Monday, June 22, 2026
HomeGeneralઅમદાવાદ: બાંગ્લાદેશની મહિલાઓને કામની લાલચ આપી દેહવ્યાપારમાં ધકેલતો બાંગ્લાદેશી યુવાન એસ.ઓ.જી ક્રાઇમ...

અમદાવાદ: બાંગ્લાદેશની મહિલાઓને કામની લાલચ આપી દેહવ્યાપારમાં ધકેલતો બાંગ્લાદેશી યુવાન એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં બાંગ્લાદેશની મહિલાઓને ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરાવીને કામ અપાવવાની લાલચ આપીને દેહ વેપાર કરાવતો બાંગ્લાદેશી યુવાન એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. આ યુવાન અગાઉ પણ ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી અમદાવાદ આવ્યો હતો. તે સમયે પોલીસે આ યુવાનને ડિટેઇન કરીને બાંગ્લાદેશ મોકલી દીધો હતો.



સમગ્ર બાબતે અમદાવાદ એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચના ડી.સી.પી. મુકેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે માનવ તસ્કરી અટકાવવાની સૂચના અપવવામાં આવી હતી. તે અનુસંધાનમાં એસ.ઓ.જી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.આર.બાંગાની ટિમને બાતમી મળી હતી કે, મિલ્ટન ઇમરાન શેખ નામનો વ્યક્તિ અગાઉ વર્ષ 2015-16માં બાંગ્લાદેશી હોવાના કારણે તેને ડિટેઇન કરીને ડિપોર્ટ કરવામાં આવ્યો હતો, તે વ્યક્તિ હાલમાં અમદાવાદમાં માનવ તસ્કરી કરે છે.



બાતમીના આધારે વસ્ત્રાલ પાસે આવેલા સત્યમ આવાસ યોજનાના ચાર માળીયા બિલ્ડીંગમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન મિલ્ટન ઇમરાન શેખ અને ભોગ બનનાર ત્રણ મહિલાઓ મળી આવી હતી. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે ત્રણે મહિલાઓ બાંગ્લાદેશની રહેવાસી છે. મિલ્ટન ત્રણે મહિલાઓને પૈસાની લાલચ આપીને ઘરકામ, ફેક્ટરી અને હોસ્પિટલમાં કામ અપાવવાનું કહીને તેને અમદાવાદ બોલાવતો હતો. ત્યાર બાદ મહિલાઓ અમદાવાદ આવી જાય બાદમાં તેમને દેહ વ્યાપારમાં ધકેલવામાં આવતા હતા. પોલીસે મિલ્ટન ઇમરાન શેખની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular