Monday, June 29, 2026
HomeNational'બાયોલોજિકલ ઇ'ની કોર્બેવેક્સ રસીને મળી મંજૂરી, દેશમાં કિશોરો માટે બીજી હશે કોરોનાની...

‘બાયોલોજિકલ ઇ’ની કોર્બેવેક્સ રસીને મળી મંજૂરી, દેશમાં કિશોરો માટે બીજી હશે કોરોનાની રસી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (ડીજીસીઆઇ)એ બાયોલોજિકલ ઇની વેક્સિન કોર્બેવેક્સને દેશમાં ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. કોર્બેવેક્સ રસી 12 થી 18 વર્ષની વયના કિશોરોને આપવામાં આવશે. ભારત બાયોટેક કોવેક્સિનને દેશમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરો માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદકોમાંની એક બાયોલોજિકલ ઇ. લિમિટેડ (બીઇ)એ સોમવારે જાહેરાત કરી હતી કે તેની રસી કોર્બેવેક્સને ભારતમાં 12 થી 18 વર્ષની વય જૂથના બાળકો માટે ઇમરજન્સી-યુઝ ડ્રગ રેગ્યુલેટરી બોડી ડીજીસીઆઈ પાસેથી મંજૂરી મળી ગઈ છે. કોર્બેવેક્સ ભારતની પ્રથમ રિએક્ટર બાઇન્ડિંગ ડોમેન (આરબીડી) પ્રોટીન સબયુનિટ રસી છે, જે કોવિડ -19 સામે સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવી છે.

બાયોલોજિકલ ઇ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર મહિમા ડાટલાએ જણાવ્યું હતું કે, “અમને આ મહત્વપૂર્ણ ડેવલોપમેન્ટ વિશે જાણ કરતા આનંદ થાય છે કે અમારી રસી દેશમાં 12 થી 18 વર્ષની વય જૂથ સુધી પહોંચી ગઈ છે. અમારું માનવું છે કે આ મંજૂરી સાથે, અમે કોવિડ -19 રોગચાળા સામેના વૈશ્વિક યુદ્ધને સમાપ્ત કરવાની વધુ નજીક છીએ. સંપૂર્ણ પણે સંપન્ન ‘બાળકો’ કોઈ પણ જાતની ચિંતા/આશંકાઓ વિના શાળા-કોલેજોમાં તેમની પ્રવૃત્તિઓ અને શૈક્ષણિક દિનચર્યાઓ શરૂ કરી શકે છે. અમે ક્લિનિકલ ટ્રાયલમાં ભાગ લેનારા તમામ સહભાગીઓ, બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી રિસર્ચ આસિસ્ટન્સ કાઉન્સિલ(બીઆઇઆરએસી) અને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ટ્રાન્સલેશનલ હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ(ટીએસટીએચઆઇ) અને મુખ્ય તપાસકર્તાઓ અને ક્લિનિકલ સાઇટનો આભાર માનીએ છીએ. જેમણે છેલ્લા ઘણા મહિનાઓથી અમને ઘણો સપોર્ટ આપ્યો છે. કોર્બેવેક્સ ટીએમ રસી સોય દ્વારા આપવામાં આવે છે અને ૨૮ દિવસના અંતરાલમાં બે ડોઝ આપી શકાય છે. આ રસીને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંગ્રહિત કરવાની જરૂર છે. તે 0.5 મિલી (સિંગલ ડોઝ), 5 મિલી (10 ડોઝ) અને 10 એમએલ (20 ડોઝ)ના શીશીના પેકમાં ઉપલબ્ધ છે.

- Advertisement -

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ 12 થી 17 વર્ષની વય જૂથ માટે તેની એન્ટિ-કોવિડ -19 રસી ‘કોવોવેક્સ’ના ઇમરજન્સી ઉપયોગ માટે ડીસીજીઆઈ પાસે પણ મંજૂરી માંગી છે. સોમવારે સરકારી સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં જ કહ્યું હતું કે રસીકરણની વધારાની જરૂરિયાત અને વસ્તીના સમાવેશ માટે સતત પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular