નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના મંત્રી અજય ભટ્ટે યુદ્ધગ્રસ્ત યુક્રેનથી પાછા આવેલા બાળકોના સામે એક વાયુ સેનાના વિમાનમાં જ પીએમ મોદી જિંદાબાદના નારા લગાવ્યા. જેનો એક વીડિયો સામે આવ્યા પછી વિવાદ ઊભો થયો છે. મંત્રીના વિમાનમાં મોદીજી જિંદાબાદના નારા લગાવ્યા પછી વિદ્યાર્થીઓ થોડા સમય માટે સાવ અવાક બની ગયા હતા. પહેલી વખતમાં તો કોઈ વિદ્યાર્થીએ જિંદાબાદ ન બોલ્યું, પરંતુ મંત્રીએ બીજી વખત નારા લગાવ્યા પછી કેટલાક વિદ્યાર્થીઓએ સાથે જિંદાબાદના નારા લગાવ્યા.
અહીં આ વીડિયોમાં દેખાય છે કે કેન્દ્રીય રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા છે. તે એક નેવીબ્લ્યૂ જેકેટ અને એક ટોપી પહેરેલા છે. આ દરમિયાન તે વિદ્યાર્થીઓના સામે કહે છે કે તેઓ બિલકુલ ચિંતા ન કરે. જીવન બચી ગયું છે. બધું ઠીક થશે… ભારત માતા કી જય… માનનીય મોદીજી જિંદાબાદ. જ્યારે માનનીય મોદીજી જિંદાબાદ તેઓ કહે છે ત્યારે વિદ્યાર્થીઓ પહેલા જિંદાબાદના નારા નથી લગાવતા, જોકે બાદમાં કેટલાક વિદ્યર્થીઓએ મંત્રીના નારા લગાવ્યા પછી તેમણે પણ જિંદાબાદ બોલ્યું હતું. રોમાનિયાના બુખારેસ્ટ અને હંગરીના બુડાપેસ્ટથી 210 યાત્રિકોને લઈને બે સી-17 પરિવહન વિમાન જ્યારે સવારે હિંડનમાં ઉતર્યા.
કોંગ્રેસે યુક્રેનમાં એક વધુ ભારતીય વિદ્યાર્થીના કથિત રીતે ગોળી વાગવાના કારણે ઘાયલ થવાની ઘટનાને લઈને શુક્રવારે સરકાર પર નિશાન તાક્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ભયના ઓથા હેઠળ છે. પરંતુ કેન્દ્ર સરકાર પીઆર એજન્સી બનીને બેઠી છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું હતું કે એક વધુ ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી… યુક્રેન-રુસ યુદ્ધમાં બાળકો પર દરેક સમયે જોખમ છે. પણ મોદી સરકાર ફક્ત પીઆર એજન્સી બની બેઠી છે.
This happening in an IAF aircraft is JUST NOT ON.@IAF_MCC @DefenceMinIndia @rajnathsingh pic.twitter.com/GFOifcwJll
— Manmohan Bahadur (@BahadurManmohan) March 3, 2022
![]() |
![]() |
![]() |











