નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ ગુજરાતમાં જ્યારથી સરકારની ખુરશીઓ પર નવા ચહેરા આવ્યા ત્યારથી તેમની પાસેથી અપેક્ષાઓ અગાઉના નેતાઓ કરતાં વધુ વધી ગઈ છે. કારણ કે નવા ચહેરા સાથે રમવામાં આવેલા રાજકારણ પાછળ પક્ષની છબી બદલવાનો અને એક સુવ્યવસ્થિત માળખા સાથે ગુજરાતીઓને ફરી રાજી કરવાનો હેતુ હતો. હવે આ નવા ચહેરાઓ પદગ્રહણ પછી ઘણું બધું પોતાના જીવનમાં પહેલી વખત કરી રહ્યા છે, આ વખતનું નાણામંત્રી કનુ દેસાઈનું બજેટ પણ તેમના માટે પહેલી વખત છે, અગાઉ નીતિન પટેલ 9 વખત અને વજુભાઈ વાળા 18 વખત બજેટ રજુ કરી ચુક્યા છે, પણ કનુભાઈ માટે આ પહેલો અવસર છે, જેથી તેઓ ગુજરાતીઓ માટે શું લાવ્યા છે તેના પર એક નજર તો કરવી જ પડે કારણ કે આ બજેટ તમારા અને મારા જેવા બધા જ ગુજરાતીઓના જીવનમાં મોટી-નાની અસર તો કરે જ છે. લોકોને રોગોના આક્રમણ પછી જે લોકડાઉન અને કરફ્યૂની સ્થિતિ થઈ તે સમયે ઘણો માર પડ્યો પણ હવે નથી કરફ્યૂ કે લોકડાઉન, તો હવે સરકાર પાસેથી અપેક્ષાઓ સ્વાભાવીક રીતે વધી જાય છે, તો આવો જાણીએ આપણને શું મળ્યું છે આ બજેટમાંથી (ખાસઃ આ લાઈવ અપડેટ્સ સાથેનો અહેવાલ છે તેથી પેજ રિફ્રેશ કરતા રહો અને વધુ વિગતો મુદ્દાઓની માહિતી મેળવો)
નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમના હાથમા રહેલી લાલ બેગ એક અલગ જ આકર્ષણ ઊભું કરનારી હતી. તેમના આ બેગ પર વર્લી પેઈન્ટિંગ જોઈ બેગ જેટલું આકર્ષક છે તેટલું જ બજેટ પણ આકર્ષક રહે તેવા મનોમન શબ્દો વેર્યા હતા. કારણ કે કલાત્મક આકર્ષણ ધરાવતી બેગ પહેલી વખત નાણામંત્રી લઈને આવ્યા છે જેથી તેમને જોવા સામાન્ય દિવસો કરતાં આજે વધુ ઉત્સાહથી લોકો લાહવો લેવા માગતા હોય તેવું લાગ્યું હતું. આ બોકસ ઉપર આદિજાતિ સંસ્કૃતિની ઓળખ સમી વારળી પેઈન્ટીગ અને કચ્છની ભાતીગળ બોર્ડર અંકિત કરેલી છે. સાથે ભારતના રાજચિન્હ અશોક સ્તંભને દર્શાવેલો છે આમ આઝાદીના અમૃત મહોત્સવ સાથે આદિવાસી સમાજની આગવો ઓળખને પણ સાકળવામાં આવી છે.
નાણામંત્રીએ શું કહ્યું, શું છે મહત્વની જાહેરાતો
– મહામારી વચ્ચે પણ કુલ રૂ. 2,43,965 કરોડનું બજેટ રજુ કર્યું છેઃ નાણામંત્રી
– શિક્ષણ વિભાગ માટે કુલ 34884 કરોડની જોગવાઇ
– મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે જોગવાઇ 1188 કરોડ
– શાળાના 10 હજાર નવા ઓરડાઓના નિર્માણનું લક્ષ્યાંક, આ માટે જોગવાઇ 937 કરોડ
– રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે જોગવાઇ 629 કરોડ
– ઉચ્ચ શિક્ષણ માટે શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા જોગવાઈ 350 કરોડ
– નમો ટેબ્લેટ યોજના અંતર્ગત ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા જોગવાઇ 200 કરોડ
– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 4782 કરોડની જોગવાઇ
– અનુ. સાજિ અને વિકતી જાતિના ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા વિદ્યાર્થીઓને નિભાવ ભથ્થા પેટે મહિને હવે મળશે 2160, તેના માટે 288 કરોડની જોગવાઈ
– આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2909 કરોડની જોગવાઇ
– પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ 9048 કરોડની જોગવાઇ
– શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 14297 કરોડની જોગવાઇ
– ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 7030 કરોડની જોગવાઇ
– રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે જોગવાઇ 5203 કરોડ
– શહેરી વિસ્તારમાં નવા 55 હજાર આવાસોના નિર્માણ અર્થે સહાય આપવા જોગવાઇ 942 કરોડ
– આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં ૭૫ ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે જોગવાઇ 5 કરોડ
– ૧૫મા નાણાંપંચ હેઠળ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક વિકાસનાં કામો માટે અંદાજે 6 હજાર 500 કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટેની જોગવાઇ 1062 કરોડ
– મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઇ 722 કરોડ
– સ્માર્ટ સિટી યોજના હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને માળખાકીય સગવડો માટે જોગવાઇ 700 કરોડ
અમૃત યોજના-૨ અંતર્ગત પાણીપુરવઠા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે જોગવાઇ 350 કરોડ
– શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રીજ બનાવવા માટે જોગવાઇ `૨૭૧ કરોડ
સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઇ `224 કરોડ
– દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ જોગવાઇ 163 કરોડ
– મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને બીજા અત્યાધુનિક સાધનો પૂરા પાડવા તેમજ ૧૬ નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે જોગવાઇ 157કરોડ.
– વર્લ્ડબેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના 3 હજાર કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી
– સુરતમાં તાપી નદીકાંઠાના ડેવલપમેન્ટ માટે વર્લ્ડબેન્ક સહાયિત 1991 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
– ઔડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહાયિત 1900 કરોડના પ્રોજેક્ટને મંજૂરી
– ખેડૂતોને વીજળી માટે 8 હજાર કરોડની સબસીડી
– નર્મદા યોજના માટે 6.90 હજાર કરોડની જોગવાઈ
– કૃષિક્ષેત્રે 7737 કરોડની જોગવાઈ
– ગૌમાતા પોષણ માટે 500 કરોડની જોગવાઈ
– કનુ દેસાઈએ કહ્યું કે દેશના વિકાસમાં ગુજરાતનો ફાળો નોંધપાત્ર છે. મફત દવા આપીને કોરોના સામે સરકારે કવચ આપ્યું છે.
– રાજ્યના લોકોની માથાદીઠ આવક 2.14 લાખથી વધુ થઈ છેઃ કનુ દેસાઈ
– માથાદીઠ આવક 20 વર્ષમાં 19,823 થી વધીને 2,14,809 થઈઃ કનુ દેસાઈ
– 280 જેટલી સેવાઓ ડિજિટલ માધ્યમથી શરૂ કરી લોકોના ઘર આંગણા સુધી પહોંચાડી છે.
– નવી યોજનાની જાહેરાતઃ પશુ પાલકો માટે પોષણ યોજનામાં 500 કરોડની જોગવાઈ, પશુ પાલકો અને માછી મારોને ધિરાણ અપાશે, કૃષિ ધિરાણ વ્યાજમાં રાહત અપાશે
– ગુણવત્તા યુક્ત શિક્ષણ આપી વિદ્યાર્થીઓનું ભાવી ઉજળું કરવાનું છે, સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટ હાથ ધરાશે
– 10 હજાર કરોડના ખર્ચે રાજ્યમાં મોર્ડન સ્કૂલ્સ શરૂ કરાશે, 70 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે
– સગર્ભા મહિલાઓ માટે જાહેરાત, દર મહિને 1 કિલો તુવેર દાળ, ચણા અને ખાદ્યતેલ મફત અપાશે, જેના માટે 4000 કરોડની જોગવાઈ
– રાજ્યની 182045 કરોડની મહેસુલી આવક
– રાજ્યમાં 1,81,039 કરોડનો મહેસુલી ખર્ચ
– કચ્છમાં નર્મદાનું પાણી મળે તે માટે 272 કરોડ ખર્ચાશે
– સૌની યોજના માટે 710 કરોડની જોગવાઈ
– 5 વર્ષમાં ચેકડેમ પાછળ 700 કરોડ ખર્ચાશે
– આરોગ્ય પરિવાર અને કલ્યાણ માટે 12040 કરોડની જોગવાઈ
– રખડતા ઢોરને પકડવા 100 કરોડની જોગવાઈ
– PM ગતિશક્તિ યોજના પાછળ 100 કરોડ ખર્ચાશે
– ગીફ્ટ સિટીમાં બુલિયન માર્કેટ શરૂ કરાશે
– સાગર ખેડૂ યોજના પાછળ 230 કરોડની જોગવાઈ
– મતસ્ય ઉદ્યોગ માટે 880 કરોડની જોગવાઈ
– સુરેન્દ્રનગરમાં આયુર્વેદીક કોલેજ ઊભી કરાશે
– PDU હોસ્પિટલ રાજકોટમાં 500 બેડની મેટરનિટી અને ચાઈલ્ડ હોસ્પિટલ બનશે
– કામધેનું યુનિ.ના સંચાલન માટે 137 કરોડની જોગવાઈ
– સ્કૂલ ઓફ એક્સેલન્સ માટે 10,000 કરોડની જોગવાઈ
– ખેડૂત કલ્યાણને કેન્દ્રસ્થાને રાખી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પ્રત્યેક ખેડૂત ખાતેદારને વાર્ષિક રૂ.6 હજાર સહાય આપવાની યોજના
– કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ટ્રેકટર તેમજ વિવિધ ફાર્મ મશીનરીની ખરીદીમાં સહાય આપવા જોગવાઇ રૂ. 260 કરોડ
– સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના નિભાવ ખર્ચ માટે જોગવાઇ રૂ. 213 કરોડ
– મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે જોગવાઇ રૂ. 142 કરોડ
– પ્રાકૃતિક ખેતીને વેગ આપવા 100 કરોડ
– કૃષિ વ્યવસાય નીતિ અંતર્ગત એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા જોગવાઇ રૂ. 100 કરોડ
– ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત જોગવાઇ રૂ. 81 કરોડ
– ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ માટે એક ડ્રમ તથા પ્લાસ્ટિકના બે ટોકર વિના મૂલ્યે આપવા માટે જોગવાઇ રૂ. 54 કરોડ
– ડ્રોનના ઉપયોગથી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરી ઉત્પાદન વધારવા અને કૃષિ ઇનપુટનો ખર્ચ ઘટાડવા જોગવાઇ રૂ. 35 કરોડ
– ડાંગ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સંપૂર્ણ રસાયણમુક્ત ખેતી માટે પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. રૂ. 32 કરોડ
– વન્યપ્રાણીઓ દ્વારા પાકને થતું નુકસાન અટકાવવા ખેતરની ફરતે સોલાર પાવર ફેન્સીંગમાં સહાય માટે જોગવાઇ રૂ.20 કરોડ
– ખેડૂતોને સમયસર અને પૂરતા જથ્થામાં રાસાયણિક ખાતર પૂરું પાડવા ખાતર સંગ્રહ માટે જોગવાઇ રૂ. 17 કરોડ
– કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે માલવાહક વાહનની ખરીદી ઉપર સહાય આપવા જોગવાઇ રૂ. 15 કરોડ
– રાજ્યના સ્થાનિક ઉત્પાદકો દ્વારા વિકસાવવામાં આવેલ કૃષિ સાધન સનેડોના ઉપયોગને સહાય આપી પ્રોત્સાહિત કરવા જોગવાઈ રૂ. 10 કરોડ
– બાગાયત ખાતાની યોજનાઓ માટે જોગવાઇ રૂ. 369 કરોડ
– કમલમ્ (ડ્રેગન ફુટ)ના વાવેતર વિસ્તારમાં વધારો થાય તે માટે જોગવાઇ રૂ. 10 કરોડ
– મઘ ક્રાંતિને વેગ આપવા રાજ્યના ૧૦ હજાર ખેડૂતોને મધ ઉત્પાદનમાં જોડવા જોગવાઇ રૂ. 10 કરોડ
– કોમ્પ્રિહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ જોગવાઇ રૂ. 7 કરોડ
– અમદાવાદ, જામનગર અને ખેડા જિલ્લામાં બાગાયતી પાકોના સેન્ટર ઓફ એક્સેલેન્સ ઊભા કરવા માટે જોગવાઇ રૂ. 7 કરોડ
– કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા જોગવાઇ રૂ. 757 કરોડ
– રાજ્યમાં પાંચ સ્થળે એગ્રો ફુડ પાર્કની સ્થાપના કરાશે, એગ્રો ફુડ માટે 100 કરોડની જોગવાઈ
– સ્ટેચ્યૂ ઓફ યુનીટી- એક્તાનગરમાં 100 બેડની હોસ્પિટલ બનશે
– વડનગરમાં પ્રેરમા શાળામાં તાલિમ કેન્દ્ર બનાવાશે, જેના માટે 50 કરોડની જોગવાઈ
– સુરતના ભીમરાડને ઐતિહાસિક સ્થળ તરીકે વિકસાવાશે
– દ્વારકામાં નવું એરપોર્ટ બનાવાશે, નાગરિક ઉડ્ડયન સી-પ્લેન સેવાના એરડ્રામ વિકસાવા 19 કરોડની જોગવાઈ
પશુપાલન
– પશુપાલકોને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. 300 કરોડ
– ગૌશાળા, પાંજરાપોળો અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ તેમજ માળખાકીય સગવડોના વિકાસ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત જોગવાઇ રૂ.500 કરોડ
– ગ્રામ્ય વિસ્તારમાં રખડતા તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ રૂ. 50 કરોડ
– ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય પૂરી પાડવા જોગવાઈ રૂ.80 કરોડ
– ફરતા પશુ દવાખાનાની સેવાઓ ચાલુ રાખવા તેમજ સઘન બનાવવા માટે જોગવાઈ રૂ.58 કરોડ
– ગાભણ તેમજ વિયાણ બાદના પશુઓ માટે ખાણદાણ સહાય યોજના થકી પશુપાલકોને લાભ આપવા માટે જોગવાઇ રૂ.44 કરોડ
– મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના માટે જોગવાઈ રૂ. 24 કરોડ
– ગ્રામ્ય દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને દૂધઘર/ ગોડાઉન બાંધકામ માટે જોગવાઇ રૂ. 12 કરોડ
– કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ માટે જોગવાઇ રૂ.8 કરોડ
મત્સ્યોદ્યોગ
– મત્સ્યોધોગ પ્રભાગ માટે જોગવાઇ રૂ.880 કરોડ
– માછીમારોને મળતા રાહત દરના ડીઝલની મર્યાદામાં દરેક સ્તર પર 2 હજાર લીટરનો વધારો કરવાના સરકારના નિર્ણયની હું જાહેરાત કરું છુંઃ નાણાપ્રધાન
– સાગરખેડુઓને હાઇસ્પીડ ડીઝલ વેટ રાહત યોજના માટે જોગવાઇ રૂ. 230 કરોડ
– સાગરખેડુઓને ટૂંકી મુદતના ધિરાણ પર વ્યાજ સહાય આપવા જોગવાઇ રૂ. 75 કરોડ
– પાંચ બારમાસી મત્સ્ય બંદરો નવાબંદર, વેરાવળ – 2, માઢવાડ, પોરબંદર -2 અને સુત્રાપાડાના વિકાસ તેમજ મત્સ્યોદ્યોગ કેન્દ્રોના નિર્માણની યોજના હેઠળ જોગવાઈ રૂ. 201 કરોડ
– સાગરખેડુઓને આધુનિક સાધનો, સલામતી અને નફાકારક ઉત્પાદન વધારવા માટેની યોજનાઓ માટે જોગવાઇ રૂ. 40 કરોડ
– હાલના બંદરોના રખરખાવ અને મૂળભૂત સુવિધાઓને સુદૃઢ બનાવવા તથા ચોરવાડ અને ઉમરસાડી ખાતે ફ્લોટીંગ જેટીની સુવિધા પૂરી પાડવા માટે જોગવાઇ રૂ. 264 કરોડ
– પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે જોગવાઇ રૂ. 30 કરોડ
– આંતરદેશીય મત્સ્યોધોગ સાથે સંકળાયેલ લાભાર્થીઓને સાધન સહાય માટે જોગવાઇ રૂ. 25 કરોડ
– ભાંભરાપાણી મત્સ્યોધોગના વિકાસ માટે ઝીંગા ઉછેર ફાર્મને માળખાકીય સવલતો પૂરી પાડવા જુદી જુદી યોજનાઓ માટે જોગવાઇ રૂ. 5 કરોડ
સહકાર
– ખેડૂતોને ખરીફ, રવી તેમજ ઉનાળુ પાક માટે વ્યાજ રાહતની યોજના માટે જોગવાઇ રૂ. 1250 કરોડ
– કૃષિ બજાર વ્યવસ્થાના સંચાલન તેમજ સુદૃઢીકરણ માટે જોગવાઇ રૂ. 50 કરોડ
– સહકારી ખાંડ મીલોને પુન: કાર્યાન્વિત કરવા લોન પેટે રૂ. 10 કરોડ
– ખાંડ સહકારી મંડળીઓને ટૂંકા તેમજ લાંબા ગાળાની વ્યાજ રાહત માટે જોગવાઇ રૂ. 13 કરોડ
– ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં હમાલોને માલસામાનની હેરફેર માટે ટ્રોલી ઉપલબ્ધ કરાવવા માટે જોગવાઇ રૂ. 2 કરોડ
– જળસંપત્તિ પ્રભાગ માટે રૂ. ૫૩૩૯ કરોડની જોગવાઇ
– સરદાર સરોવર યોજનાનું કામ મહદંશે પૂર્ણ થતા 69 લાખ હેકટર વિસ્તારમાં સિંચાઇ સુવિધા ઉપલબ્ધ થઇઃ નાણાપ્રધાન
– સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજનાના 1371 કિલોમીટર લંબાઈના 24 પેકેજની કામગીરી પૂર્ણ થઈ છે જયારે ૧૧૫૦ કિલોમીટર પાઇપલાઇનના 7 પેકેજોના કામો પ્રગતિ હેઠળ છેઃ નાણાપ્રધાન
– આ કામગીરીથી 53 જળાશયો, 130 જેટલા તળાવો અને 800 કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના નીર વહેવડાવવામાં આવ્યા છેઃ નાણાપ્રધાન
– રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, જામનગર, ભાવનગર જેવા શહેરોને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયોને નર્મદા યોજનાના પાણીથી ભરતા આ શહેરોની પાણીની સમસ્યાનો મહદંશે ઉકેલ આવ્યો છે, આ યોજના માટે જોગવાઈ રૂ. 710 કરોડ
– કચ્છ વિસ્તારમાં નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીથી સિંચાઇ સુવિધાઓના આયોજન માટે રૂ. 4369 કરોડની યોજનાને મંજૂરી
– કચ્છમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 350 કરોડના ખર્ચે મોટા ચેકડેમો અને પાણી સંગ્રહ માટેના હાઈડ્રોલીક સ્ટ્રક્ચરો તબક્કાવાર બનાવવાનું આયોજન, આ કામગીરી માટે જોગવાઈ રૂ. 65 કરોડ
– સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદા આધારિત રૂ. 1600 કરોડની કસરા દાંતીવાડા પાઈપલાઈનની કામગીરી થકી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારોને પૂરક સિંચાઇનો લાભ આપવા જોગવાઈ રૂ.93 કરોડ
– બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના વિસ્તારોને પૂરક સિંચાઈનો લાભ આપવા પ્રગતિ હેઠળની થરાદથી સીપુ ડેમ સુધીની પાઈપલાઈન માટે જોગવાઈ રૂ. 70 કરોડ
– વાત્રક નદીમાંથી અરવલ્લી જિલ્લાના માલપુર, મેઘરજ અને મોડાસા તાલુકાઓના 72 તળાવો થકી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 186 કરોડની યોજના અને શામળાજી પાસે આવેલ મેશ્વો જળાશયમાંથી પાણી ઉદવહન કરી ભિલોડા તથા મેઘરજ તાલુકાના 30 તળાવોથી સિંચાઇનો લાભ આપવા માટે રૂ. 75 કરોડની યોજના. બંને યોજના માટે કુલ જોગવાઇ રૂ. 45 કરોડ.
– સાબરમતી નદી પર રૂ. 200 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલા હીરપુરા અને વલાસણા બેરેજ માટે જોગવાઇ રૂ. 35 કરોડ
– ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ અને યાત્રાધામ તરીકે વિકસાવવા રૂ. 200 કરોડના આયોજન હેઠળ બેરેજ બનાવવા માટે જોગવાઇ રૂ. 30 કરોડ
– કપડવંજ, કઠલાલ, મહેમદાવાદ, મહુધા, ગળતેશ્વર, બાલાસિનોર, લુણાવાડા, બાયડ વગેરે તાલુકાઓમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 200 કરોડની કિંમતની રીચાર્જવેલ, પાણીના સ્ત્રોતો સાથે નેટવર્કીંગ, તળાવોની કેપેસીટી વધારવી વગેરે કામગીરીઓ તબક્કાવાર કરવાનું આયોજન છે.
– વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સિંચાઈ સુવિધા અને રિચાર્જીંગ માટે રૂ. 308 કરોડની પોઈચા વિયરની કામગીરી માટે જોગવાઈ રૂ. ૧૫ કરોડ
– સુરત જિલ્લાના ઉમરાપાડા તથા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ 73 ગામોમાં સિંચાઇ સુવિધાનો લાભ આપવા માટે પ્રગતિ હેઠળની રૂ. 711 કરોડની તાપી-કરજણ લીંક પાઇપલાઇન યોજનાના કામો માટે જોગવાઇ રૂ. 161 કરોડ
– પંચમહાલ જિલ્લામાં પાનમ ઉચ્ચ સ્તરીય કેનાલ/જળાશય આધારિત સિંચાઈ સુવિધા આપવા માટે રૂ. 452 કરોડની કામગીરી માટે જોગવાઈ રૂ. 160 કરોડ
– દક્ષિણ ગુજરાતમાં પાર, નાર, તાન, અંબિકા, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો/બેરેજો વિયર રૂ. 500 કરોડના ખર્ચે આગામી પાંચ વર્ષમાં તબક્કાવાર આયોજન
– હાથ ધરાયેલી ઉદવહન સિંચાઈ યોજનાઓ સોનગઢ-ઉચ્છલ-નિજર, કાકરાપાર ગોરધા-વડ, કરજણ જળાશય આધારિત પાઈપલાઈનો પૂર્ણ કરી સિંચાઈ વિતરણ વ્યવસ્થા માટે જોગવાઈ રૂ. 195 કરોડ
– કડાણા-દાહોદ પાઈપલાઈનનું વિસ્તૃતિકરણ કરી સિંચાઈ સુવિધામાં વધારો કરવા માટે રૂ. 226 કરોડની યોજના માટે જોગવાઈ રૂ. 70 કરોડ
– પાનમ જળાશય આધારિત વાંકડી ગામ પાસેથી સંતરામપુર તાલુકાના ગામોના તળાવો ભરવા માટે રૂ. 133 કરોડની ઉદવહન સિંચાઇ યોજના અંતર્ગત 23 ગામોને લાભ આપવા માટે જોગવાઇ રૂ. 35 કરોડ
– નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગામોને સિંચાઇનો લાભ આપવા, બિલિમોરા નગરપાલિકા અને આજુબાજુના ગામોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા, દરિયાઇ ખારાશ આગળ વધતી અટકાવવા તેમજ ભૂગર્ભ જળ રિચાર્જ કરવા રૂ. 250 કરોડની વાઘરેજ રિચાર્જ યોજનાનું આયોજન.
– પૂર્ણા નદી ઉપર વિરાવળ-કસ્બાપર ગામ પાસે ટાઇડલ રેગ્યુલેટરના બાંધકામ માટે રૂ. 250 કરોડની યોજનાનું આયોજન.
ભાડભૂત બેરેજ
– નર્મદા નદી ઉપર રૂ. 5322 કરોડના ખર્ચે મીઠા પાણીનું સરોવર બનાવવાની મહત્વાકાંક્ષી ભાડભૂત બેરેજ યોજનાનું કામ ચાલુ છે. આ યોજના માટે જોગવાઇ રૂ. 1240 કરોડ.
– સૂક્ષ્મ સિંચાઇ ક્ષેત્ર માટે 500 કરોડની જોગવાઈ
– અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1526 કરોડની જોગવાઈ
બજેટ રજુ કરતાં પહેલા જુઓ નાણામંત્રી કનુભાઈએ શું કહ્યું
આવતી કાલે રજુ થનાર ગુજરાત બજેટ 2022-23 અંગે મારી પ્રતિક્રિયા. pic.twitter.com/t5ZwANCjGJ
— Kanu Desai (@KanuDesai180) March 2, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












