Tuesday, June 30, 2026
HomeGeneralયુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ રોમાનિયાથી રવાના

યુક્રેનમાં ફસાયેલા 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ રોમાનિયાથી રવાના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસ વચ્ચે 219 નાગરિકોને લઇને એર ઇન્ડિયાની પ્રથમ ફ્લાઇટ શનિવારે રોમાનિયાથી રવાના થઇ હતી. ફ્લાઇટ સાંજે લગભગ ૬.૩૦ વાગ્યે મુંબઇમાં ઉતરશે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ પૂર્વ સોવિયત ગણરાજ્યથી ભારતની આ પ્રથમ ઉડાન છે. આ પહેલા અનુમાન લગાવવામાં આવી રહ્યુ હતુ કે આ વિમાન સાંજે 4 વાગે મુંબઈ આવી જશે. આ પછી દિલ્હી જવા માટે પણ ફ્લાઇટ રવાના થશે.


યુદ્ધ શરૂ થયા બાદ 24 ફેબ્રુઆરીની સવારથી યુક્રેનની એરસ્પેસને નાગરિક વિમાનોની કામગીરી માટે બંધ કરી દેવામાં આવી છે, તેથી પડોશી દેશોમાંથી ફ્લાઇટ્સ કાર્યરત છે. એર ઇન્ડિયા યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે શનિવારે બુકારેસ્ટ અને હંગેરિયન રાજધાની બુડાપેસ્ટ માટે વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરશે.



એર ઇન્ડિયાએ શનિવારે સવારે લગભગ ૩.૪૦ વાગ્યે મુંબઇ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને ભારતીય સમય મુજબ સવારે ૧૦.૪૫ વાગ્યે બુકારેસ્ટ એરપોર્ટ પહોંચી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે યુક્રેન-રોમાનિયાની સરહદે સડક માર્ગે પહોંચેલા તમામ ભારતીય નાગરિકોને એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા સ્વદેશ લાવવા માટે ભારત સરકારના અધિકારીઓ તેમને બુકારેસ્ટ લઈ ગયા હતા.

- Advertisement -

અધિકારીઓનું કહેવું છે કે લગભગ 20,000 ભારતીયો, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે, હાલમાં યુક્રેનમાં ફસાયેલા છે. યુક્રેનની એરસ્પેસ બંધ કરવામાં આવી તે પહેલા એર ઇન્ડિયાએ 22 ફેબ્રુઆરીએ યુક્રેનની રાજધાની કિવ માટે એક ફ્લાઇટ મોકલી હતી જેમાં 240 લોકોને ભારત પરત લાવવામાં આવ્યા હતા. ઇન્ડિયાએ 24 અને 26 ફેબ્રુઆરીએ વધુ બે ફ્લાઇટ્સ ચલાવવાની યોજના બનાવી હતી, પરંતુ રશિયાએ 24 ફેબ્રુઆરીએ આક્રમણ શરૂ કર્યું હતું અને ત્યારબાદ યુક્રેનિયન એરસ્પેસને બંધ કરી દેવાને કારણે આવું થઈ શક્યું ન હતું.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular