટ માર્ગે વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ગુજરાતમાં ઠાલવી રહ્યા છે. શામળાજી અને અરવલ્લી પોલીસને ચકમો આપી રાજસ્થાન તરફથી ટ્રક કન્ટેનરમાં ભરેલ અધધ ૪૭.૭૯ લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો રાજ્યમાં ઘર કરી જાય તે પહેલા સાબરકાંઠા એલસીબી પોલીસે ગાંભોઇ નજીકથી ઝડપી પાડી બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી ટ્રક-કન્ટેનર ચાલક ખેપિયાને દબોચી લીધો હતો. તેમજ એલસીબી પોલીસે હિંમતનગર-બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લામાં વરલી-મટકા રમતા બે જુગારીઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.



- Advertisement -

સાબરકાંઠા એસપી નીરજકુમાર બડગુજરના માર્ગદર્શન હેઠળ જીલ્લા એલસીબી પીઆઈ એમ.ડી.ચંપાવત અને તેમની ટીમે ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતાં એક કન્ટેનરમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરી શામળાજી થી હિંમતનગર તરફ આવી રહ્યું હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે ગાંભોઇ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત કન્ટેનર આવી પહોંચતા અટકાવી કન્ટેનરમાં વિદેશી દારૂની ૬૪૩ પેટીમાંથી ૧૪૯૧૬ બોટલ વિદેશી દારૂની રૂ.૪૭.૭૯ લાખનો જથ્થો મળી આવતા ઉત્તરપ્રદેશના ટ્રક કન્ટેનર ચાલક શ્રીપાલ જયદેવ પાલ ની ધરપકડ કરી રૂ.5979620/-નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક કન્ટેનર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

હિંમતનગર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલા માળીના છાપરીયા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં વરલી-મટકાનો જુગાર ધમધમી રહ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા તાબડતોડ બાતમી આધારિત વિસ્તારમાં ત્રાટકી વરલી-મટકા પર જુગાર રમતા સલીમ દીદાર મીર (રહે,હાજીપુરા) અને સોહેલ ફઝલ મેમણ (રહે, કિફાયત નગર) ને ઝડપી પાડી રોકડ રકમ રૂ.૪૭૫૦ તેમજ અન્ય મુદ્દામાલ ૫ હજાર થી વધુનો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર સમીર સિદ્દીક મણીયાર (રહે,ચાંદનગર) અને ઈરફાન ઉર્ફે કુંદન ફકીર મોહમ્મ્દ શેખ (રહે, પરબડા) વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular